કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૨૦
કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૨૦


(આગળના ભાગમાં જોયું કે એસ.પી.અને અર્જુનને શૌર્યના જેલમાં હોવાની ખબર પડે છે અને તે લોકો તરત જ ગોવાથી મુંબઈ આવવા નીકળી પડે છે. આ તરફ પ્રીતિને શૌર્યની ચિંતા થતી હોય છે પણ તે આ લાગણીને દોસ્તી નું નામ આપે છે પણ હકીકત કંઈક અલગ જ હોય છે. બીજી તરફ ઈન્સ્પેકટર પાવલે શૌર્યને સુનીતાની આત્મહત્યાના કેસમાં ફસાવવાનું કહે છે અને શૌર્ય આરામથી બેઠો હતો તેનાં ચહેરા પર તે ડરનો ભાવ જોવા માંગતો હતો. આ સમયે જ પોલીસ સ્ટેશનની બહાર કંઈક અવાજ આવે છે તો ચાલો જાણીએ શું થાય છે આગળ ?)
આમ અવાજથી ઈન્સ્પેકટર પાવલે થોડો બેચેન થાય છે. તે શૌર્ય સામે જુવે છે પણ એ તો આરામથી બેઠો હતો. ત્યાંજ પોલીસ સ્ટેશનનો દરવાજો ખૂલ્લે છે અને આઠ લોકો કાળા કલરનો યુનિફોર્મ પહેરેલો હોય અને બધાંના હાથમાં ગન હોય છે તે લોકો અંદર ઘૂસી આવે છે અને પોલીસ સ્ટેશનમાં બધાં ખૂણાં પર અને દરવાજા પાસે ગોઠવાય જાય છે. ફરીથીદરવાજો ખૂલ્લે છે. પાવલે તે તરફ જુવે છે, ત્યાંજ એસ.પી. અને અર્જુન અંદર દાખલ થાય છે તે પાવલેની સામે રાખેલ ખુરશી ઉપર બેસે છે અને અર્જુન એક કાગળ તેની ટેબલ પર મૂકે છે.
“આ રહયા આમની જમાનતના પેપર ” એસ.પી. શૌર્ય સામે ઇશારો કરતાં કહે છે.
“તું છે કોણ જે આમ હથિયારો સાથે પોલીસ સ્ટેશનમાં આવે છે !” પાવલે એ ધમકાવતાં કહ્યું.
“અવાજ નીચી રાખીને વાત કરો ઈન્સ્પેકટર અમારા સરને ઉંચી અવાજ પસંદ નથી.” અર્જુનએ કહ્યું
“ઓય તું મને સમજાવે છે !” પાવલે એ ઉભા થતાં કહ્યું.
તેણે જમાનતના પેપર લઈને ફાડી નાખ્યા અને કહ્યું, “આને જમાનત નહીં મળે કાલ સવાર થતાં સીધો કોર્ટમાં જશે ”
એસ.પી.એ તેનાં કપાળ પર હાથ મૂકયો અને કહ્યું, “હે ભગવાન ”
“શું થયું ભાઈ ?” અર્જુનએ કહ્યું
“આ કહે છે કે કાલે સરને કોર્ટેમાં લઈ જશે ”એસ.પી.એ નખરા કરતાં કહ્યું
“ભાઈ મજાક કરતો હશે. ” અર્જુનએ પણ એવા હાવભાવ સાથે જવાબ આપ્યો
“હું કંઈ મજાક નથી કરી રહ્યો.” પાવલે એ ગુસ્સે થતાં કહ્યું
S.P. એ તીક્ષ્ણ નજર સાથે પાવલેને જોવા લાગ્યો, પાવલેએ કહ્યું, “આમ શું જોવે છે કહ્યુને જમાનત નહીં મળે ! ”
S.P.એ ફોન બહાર કાઢીને નંબર ડાયલ કરીને કોઈકને ફોન લગાવ્યો, અને સામે વાળાએ ફોન ઉપાડ્યો એટલે એસ.પી.એ કહ્યું, “હા એસ.પી. બોલું છું, એ મારી સામે છે ”
ત્યારબાદ એસ.પી.એ ફોન પાવલે ને સામે લંબાવ્યો, પાવલેએ ફોન લીધો અને એસ.પી.ને કહેવા લાગ્યો, “શું ? કોને ફોન લગાવ્યો, બધી ખબર છે મને બધું આવડે છે આવું મને. ” આટલું કહીને તેણે ફોન કાન પાસે રાખ્યો અને થોડીવાર સામેની તરફથી કેટલીક વાતો થઈ અને પાવલે કંઈ બોલી ન શકયો, સામેથી ફોન કટ થઈ ગયો અને પાવલેનો ચહેરો પરસેવાથી રેબઝેબ થઈ ગયો તરત જ તેણે ફોન એસ.પી.ને આપ્યો અને ચાવી લઈને જેલ તરફ દોડયો અને તરત જ જેલનો દરવાજો ખોલીને શૌર્યને બહાર આવવા કહ્યું. શૌર્ય બહાર આવ્યો અને પાવલેની ખુરશ
ી પર જઈને બેઠો.
“સર મને માફ કરો હું તમને ઓળખી ન શકયો.” પાવલે શૌર્યના પગ પકડી લીધા અને બોલવા લાગ્યો.
“બસ બસ ઈન્સ્પેકટર સાહેબ આની કોઈ આવશ્યકતા નથી.” શૌર્યએ કહ્યું.પાવલે ઉભો થયો, શોર્ય એ કહ્યું, “તમારૂ નામ શું છે ? ઈન્સ્પેકટર સાહેબ.”
“સર પાવલે” પાવલેએ ધ્રુજતાં કહ્યું
“ઓહહ પાવલે બહુ સરસ નામ છે.” અર્જુનએ કહ્યું
“ઓ સરસ વાળી આવવામાં આટલો ટાઈમ કેમ લાગ્યો ? ” શૌર્યએ કહ્યું.
“સર અમને ખબર પડી કે તમે જેલમાં છો તરત જ અમે નીકળી ગયા હતા પણ આ તો ફલાઈટ થોડી મોડી પડી ” એસ.પી.એ કહ્યું
“શું મોડું થયું અરે ટાઈમ પર ના આવ્યા હોત તો ઈન્સ્પેકટર પાવલે તો મને છોડત નહીં, બહુ ખતરનાક ઈન્સ્પેકટર છે ” શૌર્ય પણ હવે નખરા કરીને કહેવા લાગ્યો
“સર પ્લીઝ મને માફ કરી દ્યો.” પાવલે હાથ જોડીને કગરવા લાગ્યો.
“પાવલે તુફાન ને કયારેય કેદ ન કરી શકાય.” અર્જુનએ કહ્યું
“અને તે તુફાનને કેદ કરવાની ભૂલ કરી છે એટલે તબાહી તો મચશે.”
એસ.પી.એ કહ્યું
“મને ખબર ન હતી તમે કોણ છો હવે કયારેય આવી ભૂલ નહીં કરી.” પાવલેએ કહ્યું
“હવે તું ભૂલ કરી પણ નહીં શકે, કારણ કે ભૂલ કરવા માટે તું જીવતો રહી તો તું ભૂલ કરીને.” શૌર્યએ કહ્યું
“ના સર પ્લીઝ એકવાર માફ કરી દ્યો.” પાવલેએ હાથ જોડતા કહ્યું.
“અચ્છા એસ.પી.નો ફોન કયાં લગાવ્યો હતો સેન્ટ્રલ કે ? ” શૌર્ય એ એસ.પી. સામે જોઈને કહ્યું
“સર આવા મચ્છર મારવા સેન્ટ્રલ જવાની કયાં જરૂર છે, આ તો ખાલી ચીફ મિનિસ્ટરને જ ફોન કર્યો હતો અને બાકીનું તેણે આને સમજાવી દીધુ.”એસ.પી.એ કહ્યું
“પાવલે તારી નોકરી તો ગઈ પણ હવે જીંદગી રહેશે કે નહીં એ થોડું મુશ્કેલ છે.” શૌર્યએ કહ્યું.
“સર મને એક અવસર આપો.” પાવલેએ કહ્યું
“એજ તો પ્રોબ્લેમ છે પાવલે કે કિંગ કયારે કોઈ અવસર નથી આપતો સીધી એકશન જ લે છે.” શૌર્યએ એસ.પી. તરફ હાથ લંબાવતા કહ્યું
એસ.પી.એ ગન કાઢીને શૌર્યને આપી, શૌર્ય એ ગન હાથમાં લીધી અને કહ્યું, “પણ હા હું તને નહીં મારુ પાવલે ”
“થેન્કયુ સર.” પાવલેએ ખુશ થતાં કહ્યું.
“અરે મે તને એમ કહ્યું કે હું તને નહીં મારું બાકી મરવાનું તો તારે છે ”
શૌર્યએ ગન પર હાથ ફેરવતા કહ્યું.
“સર તો આને કોણ મારશે હું કે એસ.પી. ?” અર્જુનએ કહ્યું
“પાગલ તો નથી થઈ ગયો ને અર્જુન ? એક ઈન્સ્પેકટરને આપડે થોડા મારી શકયે ” શૌર્યએ ગન ટેબલ પર મૂકતાં કહ્યું.
હવે ફરી એક નવો વળાંક આવ્યો આ સ્ટોરીમાં, શૌર્ય પાવલેને માફ પણ નહીં કરે અને મારશે પણ નહીં તો પાવલે ને કોણ મારશે ?
શું હુસેનને જેમ મારયો એમ કોઈ વ્યક્તિને લઈને આવશે શૌર્ય કે કંઈ નવું શસ્ત્ર છે તેની પાસે ?
જયારે પ્રીતિને ખબર પડી કે શૌર્ય બહાર ગયો એ ભી એની મદદ વગર ત્યારે શું થશે ?
ક્રમશઃ