Ashvin Kalsariya

Thriller Crime Action

3  

Ashvin Kalsariya

Thriller Crime Action

કિંગ પાવર ઓફ એમ્પાયર - ૨૯

કિંગ પાવર ઓફ એમ્પાયર - ૨૯

5 mins
502


(આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ અને પાટીલ બંને સાંજે જયાં જમવા પહોંચે છે તે જગ્યા પર જ શૌર્ય . એસ.પી. અને અર્જુન પણ એ જ જગ્યા પર પહોંચી જાય છે. શૌર્ય મસ્જિદ પાસે બેસેલી સ્ત્રીને જોઈને તેની મદદ કરે છે અને મસ્જિદના મૌલવી સાહેબને સમજાવે છે કે અલ્લાહની દરગાહ પર ચાદર ચડાવો એની સાથે જ જરૂરિયાત મંદની સહાય કરશો તો અલ્લાહ પણ ખુશ થશે. શૌર્ય જેવો એસ.પી. અને અર્જુન પાસે પહોંચવા જાય છે ત્યાં જ અચાનક પાછળથી ગોળી ચલાવવાનો અવાજ આવે છે તો જાણીએ આખરે શું થયું છે ?) 


ગોળીનો અવાજ આવતાં જ ત્યાં ઉપસ્થિત લોકોમાં અફરાતફરી મચી જાય છે અને આમ પણ ચાર રસ્તા પડતાં હોવાથી બધા અલગ અલગ દિશામાં ભાગવા લાગે છે. દિગ્વિજયસિંહ પણ પોતાની ગન કાઢીને જે તરફથી ગોળી ચલાવી તે બાજુ જોવા લાગે છે અને પાટીલ ત્યાં ઉપસ્થિત લોકોને હલ્લો ન કરવા અને સલામત નીકળવામાં મદદ કરે છે. ગોળીનો અવાજ આવતાં જ એસ.પી. અને અર્જુન પોતાની ગન કાઢવાનો પ્રયત્ન કરે છે પણ શૌર્ય હાથનાં ઈશારા વડે તે બંને ને તેમ કરવાની ના પડે છે. 


“સર જલ્દીથી અહીં થી નીકળી જવું પડશે ” અર્જુનએ કહ્યું. 

“પણ અર્જુન.... ” શૌર્યએ કહ્યું. 

“સર હવે હું તમારી કોઈ વાત નહીં સાંભળુ અહીંથી અત્યારે જ જવાનું છે ” એસ.પી.એ કહ્યું. 


એસ.પી.એ શૌર્ય નો હાથ પકડયો અને તેને પોતાની પાછળ ખેંચી ગયો. અર્જુન પણ તેની પાછળ ગયો અને તે બંને એ શૌર્યને એવી રીતે કવર કર્યો કે કોઈ તેને નુકસાન ન પહોંચાડી શકે. તે ત્રણેય કાર પાસે પહોંચ્યા અને શૌર્ય અને અર્જુન અંદર બેઠા. એસ.પી.એ બધી બાજુ નજર ફેરવી અને તે પણ ગાડીમાં બેઠો અને ગાડી ઘર બાજુ હાંકી મૂકી.


આ તરફ દિગ્વિજયસિંહે અને પાટીલે પરિસ્થિતિ તો સંભાળી લીધી પણ ગોળી કોના પર અને કોણે ચલાવી એ ખબર ન પડી. કારણ કે કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચ્યું ન હતું એનો એક જ અર્થ હતો કે મારનારનો નિશાનો ચૂકી ગયો હશે. પાટીલે પણ દિગ્વિજય સિંહને ત્યાંથી નીકળી જવાની સલાહ આપી કારણ કે આટલી રાત્રે અંધારામાં કંઈ પણ સબૂત શોધવો કે ઈન્વેસ્ટીગેશન કરવાનો કોઈ અર્થ ન હતો. એટલે તે બંને પણ નીકળી ગયા. પણ દિગ્વિજય સિંહે નક્કી કરી લીધું હતું કે તે આ ઘટના પાછળનું રહસ્ય શોધીને રહશે. 


શૌર્ય. એસ.પી. અને અર્જુન પણ ઘરે પહોંચી ગયા અને ત્રણેય એકદમ બિલ્લી પગે શૌર્યના રૂમમાં જતાં રહ્યાં કારણ કે કોઈ પણ નોકર કે કેડબરીને ખબર ન હતી કે શૌર્ય ઘરમાં ન હતો.

 

“સર આમ રસ્તા પર તમારાં પર કોણ હુમલો કરી શકે ?” અર્જુનએ સોફા પર બેસતાં કહ્યું.. 

“એ ગોળી મારા પર ચલાવવામાં આવી ન હતી ” શૌર્યએ પલંગ પર બેસતાં કહ્યું.. 

“મતલબ ? ” એસ.પી.એ કહ્યું.. 

“મતલબ એ કે ગોળી કોઈ બીજા વ્યક્તિ પર ચલાવવામાં આવી હતી પણ એ નિશાન ચૂકી ગયો.” શૌર્યએ કહ્યું.. 

“બીજા કોના પર ? ” એસ.પી.એ કહ્યું.. 

“ત્યાં પોલીસ પણ હતી ” શૌર્યએ કહ્યું.. 

“પોલીસ અને ત્યાં સર અમે તો કયાં નહીં જોઈ.” અર્જુનએ કહ્યું..

“અર્જુન આપણાં ટેબલથી બે ટેબલ આગળ બે વ્યક્તિઓ બેઠા હતા એ પોલીસ હતાં.” શૌર્યએ કહ્યું.. 

“સર તમને કેમ ખબર એ પોલીસ હતા ? ” એસ.પી.એ કહ્યું.. 

“હું માનું છું કે એ લોકો એ ફૉર્મલ કપડાં પહેરયા હતાં પણ એનાં શૂઝ પોલીસના હતાં બ્રાઉન કલરના અને ગોળીએ ઈન્સ્પેકટર પર ચલાવવામાં આવી હતી પણ એનું ગુડલક કે એ બચી ગયો.” શૌર્યએ કહ્યું.. 

“અચ્છા. તો ગોળી એનાં પર ચલાવવામાં આવી હતી અમને તો થયું કે... ” અર્જુનએ કહ્યું.. 

“તમને શું થયું કે મારા પર એમ !” શૌર્યએ કહ્યું. 

“હા સર થોડીવાર તો એમ જ લાગ્યું કે ” એસ.પી.એ કહ્યું.. 

“અરે તમે છો ત્યાં સુધી મને કંઈ નહીં થાય” શૌર્યએ કહ્યું..

“તો પણ સર થોડી ચિંતા તો રહેવાની જ છે.” એસ.પી.એ કહ્યું. 

“ઓકે પણ હવે બહુ રાત થઈ ચૂકી છે તમે પણ આજ અહીં જ રહો અને બાજુના રૂમમાં સુઈ જાવ અને મને પણ સુવા દો ” શૌર્યએ કહ્યું. 

“ઓકે સર. ગુડ નાઈટ ” એસ.પી.એ કહ્યું. 

“ગુડ નાઈટ સર ” અર્જુનએ કહ્યું. 

“ગુડ નાઈટ કાલ જગાડવા આવજો.” શૌર્ય એ કહ્યું. 

“સ્યોર સર.” એસ.પી.એ કહ્યું. અને તે બંને બહાર નીકળી ગયા અને શૌર્ય પણ લાઈટ ઓફ કરીને સૂઈ ગયો.


'એકદમ અંધારું હતું અને ચારેય બાજુ સન્નાટો પ્રસરાયેલો હતો. આ જ અંધકારનાં સન્નાટામાં એક જ અવાજ આવી રહ્યો હતો અને એ હતો એક બાળકના રુદનનો. કોઈ વ્યક્તિ એક નાના બાળકનો હાથ ખેંચી ને તેને પોતાની તરફ ખેંચી રહું હતું. એ બાળક બહુ પ્રયત્ન કરી રહ્યો હતો પોતાના હાથને છોડાવાનો પણ એ વ્યર્થ હતું. એ અંધકારમાં એક જ વસ્તુ સ્પષ્ટ દેખાઈ રહી હતી અને એ હતી તે વ્યક્તિના જમણા હાથની પહેલી આંગળીમાં રહેલી અંગૂઠી જેના પરનો લાલ રત્ન અંધકારમાં ચમકી રહ્યો હતો એ વ્યક્તિ તે બાળકને અંધકારમાં ખેંચી રહ્યો હતો.' આટલું થતાં જ શૌર્ય તરત જ જાગી ગયો. તેનો ચહેરો પરસેવાથી રેબઝેબ હતો તેની હદયની ધડકન વધી ચૂકી હતી અને તેનાં શ્વાસોશ્વાસમાં વધારો થઇ ગયો હતો. તેણે ઘડિયાળ સામે જોયું તો સવારના સાડા આઠ વાગી ગયા હતા. અચનાક તેના રૂમનો દરવાજો ખૂલ્યો અને એસ.પી. અંદર પ્રવેશ્યો.


“ગુડ મૉર્નિંગ સર ” એસ.પી.એ કહ્યું. અને તેણે રૂમની બારીના પડદા ખોલ્યા. એસ.પી.એ શૌર્ય સામે જોયું તે જે પરિસ્થિતિમાં બેઠો હતો એ જોઈને તે તેની પાસે ગયો અને કહ્યું.. “શું થયું સર ! ફરીથી એજ સ્વપ્ન.”

“હા એસ.પી. આ સ્વપ્નનું રહસ્ય મને હજી સુધી સમજાયું નથી નાનપણથી આજ સ્વપ્ન. આ સ્વપ્ન મારો પીછો જ છોડતું નથી ” શૌર્યએ કહ્યું. 

“સર તમે ચિંતા ન કરો, એ માત્ર તમારો વહેમ છે ”એસ.પી.એ કહ્યું.. 


શૌર્ય ઉભો થયો અને તેનો કબાટ ખોલ્યો અને તેમાં રહેલી તિજોરી ખોલી અને એક વસ્તુ બહાર કાઢીને એસ.પી.ને બતાવી. શૌર્યના હાથમાં એક અંગૂઠી હતી. સિલ્વર કલરની એક અંગૂઠી જેના પર એક લાલ રત્ન જડિત હતું. જે અંગૂઠી શૌર્ય એ સ્વપ્નમાં અજનબી વ્યક્તિના હાથમાં જોઈ હતી. એજ અંગૂઠી તેના હાથમાં હતી અને જે બાળક તેના સ્વપ્નમાં હતું એ શૌર્ય પોતે હતો. 


“સર માનું છું કે તમારું સ્વપ્ન વિચિત્ર છે પણ આ અંગૂઠી તમારી પ્રિય છે તમે નાનપણથી આ પહેરો છો. હા અમુક કારણો સર તમે આ નથી પહેરતાં પણ આ સ્વપ્ન એક વહેમ જ છે” એસ.પી.એ કહ્યું. 

“પણ એસ.પી.….. ” શૌર્યએ કહ્યું. .

“સર હવે આ વાત છોડો અને તૈયાર થઈ જાવ અને નીચે આવો જલ્દીથી ” આટલું કહીને એસ.પી. જતો રહ્યો.


શૌર્યએ પણ અંગૂઠી પાછી કબાટમાં મૂકી અને તે તૈયાર થવા જતો રહ્યો. નાનપણથી શૌર્યને આવા સ્વપ્ન આવતાં અને દર વખતે એસ.પી. જ તેને સમજાવતો કે આ માત્ર એનો વહેમ છે. 


આખરે કોણ છે જેણે દિગ્વિજયસિંહ પર ગોળી ચલાવી અને શા માટે ચલાવી ? એ એક રહસ્ય હતું અને શૌર્યનું આવું વિચિત્ર સ્વપ્ન જે વારંવાર શૌર્યને પરેશાન કરતું હતું. શું હકિકતમાં એ વહેમ હતો કે કોઈ રહસ્ય અકબંધ છે એની પાછળ ? અને શું એસ.પી. આ સ્વપ્ન પાછળના રહસ્યને જાણતો હતો ?


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Thriller