Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Ashvin Kalsariya

Thriller Crime Action

3  

Ashvin Kalsariya

Thriller Crime Action

કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૨૭

કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૨૭

5 mins
680


(આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહને એવું લાગે છે કે તે કાતિલથી માત્ર એક જ કદમ પાછળ છે અને લાલ ડાયરી હવે તેનાં કામની નથી એટલે તેને સિગ્નલ પર ફેંકી દે છે, એક અજનબી વ્યક્તિ તેને ઉઠાવે છે અને તે ડાયરી વાંચીને તેનાં હાવભાવ બદલાય જાય છે, બીજી તરફ શૌર્ય પ્રીતિને ફરીથી ઈગ્નોર કરે છે અને પછી પ્રીતિ શૌર્ય પર એવી ગુસ્સે થાય છે કે શૌર્ય પણ હવે તેનાથી ડરવા લાગે છે)


“એસ.પી. તને નથી લાગતું આ મારા પર હક જતાવી રહી છે ?” શૌર્યએ કહ્યું. 

“સર લાગતું નથી પણ એ હક જતાવી રહી છે ” એસ.પી.એ કહ્યું. 

“હદ છે હવે” શૌર્ય એ કંટાળતા કહ્યું.

“કેમ સર શું થયું ? ” એસ.પી.એ કહ્યું. 

“યાર નાનો હતો ત્યારે મારાં રમકડાં પર હક જતાવતી હતી, મારી બધી વસ્તુ લઈ જતી અને હવે મારા પર.... ” શૌર્ય એ કહ્યું. 

“સર નાના હતાં ત્યારે નાનો હક હવે સીધો.... ” એસ.પી.એ હસતાં કહ્યું.

“એ હું કંઈ એના દાદાની પ્રોપર્ટી નથી, શૌર્ય છું એ શું હક જતાવશે એને તો…” શૌર્ય એ ઉભા થતાં કહ્યું.. 

“સર બેસી જાવ આજ સુધી છોકરીઓ આગળ કોણ જીત્યા છે ” એસ.પી.એ કહ્યું. 

“એ પણ છે, એ મને નહીં જીતવા દે ” શૌર્યએ બેસતાં કહ્યું. 


અચાનક અર્જુન રૂમમાં આવ્યો અને કહ્યું., “સર આ પેનડ્રાઈવ.”

“આમાં શું છે અર્જુન ? ” શૌર્યએ હાથમાં લેતાં કહ્યું.. 

“સર આમાં દેશની બધી કંપનીઓની માહિતી છે જે આપણા માટે ખૂબ જરૂરી છે.” અર્જુનએ કહ્યું. 

“ગુડ અર્જુન હવે આપણી નીતિથી આ બધાની નિયતી બદલાશે” શૌર્યએ કહ્યું..

“સર હું તો કહું છું આપણે મોટી મોટી કંપનીઓ સાથે હાથ મિલાવી લઈએ અને પછી આપણા માટે આગળ વધવું સરળ રહશે.” અર્જુનએ કહ્યું.. 

“નહીં અર્જુન આ રીતે આગળ વધવાનો કોઈ ફાયદો નથી.” એસ.પી.એ કહ્યું. 

“પણ કેમ ? ” અર્જુનએ કહ્યું.. 

“એસ.પી. ઠીક કહી રહ્યો છે, આપણે આ રીતે આગળ નહીં વધી શકીએ, કારણ કે મોટી કંપનીઓ પાસે અત્યારે પૈસા, પાવર, પોલિટિકલ સ્પોર્ટ્સ છે.” શૌર્યએ કહ્યું. 

“તો સર કંઈ રીતે...? ” અર્જુનએ કહ્યું. 


“અર્જુન, કંપનીઓ ભલે મોટી હોય પણ તેનો કાચો માલ તો નાની કંપનીઓ પાસેથી જ લે છે, બસ નાની નાની કંપનીઓને કિંગ ઇન્ડસ્ટ્રીઝની છત્રછાયામાં લઈ લો, પછી જોવ છું કાચા માલ વગર પ્રોડક્શન કેમ કરે છે.” શૌર્યએ કહ્યું. 

“ગુડ આઈડીયા સર, આમ પણ નાની કંપનીઓ સરળતાથી માની જશે કારણ કે કિંગ ઇન્ડસ્ટ્રીઝની સાથે હાથ મિલાવવા આ કંપનીઓ તો તલપાપડ થતી હશે ” એસ.પી.એ કહ્યું. 

“હમમ, આમ પણ ટીપે ટીપે સરોવર ભરાય છે અને નાના નાના પથ્થરોથી કિલ્લાઓ બંધાય છે” શૌર્યએ હસતાં કહ્યું. 

“સર અમે આજથી જ કામ પર લાગી જઈએ ” અર્જુન એ કહ્યું. 

“નહીં આજે આરામ કરો કાલથી કામ પર લાગી જજો અને આજે આમ પણ આપણે ત્રણેયએ બહાર જવાનું છે ” શૌર્યએ કહ્યું.. 

“કયાં જવાનું છે સર ? ” એસ.પી.એ કહ્યું. 

“ડિનર માટે યાર” શૌર્યએ ખુશ થતાં કહ્યું. 

 “વાહ સર કયાં જશું ? ” અર્જુનએ ઉત્સાહમાં પૂછયું 

“પાંઉભાજી ખાવા નુક્કડ પર.” શૌર્યએ કહ્યું. 

“સર તમે.... ” એસ.પી.એ કહ્યું. 

“પ્લીઝ યાર આજ ના નહીં પાડતાં હું એકલો કયાં જાવ છું તમે સાથે આવો છો ને.” શૌર્યએ કહ્યું. 

“સર પણ તમે આમ નુક્કડ પર ખાવાનું ખાશો ? ” એસ.પી.એ કહ્યું. 

“હા તો શું થયું એમાં, હું પણ માણસ જ છું યાર.” શૌર્યએ કહ્યું.. 

“સર પણ આપણે મોટી હોટલમાં પણ જઈ શકીએ છીએ.” અર્જુનએ કહ્યું. 

“જો હું તો જવાનો છું તમારે આવવું હોય તો આવો.” શૌર્યએ મોં ફૂલાવતાં કહ્યું.

“સર તમે ફરીથી જિદ્દ કરો છો ” એસ.પી.એ કહ્યું. 

“હા કરી તમારે આવવું હોય તો આવો” શૌર્યએ કહ્યું. 

“ઠીક છે અમે આવશું પણ.... ” એસ.પી.એ કહ્યું. 

“પણ શું ? ” શૌર્યએ કહ્યું. 

“એજ કે તમે હવે પછી આમ જિદ્દી નહીં બનો.” એસ.પી.એ કહ્યું. 

“ઓકે બાબા નહીં કરું ” શૌર્યએ આંખ મચકાવતાં કહ્યું.. 

“પણ સર કયાં જશું ખાવા ? ” અર્જુનએ કહ્યું. 

“અરે કૉલેજ જાવ ત્યાં રસ્તામાં જ એક મસ્જિદની સામે નુક્કડ છે ત્યાં બહુ મસ્ત પાંઉભાજી મળે છે યાર.” શૌર્યએ મોંમા પાણી લાવતાં કહ્યું..

“ઠીક છે સર તૈયાર થઈ જાવ એટલે પછી જઈએ” એસ.પી.એ કહ્યું. 

“હા થોડાં મોડેથી જઈએ, રાત્રે મજા આવે.” શૌર્યએ કહ્યું. 

“ઠીક છે સર પણ યાદ રાખજો કેડબરીને ખબર પડી ને તો એક અઠવાડિયા સુધી.... ” એસ.પી.એ કહ્યું. 

“તું પ્લીઝ આવું યાદ ન કરાવ, તેને ખબર નહીં પડે બસ તમે નહીં કહેતાં.” શૌર્યએ કહ્યું. 

“સર અમે તો નહીં કહીએ પણ જો ભૂલથી પણ ખબર પડી ને તો અમે તમારી સજામાં ભાગીદારી નહીં કરીએ ” અર્જુનએ કહ્યું. 

“હા હવે વાંધો નહી હું એકલો જ એ પી લઈ ઓકે.” શૌર્યએ કહ્યું.. 


ત્યારબાદ એસ.પી. અને અર્જુન ત્યાંથી જતાં રહ્યાં અને શૌર્ય પોતાનો મોબાઈલ કાઢીને ગેમ રમવા લાગ્યો, એસ.પી. દરવાજાની બહાર જ ઉભો હતો એ આજે ખુશ હતો કારણ કે તેને વર્ષો પહેલાં જે શૌર્ય હતો એ આજે દેખાઈ રહ્યો હતો, પણ પરિસ્થિતિ અને સંજોગો એ તેને કઠોર બનાવ્યો હતો પણ આજે પહેલાની જેમ જિદ્દી અને નટખટ સ્વભાવ એસ.પી.ને શૌર્યનું બાળપણ યાદ કરાવતું હતું. જેમાં શૌર્યને ખવડાવવા ઘરનાં બધાં નોકરો, કેડબરી આખાં ઘરમાં દોડધામ કરતાં છતાં શૌર્ય કોઈના હાથમાં ન આવતો અને તે ખાતો તો પણ એક જ વ્યક્તિના હાથે અને એ હતાં..... અરે આટલી જલ્દી થોડું રહસ્ય ખુલ્લુ પડે થોડી રાહ જુવો એટલે શૌર્યનું આખું બાળપણ જોવા મળશે. 


અહીં બીજી તરફ દિગ્વિજયસિંહ કેબિનમાં બેઠો હતો, સાત વાગવા આવ્યા હતા , ધીમે ધીમે સૂરજ ઢળી રહ્યો હતો પણ દિગ્વિજયસિંહનું મગજ એક જ દિશામાં હતું, એને માત્ર એક જ કદમ આગળ વધવાનું હતું અને એ હતું જે કોન્ટ્રેક્ટ કિલરએ કમિશનરને માર્યા એ મળી જાય એટલે તેનો કેસ સોલ્વ, પણ શું હકિકતમાં એ થશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. 


“સર તમે ઘરે ના જવાનાં હોવ તો ટિફિન લઈ આવું ” પાટીલએ કહ્યું. 

“અરે પાટીલ તું કયારે આવ્યો ? ” દિગ્વિજયસિંહે વિચારોમાંથી બહાર આવતાં કહ્યું.. 

“જયારે તમે વિચારોમાં ખોવાયેલા હતાં ત્યારે ” પાટીલએ હસતાં હસતાં કહ્યું.. 

“અચ્છા, પાટીલ આજ ટિફિન રહેવા દે આજ મૂડ થોડું અલગ મિજાજમાં છે.” દિગ્વિજયસિંહે કહ્યું.. 

“મતલબ ? ” પાટીલએ કહ્યું.. 

“મતલબ એ કે આજે આપણે બનેં બહાર ખાવા જઈએ.” દિગ્વિજયસિંહે કહ્યું.. 


પાટીલ થોડો આશ્ચર્યમાં હતો કારણ કે પહેલાં તો બહાર ચા પીવા ગયાં અને અચાનક પાછાં રાત્રે બહાર જવાનું કહે છે. 

“સર અત્યારે બહાર શું જવું ? ” પાટીલે કહ્યું.. 

“અરે અત્યારે નહીં થોડાં મોડે મોડેથી જશું અને જમીને પછી પેટ્રોલીંગ કરી લઈશું” દિગ્વિજયસિંહે કહ્યું.. 

“તો થીક છે સાહેબ પણ જશું કયાં ? ” પાટીલે કહ્યું.. 

“મેં ઘણાંને કહેતાં સાંભળ્યું છે કે મેઈન રોડ પર મસ્જિદ સામે પાંઉભાજી બહુ મસ્ત મળે છે ત્યાં જઈએ.” દિગ્વિજયસિંહે કહ્યું.. 

“વાંધો નહીં જવાનું થાય એેટલે મને કહેજો.” આટલુ કહીને પાટીલ ત્યાંથી જતો રહ્યો, દિગ્વિજયસિંહ પોતાનાં વિચારોમાં ખોવાઈ ગયો. 


હવે આ સંજોગ હતો કે પછી નિયતી, કહેવું તો મુશ્કેલ છે પણ શૌર્ય અને દિગ્વિજયસિંહ એક જ જગ્યાએ જમવા જવાનાં હતાં, હવે જયારે એ બંને એકબીજા સામે ટકરાશે તો શું થશે એ જાણવા તો આગળનો ભાગ વાંચવો પડશે. પણ હા જે પણ થશે એ ધમાકેદાર થશે.


ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Thriller