કિંગ-પાવર ઓફ એમ્પાયર-૧૦
કિંગ-પાવર ઓફ એમ્પાયર-૧૦
(આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ કે જેણે આજ સુધી કોઈ કેસ અધૂરો નથી છોડયો તે શૌર્ય દ્વારા કરાયેલા હુમલાની તપાસ કરે છે. તેને કોઈ એવું સબૂત તો નથી મળતું પણ તે મનથી નિશ્ચય કરે છે, કે તે આ કેસને કોઈ પણ ભોગે ઉકેલીને રહેશે મુંબઈમાં આવ્યા બાદ આ તેનો પહેલો કેસ હતો એટલે તે વધારે મકકમ થઈ ગયો હતો.)
શૌર્ય પોતાના રૂમમાં પલંગ પર બેઠો હતો, શૌર્યનો રૂમ પણ કોઈ રાજાના કક્ષથી કમ ન હતો. વિશાળ રૂમમાં એક તરફ વિશાળ પલંગ હતો. તેની સામે સફેદ કલરનું ટેબલ અને ચાર સફેદ ખુરશી હતી. અને તેની સામે જ બાલ્કનીમાં જવાનો રસ્તો હતો. પલંગની એક તરફ દરવાજાની લાઈન હતી. તેમાં શૌર્યના કપડાં અને તેની બધી વસ્તુનો સંગ્રહ થતો. બીજી બાજુ એક ગોળ કબાટ જેવી રચના હતી. જેમાં અવનવા પુસ્તકોનો સંગ્રહ હતો.બાલ્કનીના દરવાજાથી થોડે દૂર એક બીજો દરવાજો હતો. જે બાથરૂમમાં ખૂલતો હતો અને રૂમમાં આવવા એક વિશાળ પ્રવેશદ્વાર હતો.
શૌર્ય પલંગ પર બેઠો બેઠો લેપટોપમાં ફેસબુકની અંદર પ્રીતિનું એકાઉન્ટ ખોલીને તેના વિશે માહિતી મેળવી રહ્યો હતો, તેની પસંદ નાપસંદને તે જોઈ રહ્યો હતો. ત્યાં જ એસ.પી. અને અર્જુન બને અંદર આવ્યા. શૌર્યએ તરત જ લેપટોપની સ્ક્રીન નીચે નમાવીને બાજુમાં મૂકી દીધું.
“તમે બન્ને આ સમયે અહીં ? ” શૌર્યએ પૂછયું
“હા સર એક્ચુલી બક્ષી સરનો કૉલ હતો. એ બહુ જલ્દી ઈન્ડિયા આવવાનાં છે.” અર્જૂનએ જવાબ આપતા કહ્યું
“બક્ષી અંકલનો ફોન હતો, મને કહેવાય હું પણ તેમની સાથે વાત કરી લેત અત્યારે.” શૌર્યએ ઉત્સુકતા બતાવતાં કહ્યું.
“સર તેમણે ના પાડી કે અત્યારે તમને પરેશાન ન કરી એ.” એસ.પી.એ કહ્યું.
“અચ્છા એ પણ છે.” શૌર્યએ કહ્યું.
“ઓકે સર ગુડનાઈટ.” એસ.પી.એ કહ્યું.
“એક મિનિટ એક સવાલ હતો મારે.” શૌર્યએ કહ્યું.
એસ.પી. અને અર્જુન આ સાંભળીને એકબીજાની સામે જોવા લાગ્યા.
“હા સર શું થયું ?” અર્જુનએ કહ્યું.
“ધારો કે કોઈ છોકરી બહુ નખરાળી હોય અને થોડી ઘમંડી પણ હોય અને જો તેનું દિલ જીતવું હોય તો...” શૌર્યએ આમતેમ નજર ફેરવતાં કહ્યું.
“દિલ જીતવું… એ પણ છોકરીનું... એ પણ તમારે... ” અર્જુનએ હસતાં કહ્યું.
“આમાં હસવાનું શું છે ? ” શૌર્યએ મોં ફુલાવતાં કહ્યું.
“સાચી વાત છે અર્જુન, આમાં હસવાનું કયાં છે ? આતો ગંભીર વાત છે, મને લાગે સરની તબિયત ખરાબ છે.” એસ.પી.એ કહ્યું.
“અરે તમે .. ” શૌર્યએ અકળાતાં કહ્યું.
“સર તમને છોકરીઓથી એલર્જી છે. એટલે તમે આવું પૂછો તો...” એસ.પી.એ કહ્યું.
“મેં ખાલી જાણ માટે જ પૂછયું તમારે ન કહેવું હોય તો કંઈ નહીં.” શૌર્યએ કહ્યું.
“ઓકે સર કહીએ છીએ,” અર્જૂનએ ખુરશી લઈને પલંગ પાસે મૂકતાં કહ્યું.
“જો છોકરી ઘંમડી છે, તો એને ઇગ્નોર કરો એટલે એ અકળાય જશે.” અર્જુનએ કહ્યું.
“આવું કરશો એટલે તે તમારી સાથે વાત કરવા તલપાપડ થશે, અને ત્યારે તમે તેની સાથે વાત કરશો એટલે એ થોડી શાંત પણ થશે અને તમારા માટે એનાં દિલમાં... ” એસ.પી. બોલતો હતો.
શૌર્ય પોતાના વિચારોમાં ખોવાઈ ગયો, એસ.પી.અને અર્જુન એકબીજા સામે જોઈને હસ્યા.એસ.પી.એ હાથ વડે તેમને હલાવતાં કહ્યું
“સર...” એસ.પી.એ કહ્યું.
“કોણ છે એ કિસ્મત વાળી, જેની પર તમારું દિલ આવી ગયું.” અર્જુનએ કહ્યું.
“કોઈ નથી આ તો હું ખાલી આમજ પૂછતો હતો. આ તો કયારેક આવાં જ્ઞાનની જરૂર પડે." શૌર્યએ હસતાં કહ્યું.
“અચ્છા પણ તમે કારણ વગર કોઈ કામ નથી કરતાં, અને કંઈ પૂછતાં નથી તો... ” એસ.પી.એ ત્રાંસી નજરે જોતાં કહ્યું.
“મારું છોડો તમારી બહુ ફરીયાદ છે હમણાં.” શૌર્યએ કહ્યું
“મતલબ ? ” એસ.પી.અને અર્જુન એક સાથે બોલ્યા
“મતલબ એ કે તમે બનેં ના તો તમારી ગર્લફ્રેન્ડને મેસેજ કરો છો ના તો કૉલ રિસીવ કરો છો” શૌર્યએ આંખો નાની કરીને કહ્યું.
“સ.. ર... તમને કોણે કહ્યું ” એસ.પી.એ લથડાતાં અવાજે કહ્યું.
“એ બન્ને તમારી ગર્લફ્રેન્ડ તો છે, સાથે મારી ફ્રેન્ડ પણ છે, મને તેનો કૉલ આવ્યો હતો. તમારી ફરીયાદ કરી છે એ બન્નેએ.” શૌર્યએ કહ્યું.
“સર એ તો....” અર્જુન બોલવા ગયો
“મારે તમારા કોઈ કારણ નહીં સાંભળવા. એક અઠવાડિયા માટે તમે બનેં આરામ કરો તેની સાથે બહાર જાવ યાર.” શૌર્યએ હસતાં કહ્યું
“સર એમાં આટલાં દિવસની શું જરૂર ” એસ.પી. એ સીરીયસ થતાં કહ્યું.
“આ નિર્ણય તે બનેંનો નહીં મારો છે. અને હું તમારી મંજૂરી નથી માંગતો મારો નિર્ણય કહું છું. અને આ લો.... ” શૌર્યએ ટેબલ પર પડેલ સફદ કવર આપતાં કહ્યું.
“આ શું છે ? ” એસ.પી.એ કવર હાથ મા લેતાં કહ્યું
“કાલ સવારની તમારી ચારેયની ગોવાની ટિકિટ છે હવે કંઈ પણ દલીલ કયૉ વગર...” શૌર્ય એ કહ્યું
“પણ સર... ” એસ.પી.એ કહ્યું.
“યાર હદ છે હવે તમે બનેં પણ થોડું સમજો.” શૌર્યએ અકળાતાં કહ્યું.
“ઓકે સર અમે કાલ નીકળશું પણ એક શરત છે. જો અહીં કંઈ પણ પ્રોબ્લેમ થઈ તો અમે તરત જ પાછાં આવશું.” એસ.પી.એ કહ્યું
“ઓકે એવું થશે તો હું કહીશ.” શૌર્યએ કહ્યું.
“ઓકે ગુડ નાઈટ સર હવે અમે લોકો ઘરે જઈએ.”એસ.પી.એ કહ્યું.
તે બનેં રૂમની બહાર ગયાં, શૌર્ય એ લેપટોપ લીધું અને સ્ક્રીન જોઈ તો પ્રીતિનો ફોટો દેખાયો થોડો સમય તે જોઈ રહ્યો. અને પછી લેપટોપ બંધ કરી અને રૂમની લાઈટ બંધ કરીને સૂઈ ગયો.
બીજે દિવસે સવારે આઠ વાગ્યે એસ.પી. રૂમમાં પ્રવેશ્યો તેણે જોયું તો શૌર્ય સૂઈ રહ્યો હતો. એસ.પી.એ ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી ને ટેબલ પર મૂકીને અને થોડી વાર શૌર્ય સામેજ જોઈને તેને સરખી રીતે ચાદર ઓઢાડીને જતો રહ્યો.
એસ.પી.નું મન ગોવા જવા તૈયાર ન હતું. પણ શૌર્ય એ કહ્યું. આ રીતે શૌર્યને આવાં સમય પર એકલો છોડીને જવામાં તે તૈયાર ન હતાં. બીજી તરફ શૌર્ય પ્રીતિ વિશે માહિતી મેળવી રહ્યો હતો. શું ખરેખર તે તેનાં તરફ આકર્ષયો હતો કે આ પણ તેની કોઈ યોજના હતી ? એકબાજુ દિગ્વિજયસિંહ પણ મુસીબત બનવાનો હતો.
આખરે 'કિંગ ઇન્ડસ્ટ્રીઝ' હકીકતમાં શું હતું ? એ પણ એક પ્રશ્ન હતો.
શું ખરેખર શૌર્ય પ્રીતિને પ્રેમ કરશે ?
શું દિગ્વિજયસિંહ હકીકતમાં શૌર્ય સુધી પહોંચી જશે ?
જોઈએ આગળના ભાગમાં, વાંચતાં રહો કિંગ- પાવર ઓફ એમ્પાયર.