Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Ashvin Kalsariya

Drama Action Crime


3  

Ashvin Kalsariya

Drama Action Crime


કિંગ- પાવર ઓફ એમ્પાયર 17

કિંગ- પાવર ઓફ એમ્પાયર 17

6 mins 338 6 mins 338

( આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય અને તેના મિત્રો ને સુનિતા ની આત્મહત્યા નું કારણ ખબર પડે છે અને ઘટનાસ્થળે રૉકી આવી પહોંચે છે અને સુનિતા ને બધાં ની નજરમાં બદનામ કરે છે અને ટોળાં ને વિખેરવા નો પ્રયત્ન કરે છે, શૌર્ય તેને નામર્દ કહી ને ઉશ્કેરે છે , શું પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ચાલો જાણીએ)


કોઈ એ તેને નામર્દ કહી ને સંબોધયો એ સાંભળીને રૉકી ગુસ્સે ભરાયો અને જે દિશામાંથી અવાજ આવ્યો એ બાજુ તે પલટયો.

“આમ નાર્મદ બનીને કોઈની ઈજ્જત ઉછાળવાનો બહુ શોખ છે ” શૌર્ય એ તેની નજીક જતાં કહ્યું .

“લાગે છે તારી ચસકી ગઈ છે જો સિંહ ના મોં મા હાથ નાખે છે ” રૉકી એ ગુસ્સે થતાં કહ્યું .

“સિંહ અને તું.... અરે આવા છ-સાત ચાપલૂસી કરનાર ને સાથે લઇને પોતાની જાતને સિંહ ન સમજ તારી ઔકાત ગલીના કૂતરાંથી વધારે નથી ” શૌર્ય એ હસતાં કહ્યું .

“મને મારી ઔકાત બતાવવા વાળો તું છે કોણ? ” રૉકી એ ગુસ્સામાં કહ્યું .

“નામ જાણીને તું શું કરી પણ હા એટલું જાણી લે જેને તું હમણાં બદનામ કરી રહ્યો હતો એ મને ભાઈ માનતી હતી. ” શૌર્ય એ કહ્યું .

“ઓહહ તો તું સુનિતા ની વાત કરે છે જો એ પ્રેગ્નેટ હતી એ મને ખબર છે પણ યાર આટલાં બધાં સાથે રાતો રંગીન કરી કોને ખબર કોનું પાપ એ મારા ગળે બાંધતી હતી. ” રૉકી એ કહ્યું .

“આમ પણ તારી બહેન તો એક વેશ્યા હતી ” રૉકી ના એક મિત્ર એ હસતાં હસતાં કહ્યું અને તે શૌર્ય પાસે ગયો અને તેણે શૌર્ય નો કૉલર પકડયો.

“અરે જવા દે નહીં તો બિચારો ડરી જશે ” રૉકી એ હસતાં હસતાં કહ્યું અને તેનાં મિત્રો પણ હસવાં લાગ્યા .

શૌર્ય એ પેલાનો હાથ પકડયો અને જોરથી દબાવ્યો એટલે તેની પકડ ઢીલી પડી અને શૌર્ય એ તેની છાતી પર જોરદાર મૂકકો માર્યો અને પેલો દૂર ધકેલાયો.

“આવા મારથી આને કંઈ ફરક નહીં પડે ” રૉકી એ કહ્યું અને તેણે તેના મિત્ર સામે જોયું તો તેના મોં માંથી લોહી નીકળતું હતું અને તે ત્યાં જ ઢળી પડ્યો.

“રૉકી વાર હું એકવાર જ કરું છું પણ બહૂ જોરદાર કરું છું ” શૌર્ય એ હાથ મક્કમ કરતાં કહ્યું .


પ્રીતિ, શ્રેયા અને અક્ષય તો શૌર્ય નું આ રૂપ ને જોઈ ને દંગ રહી ગયા .

“મારી સામે શું જોવો છો મારો આને ” રૉકી એ તેનાં મિત્રો ને કહ્યું .

એક એ હાથમાં હોકી લીધી અને તે શૌર્ય તરફ દોડયો ને તેનાં પર પ્રહાર કર્યો , શૌર્ય એ તેનો હાથ પકડીને જોરથી એક મુકકો માર્યા,તેનાં હાથમાંથી હોકી છૂટી ગઈ અને તે ત્યાં જ ઢળી પડ્યો ,હોકી નીચે પડે એ પહેલાં જ શૌર્ય એ તેને પકડી લીધી અને સામેથી આવતાં બે છોકરામાંથી એકનાં માથામાં જોરથી મારી અને પેલાં ના માથામાંથી લોહી નીકળવા લાગ્યું અને તે નીચે પડી ગયો, હોકી ના બે ટુકડા થઈ ગયા હતા એક ટુકડો દૂર જતો રહ્યો હતો અને એક શૌર્ય ના હાથમાં હતો, બીજો છોકરો શૌર્ય ને મારવા આવ્યો, શૌર્ય થોડો ઝુકયો અને હોકી નો ટૂકડો પેલા ના સાથળની આરપાર કરી દિધો, પેલાં એ જોરદાર ચીસ પાડી અને તે ત્યાં જ પડી ગયો.

ત્યાં ઉભેલા બધા જ લોકો આ જોતાં રહી ગયા આટલી ક્રૂરતાથી તો કોઈ ગેંગસ્ટર કે નિર્દય વ્યક્તિ જ પ્રહાર કરે, પ્રીતિ તો શૌર્ય ને આવી રીતે જોઈ ને ડરી ગઈ, પછી શૌર્ય ને ખ્યાલ આવ્યો કે આ તો કૉલેજ સ્ટુડન્ટ છે આ લોકો ને આવી રીતે મારવા યોગ્ય નથી, આ જોઈને તો રૉકી પરસેવા થી રેબઝેબ થઈ ગયો અને તેણે પાછળ જોયું તો તેના બધા મિત્રો ત્યાંથી ભાગી ગયા હતા.


શૌર્યએ રૉકીની કૉલર પકડી ને તેને ખેંચ્યો અને ઉપરાઉપરી ચાર-પાંચ મૂકકા તેના પેટમાં માર્યા અને તેનાં વાળ પકડી ને આમ તેમ જોયું અને ત્યાં રહેલાં એક થાંભલા પાસે લઈ ગયો અને રૉકીનું માથું થાંભલા સાથે ભટકાડયું, તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું. ત્યાં જ પોલીસની ગાડીનો અવાજ આવ્યો પ્રીતિ શૌર્ય તરફ દોડી અને તેને કહ્યું ,“બસ શૌર્ય હવે રહેવા દે પોલીસ પણ આવી ગઈ છે ”

“હું આને નહીં છોડું ” શૌર્ય એ રૉકી સામે જોતાં કહ્યું .

પોલીસની જીપ ત્યાં આવીને ઉભી રહી, તેમાંથી એક ઈન્સ્પેકટર નીચે ઉતર્યા, તેનાં શર્ટ ના બે બટન ખુલ્લા હતા અને મોં મા પાન હતું, તે થોડોક આગળ ચાલ્યો, ત્યાં એક બોર્ડ મારેલું હતું, “यह थूंकना मना है | ” તે ઈન્સ્પેકટર ત્યાં જઈને થૂંકયો.


“આ આત્મહત્યા અહીં જ થઈ છે ” તેણે પોતાની સાથે રહેલાં હવાલદાર ને કહ્યું .

“હા સાહેબ એક છોકરી એ કરી છે આત્મહત્યા ” હવાલદાર એ કહ્યું .

“સાલું સવાર સવારમાં કયાં હરામી નું મોઢું જોયું હતું કે આવો કેસ મારા ગળે પડયો ” તેણે મોઢું બગાડતા કહ્યું .

“સવારમાં તો તે તારું જ મોઢું જોયું હશે કારણ કે તારા થી મોટો હરામી તો કોઈ નથી ” હવાલદાર એ બબડતા કહ્યું .

ઈન્સ્પેકટર નું ધ્યાન રૉકી પર પડયું અને તે તરત જ રૉકી પાસે ગયો.

“અરે રૉકીબાબા તમે અહીં અને તમારી આ હાલત.... ”

રૉકી એ ગુસ્સામાં શૌર્ય તરફ ઈશારો કર્યો, પ્રીતિ શૌર્ય ને સમજાવી રહી હતી .

“ધ્યાન થી સાંભળ પાવલે આને કોઈ પણ કેસમાં ફસાવી ને અંદર કરી દે સમજયો ” રૉકી એ તેનો કૉલર પકડતાં કહ્યું .

“અરે રૉકીબાબા તમે ચિંતા ના કરો , તમે આરામ થી ઘરે જાવ આની ચિંતા ના કરો, હું નોકર સરકાર નો છું પણ પગાર તો તમારા પિતાજી આપે છે ” ઈન્સ્પેકટર પાવલે એ ચાપલૂસી કરતાં કહ્યું .

તેણે હવાલદાર ને કહ્યું કે તે રૉકી ને ઘર સુધી પહોંચાડી દે અને રૉકી ત્યાંથી નીકળી ગયો, પાવલે શૌર્ય પાસે પહોંચ્યો અને કહ્યું, “ઓહ તો તું છે જે કૉલેજ કેમ્પસમાં ગુંડાગીરી કરે છે.”

“ના સર જરૂર તમને કોઈ ભૂલ થઈ હશે ” શૌર્ય એ શાંત પડતાં કહ્યું .

“મતલબ તું કહેવા માંગે છે કે હું ખોટું બોલું છું હું અહી ટાઈમપાસ કરવા આવ્યો છું. ” પાવલે એ ગુસ્સામાં કહ્યું .

“ના સર એવું નથી ” શૌર્ય એ કહ્યું

“એક તો એમ એલ એ રવિ યાદવજી ના છોકરાં ને માર્યા અને મને સમજાવે છે ” ઈન્સ્પેકટર પાવલે એ કહ્યું .

શૌર્ય સમજી ગયો કે આ રવિ યાદવ નું પાય્દું છે, પ્રીતિ આગળ આવીને અને કહ્યું, “તેમાં ભૂલ રૉકી ની છે તેને કારણે એક છોકરી એ આત્મહત્યા કરી, તમારે તેને અરેસ્ટ કરવો જોઈએ ”

“ઓ મેડમ મને મારી ડયૂટી ના સમજાવો ” પાવલે એ કહ્યું .

“પણ અમારી પાસે સબૂત છે ” પ્રીતિ એ ચિઠ્ઠી આગળ કરતાં કહ્યું .


ઈન્સ્પેકટર પાવલે એ ચિઠ્ઠી ખિસ્સામાં નાખી અને કહ્યું, “એ હું મારી રીતે તપાસ કરીશ, અત્યારે તું મારી સાથે પોલીસ સ્ટેશન ચાલ ” તેણે શૌર્ય નો હાથ પકડીને કહ્યું .

થોડીવાર માટે તો શૌર્ય ને ગુસ્સો આવ્યો પણ પછી તે શાંત થઈ ગયો કારણ કે તે આગળ બીજું કંઈ વધારવા માંગતો ન હતો. અને શૌર્ય ને ખબર હતી તે લાંબો સમય જેલમાં રહેવાનો પણ નથી.

“પણ સર.... ” પ્રીતિ બોલવા જતી હતી ત્યાં જ શૌર્ય એ તેની અટકાવી અને કંઈ ન બોલવા માટે કહ્યું .

ઈન્સ્પેકટર પાવલે એ શૌર્ય ને જીપમાં બેસાડયો અને ત્યાં થી નીકળી ગયો.


પરિસ્થિતિ હવે ગંભીર બની ચૂકી હતી , શું શૌર્ય જેલમાંથી બહાર નીકળી શકશે? , શું પ્રીતિ શૌર્યને બહાર લાવવા માટે પ્રયત્ન કરશે?  શું એસ પી અને અર્જુનને આ વાતની ખબર પડશે? , શું રવિ યાદવ પોતાના દિકરા સાથે થયેલી ઘટના બદલ શૌર્યને ફસાવવાનો પ્રયત્ન કરશે? 


ક્રમશઃRate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Drama