કેરિયર
કેરિયર


ડો શરદ અને ડો સુષ્માનો એકનો એક દીકરો એટલે ભગીરથ. દેખાવડો ઊંચો અને હોશિયાર પણ ખરો. બારમી પાસ કરી. એટલે કેરિયર વાત આવી બંને ડોક્ટર દંપતીને દીકરાને ડોક્ટર બનાવવો હતો. પણ ખડતલ ભગીરથને બાસ્કેટ બોલમાં રસ હતો. ઘણી ટુર્નામેન્ટ માં પણ એ જઈ આવ્યો હતો. સ્ટેટ લેવલે પણ રમી ચૂક્યો હતો.પણ માં બાપનું માનવું હતું કે બાસ્કેટ બોલ શોખ છે, કેરિયર નહીં. એમની ઈચ્છા કે દીકરો ડોક્ટર બને.
ભગીરથે મા બાપની ઈચ્છા સામે પોતાની ઈચ્છાને દબાવી દીધી. ભણવામાં હોશિયાર એટલે બે ત્રણ વરસ તો સરળ રીતે પસાર થઇ ગયા. પણ ચોથા વરસમાં એ આવ્યો. અને હવે બસ એને ભણવામાં રસ પડતો ના હતો. વારે વારે એને બાસ્કેટ બોલ નો બોલ અને બાસ્કેટ નું હુક આમંત્રણ આપતું. એ યુનિવર્સિટીમાંથી ડાયરેક્ટ પ્રેકટીસ માટે ભાગી જતો.
ચોથા વરસની ફાઇનલ એક્ઝામ આવી અને પ્રેશર ખૂબ વધી ગયું. પેપર સારા ના ગયા. મા બાપને કાંઈ ખબર નહીં ભગીરથના મનમાં શું ચાલી રહ્યું છે. અહીં સુષ્માબેન બધાની સામે મોટી મોટી વાતો કરે કે મારો દીકરો ભણવામાં ખૂબ હોશિયાર વાંચે નહીં તો પણ પહેલો નંબર આવે. ભગીરથ આ બધું સાંભળી ચૂપ રહેતો.
એ દિવસે એનું ચોથા વરસનું રિઝલ્ટ આવવાનું હતું. મા બાપ બંને ક્લિનિક પર ગયા હતા. ભગીરથ ખૂબ
round-color: initial;">પ્રેશરમાં હતો. આજ જો પરિણામ સારું ના આવ્યું તો મમ્મી પપ્પા ને ખૂબ નીચું જોવા જેવું થશે.હું કારણ બનીશ મમ્મી પપ્પાનું નીચું જોવાનું. હે ભગવાન શું કરું?
સાંજના મમ્મી પપ્પા ઘરે આવ્યા. એવું સમજ્યા કે ભગીરથ રૂમમાં અભ્યાસ કરતો હશે. રાત સુધી ભગીરથ રૂમની બહાર ના આવ્યો. સુષ્માબેન અંદર જોવા ગયાં તો દરવાજો અંદરથી બંધ હતો. એમને દરવાજો ખખડાવ્યો. કશો જવાબ ના મળ્યો. હવે સુષમાબેન ગભરાઈ ગયાં. એમને પતિને બૂમ પાડી. પતિએ અને સુષ્માબેને ભેગા થઇ દરવાજો ખોલી નાખ્યો. એમને ઉપર જોયું તો પંખા ઉપર ખડતલ ભગીરથ લટકી રહ્યો હતો. એને ગળે ફાંસો ખાધો હતો. સુષ્માબેનેનો એક નો એક દીકરો આ દુનિયાથી ચાલી ગયો હતો. એ દિવસ પછી સુષ્માબેન કદી કલિનિક ગયાં નહિ. અને ડોકટરીને નફરત કરવા લાગ્યાં. અને બધાને સલાહ આપવા લાગ્યા કે બાળકને એના મુજબ કરવા દો. પોતાની ઈચ્છા એના ઉપર ના ઠોકી બેસાડો.