Shaimee Oza lafz

Inspirational Others Children

3  

Shaimee Oza lafz

Inspirational Others Children

ખુશીઓએ દીધી દસ્તક

ખુશીઓએ દીધી દસ્તક

2 mins
174


જીવનમાં સંઘર્ષ ચાલતો હોય, બધી જ બાજુથી દરવાજા બંધ થઈ ગયા હોય. કોઈ જ રસ્તો ન મળતો હોય ત્યારે અચાનક ખુશીઓ લોટરી રુપે મળે છે તો એનો આનંદ અપાર હોય છે,

ઋષિ બહુ મહેનતી છોકરો હતો, બહુ મહેનત કરી પછી સફળતા મળવાની જગ્યાએ નિષ્ફળતા મળતી રહી, સતત મળતી નિષ્ફળતાએ તેને નિરાશ કરી નાંખેલો, સૌ વિદ્યાર્થીઓ આનંદ કરી રહેલા.

પણ ઋષિ ઉદાસ રહેતો, મનથી સતત હારેલો હતો. ક્લાસમાં સૌ વિદ્યાર્થીઓ ખુશ હોય તે ન દેખાય પરંતુ કોઈ સતત ઉદાસ રહેતું હોય, તેની તરફ ધ્યાન દોરાય સૌનું એ સ્વભાવિક છે.

ક્લાસપુરો થઈ ગયો, ક્લાસટીચરે ઋષિને ઓફિસમાં બોલાવવા માટે એક અજાણ્યા વિદ્યાર્થીને આદેશ કર્યો.

ઋષી ધ્રુજતા અવાજે રજા લઈ ઓફિસમાં આવ્યો.

"મે. . . આઈ. . . કમ. . . ઈન. . . મેડમ. . .

કંઈ. . . કામ. . . હતું. . . મારું. . . . "ઋષિ મસ્તક ઝૂકાવી ડરતાં અવાજે પૂછ્યું.

"યશ. . . કમ ઈન. . . . "કેયા ટીચરે કહ્યું,

ઋષિ બચ્ચા હું જોવું છું કે તું કોઈ સમસ્યાથી પિડાઈ રહ્યો છે.

ઋષિએ સમાજિક કંડિશન જણાવી. મેડમે તેની ઉપર ખાનગી ધ્યાન રાખવાનું શરૂ કર્યું, તેનું નિરિક્ષણ શરૂ કર્યું. મેડમે ઋષી ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું. મેડમને ઋષિની જે કલા હતી એની ખબર પડી.

આમને આમ એક વર્ષ ગયું. ઋષિના વર્તનમાં ફેરફાર જોઈ કેયા મેડમની ખુશીનો કોઈ પાર રહ્યો નહીં. . .

ઋષિમાં પેઈન્ટિંગ થકી માણસ અને પ્રકૃતિને જીવંત કરતો.

મેડમે તેના ચિત્રોને એકાએક સોશિયલ મિડિયા પર વાયરલ કર્યા. ઋષિની તો જાણે એકાએક જિંદગી જ બદલાઈ ગઈ, આમ ઋષિ નિરાશ જીવનમાં "એક દસ્તક ખુશીની" થઈને ઋષિ ઝીરોમાંથી હીરો થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational