કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૧૫
કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૧૫
(આગળના ભાગમાં જોયું કે કમિશનર આર.જે.મિશ્રા દિગ્વિજયસિંહને ઘરે બોલાવે છે અને તેની પાસે રહેલી લાલ ડાયરીમાં રહેલું વિરાટનું રહસ્ય ખોલે છે અને તે વિરાટને કમજોર કરવા બાદશાહને મારવાનું કહે છે અને દિગ્વિજયસિંહ તેની વાત માને છે અને ડાયરી લઇને ત્યાંથી જતો રહે છે)
એસ.પી. ગોવામાં હોટલમાં પોત પોતાની રૂમમાં બેઠો હતો, ત્યાં જ ત્રિશા હાથમાં બે વાઈનના ગ્લાસ લઈને આવે છે અને તે બનેં વાઈન પીવે છે, ત્રિશા એ એસ.પી. તરફ જોયું તો એ વિચારોમાં ડુબેલો હતો તે સમજી ગઇ કે તે શું વિચારી રહ્યો હતો,
“હવે શૌર્યનું આટલું ટેન્શન પણ ન લે ” ત્રિશાએ વાઈન પીતાં કહ્યું.
“અરે હું એનાં વિશે નથી વિચારતો ” એસ.પી.એ કહ્યું.
“અચ્છા એવું હોય તો તે મારા પર નજર જ ન નાખી.” ત્રિશાએ કહ્યું
એસ.પી.એ તેની સામે જોયું એકદમ શોર્ટ કપડાંમાં ત્રિશાના ઉભરા દેખાય રહ્યા હતા અને તે એસ.પી.ને ઉતેજીત કરવા કાફી હતાં. એસ.પી. તેનો ઈશારો સમજી ગયો અને તેણે ત્રિશાને પોતાની તરફ ખેંચી અને પોતાના હોઠ તેનાં હોઠપર મૂકી દીધા. ધીમે ધીમે એસ.પી.ત્રિશાના શરીર પરના આવરણ હટાવતો ગયો અને તેને પલંગ પર લઈ ગયો. થોડી વાર મા તે બનેં નિર્વસ્ત્ર થઈ ગયાં અને એકબીજાને તૃપ્ત કરવામાં કોણ પહેલાં તૃપ્ત કરે એની હરીફાઈમાં લાગી ગયા. લગભગ બે કલાક પછી પરસેવાથી રેબઝેબ થઈને ચાદરનું આવરણ કરીને એકબીજાને વળગી ને સૂઈ ગયાં.
આ તરફ શૌર્ય પોતાની બાલ્કનીમાં ઊભો ઊભો કૉફીના ઘૂંટ ભરી રહ્યો હતો અને તે ખુલ્લા આકાશ તરફ જોઈ રહ્યો હતો, અને કેટલીક જુની યાદોને વાગોળી રહ્યો હતો. કૉફી પૂરી કરીને તે રૂમ પ્રવેશ્યો અને કૉફીનો મગ ટેબલ પર મૂકયો અને તેનો કબાટ ખોલ્યો અને તેની અંદર રહેલાં એક નાનાં ખાનામાંથી એક આલ્બમ બહાર કાઢયો અને ધીમે ધીમે તેને જોવા લાગ્યો. તેની કેટલીક જુની યાદો તાજી થઈ રહી હતી અને તેનાં ચહેરા પર સ્મિત ફરી વળ્યું. પણ અચાનક અમુક ફોટાં જોઈને તેનાં ચહેરા પરનું સ્મિત અદ્રશ્ય થઈ ગયું અને તે ગુસ્સામાં આવી ગયો અને તેણે આલ્બમ બંધ કરીને ફરીથી ખાનામાં મૂકયો. અને ગુસ્સામાં જ કબાટનો દરવાજો જોરદાર અવાજ સાથે બંધ કર્યો. પોતાના પલંગ પર જઈને સૂઈ ગયો. કયારે એનો ગુસ્સો આંસુંમાં પરિવર્તિત થઇ ગયો તેને ખબર પણ ન રહી અને તે ઊંઘી ગયો.
બીજા દિવસે શૌર્ય ઉઠયો અને દરરોજની જેમ તૈયાર થઈને નીચે હૉલમાં જઈને ન્યૂઝ પેપર વાંચવા લાગ્યો, કેડબરી પણ દરરોજની જેમ શૌર્ય માટે કૉફી લઈને આવ્યો અને શૌર્ય કૉફી પૂરી કરીને કેડબરીને બાય કહી ને જતો રહ્યો. આજે શૌર્યએ બોડીગાર્ડને સાથે આવવાની ના પાડી અને તેને બીજું કામ સોંપીને આજે તે લોકો સાથે નહીં રહે એ વાતથી ખુશ થઈને તે કૉલેજ તરફ જવા લાગ્યો. પણ તેને કયાં ખબર હતી કે તેની ખુશી બહુ જલ્દી દુઃખમાં પરિવર્તન થશે.
શૌર્ય કૉલેજ પહોંચ્યો અને તેની ગાડી પાર્કિંગમાં મૂકી ને આગળ વધ્યો, આજે તે થોડો વહેલો પહોં
ચી ગયો હતો એટલે અક્ષય, શ્રેયા અને પ્રીતિ નહીં આવ્યા હોય એમ માનીને આગળ વધી રહ્યો હતો. ત્યાં જ અચાનક એક અવાજ આવ્યો અને શૌર્ય તરત જ પાછળ તરફ જોયું ત્યાં તો એક ટોળું ત્યાં ઉભું થઈ ગયું હતું. આજુબાજુના બધાં લોકો પણ તે તરફ દોડીને જઈ રહ્યાં હતાં અને કેટલાક કહી રહ્યાં હતાં કે એ “તે છોકરી ઉપરથી નીચે પડી.” શૌર્યને પણ થયું તે બાજુ એકવાર જવું પડશે અને તે એ બાજુ ગયો, ટોળાંમાં વાતો કરી રહ્યા હતા “બિચારી આત્મહત્યા કરી લીધી,” શૌર્ય ટોળાંમાં પ્રવેશીને આગળ વધ્યો અને જયારે આગળ જઈને જોયું તો એ દશ્ય જોઈને સત્બધ થઈ ગયો. થોડી વાર તે મૌન થઈ ગયો, શું કરવું એ સમજી જ ન શકયો !
શૌર્યની સામે અત્યારે સુનીતા લોહીથી લથપથ થઈ ગયેલી હાલતમાં પડી હતી. શૌર્ય તરત જ તેની પાસે ગયો અને તેનું માથું ખોળામાં લીધું તેણે જોયું તો સુનિતાની શ્ચાસ ચાલુ હતી. તરત જ શૌર્યએ એમ્બ્યુલન્સને ફોન કરવા કહ્યું. ટોળામાંથી કોઈક એ એમ્બ્યુલન્સને ફોન કર્યો અને કહ્યું કે એમ્બ્યુલન્સ દસ મિનિટમાં આવી રહી છે. શૌર્યાએ જોયું તો સુનિતા એ ધીમે ધીમે પોતાની આંખો ખોલી હતી શૌર્યને સામે જોઈને તેનાં ચહેરા એક સ્મિત આવ્યું.
“શૌર્ય તે મને લાગણીનો સાચો મતલબ સમજાવ્યો પણ મારી કિસ્મત ખરાબ હતી એટલે મારે આ કદમ ઉઠાવવો પડયો, મને માફ કરી દેજે.” સુનીતા એ કણસતાં અવાજે કહ્યું
“તને કંઈ નહીં થાય સુનીતા એમ્બ્યુલન્સ આવે જ છે ” શૌર્યએ કહ્યું
પણ અચનાક જ તેની આંખો બંધ થઈ ગઈ અને શ્ચાસ થંભી ગયો.શૌર્ય જોરથી એક ત્રાડ નાખી, “નહીં...... ”
પ્રીતિ, શ્રેયા અને અક્ષય ત્યાં આવી પહોંચ્યા. તેણે જોયું તો શૌર્ય સુનિતા માથું ખોળામાં રાખીને બેઠો હતો, ટોળાંમાં ઊભેલા વ્યક્તિની વાતો પરથી જ પ્રીતિ, શ્રેયા અને અક્ષય સમજી ગયાં હતાં કે સુનીતાએ આત્મહત્યા કરી હતી. પ્રીતિ શૌર્ય પાસે ગઈ અને તેનાં ખભા પર હાથ મૂકયો અને તેને સાંત્વના આપી. ત્યાં જ એમ્બ્યુલન્સ આવી અને તે સુનિતાની ડેડબૉડીને લઇ જતાં હતાં. સુનિતાનો હાથ સટ્રેચરની બહાર હતો એટલે શૌર્યએ તેને રોકયાં અને સુનીતાના હાથને અંદરની તરફ વ્યવસ્થિત કર્યો. ત્યાં જ તેનાં હાથમાં રહેલ ચિઠ્ઠી પર શૌર્યની નજર પડી. શૌર્યએ તે ચિઠ્ઠી લઈ લીધી અને તે લોકો સુનિતાની ડેડબૉડી એમ્બ્યુલન્સમાં મૂકીને ત્યાંથી નિકળી ગયાં. આ વાતની જાણ સુનીતાના ઘરે પણ કરવામાં આવી.
શૌર્ય એ ચિઠ્ઠી ને ખોલી તેમાં અમુક જગ્યાએ સુનીતાના લોહીના દાગ પણ હતાં, શૌર્ય એ આખી ચિઠ્ઠી વાંચી અને હવે તે ગુસ્સામાં આવી ગયો. ફરી એજ ગુસ્સો અને જોશ ચડયો જે હુસૈનને મારવા સમયે હતો. પ્રીતિ, શ્રેયા અને અક્ષય સમજી ગયાં કે શૌર્ય ગુસ્સે થયો પણ શા માટે એ તે ન સમજયા.
આખરે તો એવું શું હતું એ ચિઠ્ઠીમાં ? જેને વાંચી ને શૌર્ય ફરી કિંગ બનવા મજબૂર થયો.
સુનિતાની આત્મહત્યાનું કારણ શું હતું ?
ક્રમશ: