STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

કીર્તિને કાળ ન ખાય

કીર્તિને કાળ ન ખાય

1 min
614


એક સમે તમામ દરબાર ભરાઇને બેઠી હતી, એટલામાં એક કવી દરબારમાં દાખલ થઇ આ પ્રમાણે બોલ્યો,

દોહરો

કહા ન અબલા કર શકે, કહા ન સીંધુ સમાય;

કહા ન પાવકમેં જળે, કહા કાળ નવ ખાય.

હવે આનો શો જવાબ આપવો તેના વિચારમાં તમામ દરબાર પડી ગઇ. આ જોઇ બીરબલે જવાબ આપ્યો કે,

સુત નહીં અબલા કર સકે, મન નહીં સીંધુ સમાય,

ધર્મ ન પાવકમેં જલે, કીર્ત કાળ નવ ખાય.

આ દોહરો સાંભળી શાહ દરબારીઓ આનંદ પામ્યા. તે કવિ પણ ખુશી થયો. બાદશાહે બંનેને ઇનામ આપ્યા. ઘણો ખુશી થયો.


Rate this content
Log in

Similar gujarati story from Classics