STORYMIRROR

Sonal Tailor

Drama Tragedy

3  

Sonal Tailor

Drama Tragedy

કૅન્સર

કૅન્સર

2 mins
130

"બેટા તું થોડું ઘરે બનાવીને જમતી હોય તો ! રોજ રોજ બહારનું જ ખાયા કરીશ તો તું બીમાર પડી જઈશ." માલતીબેન તેમની દીકરી પ્રિયાને સમજાવી રહ્યા હતા.

"મમ્મી ! તમે નાહકની ચિંતા કરો છો, મને કંઈ નહીં થાય." પ્રિયા માલતીબેનને વિશ્વાસ આપવી રહી હતી.

પ્રિયા પોતાની માતાથી દૂર મુંબઈમાં નોકરી કરતી હતી. ગામમાં સારા પગારવાળી નોકરી ન મળતાં મજબૂરીમાં તેને શહેરમાં આવવું પડ્યું. પોતાની માંનું સપનું પૂર્ણ કરવા તેણે ગામમાં ઘર લીધું હતું તેની લોન ભરવા માટે પ્રિયાને ઘરથી દૂર, પોતાની માતાથી દૂર મુંબઈ શહેરમાં એકલા રહેવું પડતું હતું. તે કામથી એટલી થાકી જતી કે તેને ઘરે ખાવાનું બનાવવાનો સમય ન રહેતો, તેથી તે હંમેશા જંક ફૂડ ખાઈને જ પોતાનું પેટ ભરતી. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું પછી ધીમે ધીમે તેની તબિયત બગડવા લાગી. પ્રિયા માને ચિંતા થાય એ વિચારીને પોતાની તબિયતના સમાચાર છુપાવતી અને કંઈ કહેતી નહીં. પરંતુ જ્યારે તબિયત વધારે બગડી ત્યારે તેણે પોતાની માંને જણાવ્યું. માલતીબેન તાત્કાલિક શહેર આવ્યા ત્યારે પ્રિયા હોસ્પિટલમાં હતી. ડોક્ટરે જણાવ્યું કે પ્રિયાને પેટનું કૅન્સર થયું છે. કામનો તણાવ, લોન અને અન્ય બાબતોને લીધે પોતે જે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ તે પ્રિયા આપતી નહી જેના પરિણામે આ જીવલેણ બીમારીએ પ્રિયાને જકડી લીધી. જંકફૂડ ખાવું, વધુપડતું કામ કરવું પ્રિયાને અતિશય મોંઘુ પડ્યું.

મહામહેનતે લીધેલું ઘર માલતીબેને પોતાની દીકરી માટે વેચવું પડ્યું. ઘરને માટે પ્રિયાએ પોતાની તબિયત દાવ પર લગાડી હતી અને હવે તબિયત બચાવવા માટે ઘરને વેચવું પડ્યું. પ્રિયાને ઘરની અને માંના પ્રેમની વધુ જરૂર હતી તેથી તેને માલતીબેન ગામ લઈ આવ્યા. જંકફૂડની કૃપાથી માલતીબેન આજે પણ પ્રિયાની સારવાર કરાવે છે, એ વિચારીને કે એક દિવસ પ્રિયા સારી થઈ જશે જેના અણસાર ડૉક્ટર મુજબ ખૂબ જ ઓછા છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama