STORYMIRROR

Raj Nakum ( ઘાયલ )

Inspirational Others

3  

Raj Nakum ( ઘાયલ )

Inspirational Others

ખુશીનું દવાખાનું - ૮

ખુશીનું દવાખાનું - ૮

2 mins
28.6K


પાછળ ખુશીનીમાં લક્ષમણના રોવાના અવાજથી એની ઊંઘ ઊડી જાય છે અને રાજ અને લક્ષમણના વચ્ચેની વાત સાંભળે છે. સવારના પાંચ વાગ્યા હશે. લક્ષમણ નીચે સૂતો હતો રાજ ખુરશી પર બેઠો હતો અને તે ઉઠીને ખુશીને ફરીથી એક બીજો બાટલો ચડાવાની રાહ જોવે છે. થોડીવારમાં જ બાટલો પૂરો થતાં તેને ચડાવીને ફરી ખુરશી પર બેસે છે.

"સાહેબ..." લક્ષમણ ઉઠી ગયો હોય છે રાજને એક નાનું એવું ઝોકું આવી ગયું હોય છે અને તે સફાળો ઉભો થઇ જાય છે.

"હા શું થયું લક્ષમણ..." રાજ બોલે છે.

"કંઈ નહિ સાહેબ સવારના આઠ વાગ્યા એટલે ખુશીની મા કહે સાહેબને ઉઠાડી દો જેથી તે પણ ચા - પાણી પીતા આવે." લક્ષમણ બોલ્યો.

રાજ ખુશીને ચડી રહેલ બાટલા પર એક નજર કરે છે અને તે પૂરો થઈ ગયો હોવાની તૈયારીમાં હોય છે અને તે બદલવા જાય છે ત્યાં જ પાછળથી અવાજ આવે છે.

"સર, હું કરી આપું છું તમે જાવ." સવાર સવારમાં કોયલ બોલી હોય એવા અવાજે દીપિકા એ રાજને કહ્યું.

"ઠીક છે હું અને લક્ષમણ નાસ્તો કરીને આવીએ છીએ અને રેખાબેન માટે પણ લેતા આવીએ છીએ." રાજ રેખાબેન સામે જોઇને કહે છે.

"ના સાહેબ મારે કઈ પણ નથી ખાવું." રેખાબેન તરત જ બોલ્યા.

"ના બેન તમે નાસ્તો કરી લ્યો બધું ઠીક થઈ જશે." રાજ તેને આશ આપતા કહે છે. લક્ષમણ અને રાજ બન્ને બહાર સામેની બાજુ ચાની દુકાન પાસે જાય છે.

"સર, રાતના અહીંયા જ છે...? " દીપિકા ખુશીને બાટલો ચડાવતા રેખાબેને પૂછે છે.

"હા, ડોક્ટર સાહેબ તો રાતના બે વાગ્યાના અહીંયા જ છે." રેખાબેન ઉત્તર આપે છે.

થોડીવારમાં રાજ અને લક્ષમણ નાસ્તો કરીને આવી જાય છે અને રેખાબેનને માટે લઈ આવેલ નાસ્તો આપે છે. પછી થોડીવાર ત્યાંજ બધાં બેસે છે. ત્યાં તો નવ વાગી ગયા હોય છે અને દર્દીઓ આવવાનું શરૂ થઈ જાય છે.

"દીપિકા તું આજે અહીંયા જ રે હું બધા દર્દીને ચેકઅપ કરી લઈશ ઠીક છે?" રાજ દીપિકા સામું જોતા તેને કહે છે.

"હમમમ... ઓકે સર..." દીપિકા કહે છે.

બપોરના બાર વાગી ગયા હોય છે. બધા જ દર્દીની તપાસ રાજ કરી લે છે. આજે તે ઘરે નહીં હોવાથી ટિફિન આવ્યું ન હતું. તેથી તે ઓફીસમાં બેઠો હતો. દીપિકાને ખ્યાલ આવી ગયો કે આજે રાજનું ટિફિન નહિ આવ્યું હોય તેથી તે ઓફીસમાં આવે છે.

"સર ચાલો જમવા." રાજ તરફ જોઈને દીપિકા બોલે છે.

"પણ મારું તો ટિફિન આવ્યું નથી..." અને રાજ ચોખવટ કરી દે છે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Inspirational