STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Tragedy

2  

Prashant Subhashchandra Salunke

Tragedy

કેમ?

કેમ?

1 min
522

લતિકાબેન સવારથી જ બેચેન હતા. તેમની દીકરી પારૂલનું ગર્ભ પરીક્ષણ કરાવતા તેને સ્ત્રી ગર્ભ હોવાનું રિપોટમાં આવ્યું હતું. આ વાત સાંભળી સાસરી અને પિયર બંને પક્ષ પર જાણે આભ તૂટી પડ્યું હતું. આખરે ખૂબ ચર્ચા વિચારણાને અંતે સહુએ ગર્ભપાત કરાવવાનો નિર્ણય લીધો.


જોકે પારૂલ આ માટે તૈયાર નહોતી પરંતુ કુટુંબીજનોની પુત્રરત્ન પ્રત્યેની ઘેલછા સામે તે હારી ગઈ. આખરે તેને લઈને સહુ હોસ્પીટલમાં આવ્યા અને એનો ગર્ભપાત કરાવ્યો. ગર્ભપાત કરાવી જયારે પારૂલ હોસ્પિટલમાંથી બહાર આવી ત્યારે તેણે હતાશાથી પોતાની માતા લતિકાબેનને પૂછ્યું, “માઁ, મારા જન્મ સમયે જ તેં તારું ગર્ભ પરીક્ષણ કેમ ન કરાવ્યું? આ પીડા સહેવા કેમ મને તેં જન્મ આપ્યો? કેમ માઁ? કેમ? આખરે હું પણ હતી તો દીકરી જ ને!!!”


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy