Ashvin Kalsariya

Thriller Action

3  

Ashvin Kalsariya

Thriller Action

કિંગ પાવર ઓફ એમ્પાયર - ૨૫

કિંગ પાવર ઓફ એમ્પાયર - ૨૫

5 mins
693


(આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહને જાણ થાય છે કે કમિશનર આર.જે.મિશ્રાનું મર્ડર થઈ ગયું હોય છે અને દિગ્વિજયસિંહ એટલું તો જાણી જ જાય છે કે કોઈએ કોન્ટ્રેક્ટ કિલરને હાયર કરીને કમિશનરનું મર્ડર કરાવયું હોય છે, કમિશનરના ઘરની તપાસ કરતાં જ દિગ્વિજયસિંહને તેનાં ઘરમાંથી વીસ કરોડ રૂપિયા નગદ મળે છે. આને કારણે દિગ્વિજયસિંહ વધુ મુશ્કેલીમાં મૂકાય જાય છે. આખરે શું રહસ્ય છે આ પૈસાનું આવો જાણીએ.) 


કમિશનરના ઘરમાં એટલા બધા પૈસા મળતા ત્યાં ઉભેલા બધા વ્યક્તિ આશ્ચર્યમાં મૂકાઈ જાય છે, “આ પૈસાને જપ્ત કરી લો અને બાકી રૂમમાં પણ ફરી તપાસ કરો, જરૂર કંઈ સબૂત મળશે.” દિગ્વિજયસિંહ સબઇન્સ્પેક્ટરને કહે છે. 


“ઓકે સર” આટલું કહીને સબ ઇન્સ્પેક્ટર કામે લાગી જાય છે. 


દિગ્વિજયસિંહ અને પાટીલ બહાર હોલમાં આવે છે, “સાહેબ કમિશનર સરના ઘરમાં આટલા બધા પૈસા કયાંથી આવ્યા ? ” પાટીલે પોતાનો આશ્ચર્ય વ્યક્ત કર્યો.

“પાટીલ આતો મને પણ સમજાતું નથી. હું જેટલો કેસને સ્લોવ કરવા જાવ છું એટલો જ ઉલજતો જાય છું.” દિગ્વિજયસિંહે નિરાશ થતાં કહ્યું.


અચાનક જ કમિશનરના ઘરમાં છ વ્યક્તિ ફોર્મલ કપડાંમા પ્રવેશ્યા અને તેની સાથે એક બીજો સબઇન્સ્પેક્ટર અને બે હવાલદાર હતાં.

“હલ્લો સર, અમે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છીએ ” તેમાંથી એક એ પોતાનો આઈડી કાર્ડ દિગ્વિજયસિંહને આપતાં કહ્યું.

“હલ્લો, હું ઈન્સ્પેકટર દિગ્વિજયસિંહ પોલીસ હેડક્વાર્ટરનો ઈન્ચાર્જ.” દિગ્વિજયસિંહે તેની સાથે હાથ મિલાવતા કહ્યું.

“સર અમે અહીં કમિશનર આર.જે.મિશ્રાના ઘરમાં રેડ પાડવા આવ્યા છીએ.” એક આૉફિસરે કહ્યું.

“માફ કરજો પણ કમિશનરસર આ દુનિયામાં નથી રહ્યા.” દિગ્વિજયસિંહે નિસાસો નાખ્યો 

“કઈ રીતે બન્યું અને કયારે ?” એક ઓફિસરે પૂછયું. 

“એમનું મર્ડર થયું છે અને હું અને મારી ટીમ એની જ તપાસ કરી રહ્યા છીએ અને હા એક બીજી વાત અમને અહીંથી વીસ કરોડ રૂપિયા પણ મળ્યાં છે.” દિગ્વિજય સિંહે કહ્યુ.

“ઓહ મતલબ અમારી શંકા સાચી પડી !” તે આૉફિસરે કહ્યું.

“કંઈ શંકા આૉફિસર ?” દિગ્વિજયસિંહે કહ્યું.

“ઈન્સ્પેકટર કમિશનર આર.જે.મિશ્રાના ટોટલ આઠ બેંક એકાઉન્ટ છે અને તેમાં એક એકાઉન્ટમાં તેનો પગાર આવે છે અને બાકીના સાત એકાઉન્ટમાં દર મહિને દસ લાખ રૂપિયા તેના એકાઉન્ટમાં છેલ્લા બે વર્ષથી આવી રહયા છે.” આૉફિસરે એક ફાઈલ આપતાં કહ્યું. 

દિગ્વિજયસિંહે તે ફાઈલ જોઈ અને તેમાં કમિશનરની કેટલીક બેનામી આવકની માહિતી હતી. 

“અમે ફરી આ ઘરની તપાસ લેવા માગ્યે છીએ.” તે આૉફિસરે કહ્યું.

“ઓકે જરૂરથી તમે તપાસ કરી શકો છો.” દિગ્વિજયસિંહે કહ્યું


પછી બધાં પોતાના કામે લાગી ગયા. ત્યાં જ એમ્બ્યુલન્સ આવી અને કમિશનરની ડેડ બૉડીને ફોરેન્સિક લેબોરેટરીમાં લઈ ગયાં, દિગ્વિજયસિંહ શાંતિથી ખુરશી પર બેસીને આ બધા ઘટનાક્રમને વારંવાર દોહરાવીને બધી કડીઓ જોડી રહયો હતો. બે કલાક સુધી તપાસ થઈ અને કમિશનરના ઘરમાંથી કેટલીક બેનામી મિલકતના ડોકયુમેન્ટ અને બીજી કેટલીક માહિતી મળી આવી. ઈન્કમટેક્સ આૉફિસર બધું સીલ કરીને જતાં રહ્યાં, ત્યારબાદ દિગ્વિજયસિંહ પણ હેડક્વાર્ટર પાછો આવ્યો અને તેની કેબીનમાં જતો રહ્યો, ત્યાં જ પાટીલ કમિશનરના ફોનની કૉલ રેકૉડ લઈને આવ્યો અને દિગ્વિજયસિંહને આપી. 


દિગ્વિજય સિંહે તે લીસ્ટ ચેક કરી તો તેમાં એક નંબર હતો જેમાં કમિશનરે વારંવાર વાતો કરી હતી, “પાટીલ ટેલીકોમ કંપનીમાં ફોન કર અને જાણ કે આ નંબર કોનો છે.” દિગ્વિજયસિંહે નંબર આપતાં કહ્યું. 

“જી સર” આટલું કહી પાટીલે ટેલિકોમ કંપનીમા ફોન લગાવ્યો અને નંબર વિશે માહિતી લેવા લાગ્યો.


દિગ્વિજયસિંહે ફરી લીસ્ટ ચેક કર્યું ત્યાંજ તેણે જોયું કે જે દિવસે તે કમિશનરના ઘરે ગયો ત્યારે જે સમયે તે ત્યાં નીકળ્યો તેના પછી તરત જ કમિશનરે એ નંબર પર જ ફોન લગાવ્યો હતો, હવે દિગ્વિજયસિંહે ધીમે ધીમે એ તરફ વિચારી રહ્યો હતો. 


“સર આ નંબર તો પ્રાઈવેટ નંબર છે, આના માલિકનો કોઈ રેકોર્ડ જ નથી કે આ કોનો નંબર છે.” પાટીલે કહ્યું

“ઓકે પાટીલ તું આ ડાયરી વાંચ” દિગ્વિજયસિંહે લાલ ડાયરી આપતાં કહ્યું. 

“સર શું છે આ ડાયરીમાં ?” પાટીલે કહ્યું 

“એકવાર તું વાંચી લે ખબર પડી જશે.” દિગ્વિજયસિંહે કહ્યું 


પાટીલે ડાયરી હાથમાં લીધી અને વાંચવા લાગ્યો, તેણે ડાયરી વાંચી અને તે હસી પડ્યો, “સાહેબ આ સ્ટોરી તો બહુ મસ્ત છે, જો ખરેખર આવો કોઈ વ્યક્તિ હોત તો પોલીસને જરૂર ખબર હોય અને જે બાદશાહનું કહ્યું છે એને તો ચાર વર્ષ પહેલાં જોયો હતો ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ એ તેને નથી જોયો.” પાટીલે કહ્યું.

“પાટીલ આ ડાયરી મને કમિશનરે આપી હતી મને કહેતો હતો કે આ ખૂબ અગત્યનો કેસ છે આના માટે આપણા કેટલાય આૉફિસર મરી ગયા. સાલો હરામી સારું થયું મરી ગયો નહીં તો હું જ આ કમિશનરને ઠોકી દેત. દિગ્વિજયસિંહે ગુસ્સામાં આવતાં કહ્યું.

“પણ તેણે આવું કેમ કહ્યું ? ” પાટીલે કહ્યું.

“હવે ધીમે ધીમે બધી વાતો હું સમજી રહયો છું પાટીલ.” દિગ્વિજયસિંહે કહ્યું.

“મતલબ શું છે સાહેબ ? ” પાટીલે કહ્યું.

“પાટીલ આ કમિશનર બેઈમાન હતો, ગુનેગારોને રોકવા ના બદલે તેનો સાથ આપી રહ્યો હતો અને બદલામાં તેની પાસેથી પૈસા લઈ રહ્યો હતો. કેટલાય ગેરકાયદેસર કામોની જાણ હતી આને પણ તે ચૂપ રહ્યો અને પોતાનો ફાયદો કરાવતો રહ્યો. આ હુસેન જે ડ્રગ અને હથિયારોની હેરાફેરી કરતો એની પણ જાણ હશે અને આ હુસેન સાથે પણ મળેલો હશે અને જો હું ખોટું ના વિચારતો હોવ તો હુસેનના જ કોઈ દુશ્મને તેને મારી નાખ્યો અને કમિશનરને પૈસા આપ્યા. જેથી આ કેસ બંધ થઈ જાય અને કમિશનરે મને આ લાલ ડાયરીની વાતોમાં ફસાવીને હુસેનના કેસથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. હું આ વાર્તાના પાત્રોને જ શોધતો રહું અને હુસેનનો કેસ બંધ થઈ જાય. હવે એવું લાગે છે કે હુસેન અને કમિશનરનો કાતિલ એક જ છે કમિશનર એના માટે ખતરો ના બને એટલે તેને પણ મારીને સબૂત મિટાવવાનો પ્રયત્ન કર્યો છે.” દિગ્વિજયસિંહે કહ્યું. 

“વાહ સાહેબ તમે તો કેસ સોલ્વ કરી નાખ્યો.” પાટીલે ખુશ થતાં કહ્યું.


“નહીં પાટીલ હજી એ વ્યક્તિને શોધવાનો છે જેણે કમિશનરને પૈસા આપ્યા મારા મત પ્રમાણે એ જ અસલી કાતિલ છે.” દિગ્વિજયસિંહે કહ્યું.


હવે ફરી એક નવો વળાંક આવ્યો છે, શું ખરેખર હુસેન અને કમિશનરનો કાતિલ એક છે ? જો એવું હોય તો શૌર્ય એજ કમિશનરને માર્યા હોય ? શું દિગ્વિજયસિંહની આ ધારણા સાચી હતી કે પછી કોઈ નવું જ રહસ્ય છે ? શું લાલ ડાયરીમાં લખેલી વાતો એક ધારણા જ છે ? આ તો હવે સમય જ બતાવશે કે શું રહસ્ય છે આની પાછળ ?


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Thriller