કદ્રત ~ (Gujarati Horror Story)
કદ્રત ~ (Gujarati Horror Story)
કદ્રત ~ (Gujarati Horror Story)
સ્થળ: ભુજ શહેરના ડુંગરની અવરુ એક જૂની હવેલી , સમય: વર્ષ 1710 અને આજના દિવસો વચ્ચે બદલાતા સમયમાં
ભુજીયા ડુંગર ઉપર એક ખંડેર જેવી દેખાતી હવેલીમાં, દંતકથા મુજબ અજાયબી હતી. લોકો કહે છે કે ત્યાં એક સમયે "સુમોહન ચિત્રકાર" રહેતો હતો — જે કચ્છના રાજઘરાના નો ગુપ્ત છબીકાર હતો.તે સમય માં કેમેરા સીધાયેલા તો હત નહીં , તેથી પીંછીના કસબીઑ ની ભારે માંગ રહેતી , અને મન ચ્યો સરપાવ આવા કલાકાર મેળવી શકતા હતા . સુમોહન ના હાથમાં અને તેની નજરમાં જાદુ હતો . તેની પાસે ચિત્રોમાં આત્મા જીવંત બનાવવાની કલા હતી, એક વાર જુવે ને આબેહૂબ તેનું ચિત્ર બનાવતો હતો . આવા કલાકાર ને ર્કચ્છના રાજવી પોતાના કુટુંબ સમ ગણી તેને સાચવ્યો હતો ... પણ એક રાતે દિવસ તે તેની હવેલીમાં , એક કાલું ચિત્ર ઊભું કરીને ગુમ થઈ ગયો.
સમય ની રફતારે, પહેરવેશ , રહેણી , કારણી, પસંદ , નાપસંદ કરતા પેઢીઓ બદલાઈ ,પરંતુ આ ભુજીયા ડુંગરની હવેલી ઉપર ધૂળ અને પવન ના લહેરતા સુસવાટાથી દીવાલો પર ની નક્શી નામ શેષ થયા સિવાય બીજું બધુજ અકબંધ હતું.
વર્ષો બાદ, આજના સમયમાં, રાજવી વારસ દારોએ એ હવેલી વેચવા કાઢતા , ઈટાલી ની એક યુવા કલાકાર ઈવા એ મૃઆ હવેલી ખરીદી અને "આર્ટ રિટ્રીટ" બનાવવામાટે ખરીદી . લખલૂટ ખર્ચ કરી રિનોવેટ કરાવી. તેને આ સ્થળ ખૂબ પસંદ આવ્યું . અંહી થી ઊગતા સુરજ થી મંડી ને આથમતા સુરજ દરમ્યાન પ્રકૃતિ ની રોનક નજરે પડતી હતી .ભુજીયા દુંદાર નો પોતાનો વૈભવ હતી તે હવે પાછો આવ્યો હોય તેમ લાગતો હતો. પ્રવાસીઓના ધાડાં આવવા ચાલુ થયેલા હોવાથી સમગ્ર વિસ્તાર હવે જીવંત હતો . કાળાની આશિક એવી ઈવાએ હવે એનું હેડક્વાટર આજ હવેલીમાં શિફ્ટ કર્યું .
મબલખ સમય , અને વિશાળ હવેલી . તેને હવેલીના વણ જોયેલા વિસ્તાર માં ફરવાનું ચાલુ કર્યું . એક દિવસ ફરતા ફરતા , કિચન ની ફરસ ઉપર એકપીંછી અને એક ચોપડી નું કોતરાએલ ચિત્ર જોયું . તેને કૌતુક થયું , પગથી તેની ઉપર પગ ઘ્સ્યો તો તે ફર્સ નો પથ્થર ખસી ગયો અને એક સીડી જોઈ . સાંજ નો સમય હતો , પણ તે ડર્યા વગર નીચે ગઈ. એક ભીની ભેજ ભરી હવામાં, ધૂળ ભરેલા તે ખંડમાંથી તેને એક જૂનું કેન્વાસ મળ્યું — જેમાં એક માણસનો અધૂરો ચહેરો ચિતારેલો હતો, સિંદર અણિયારું નાક , વિશાળ કાપાળ, હોઠ પર સૌમ્ય હાસ્ય , પરંતુ અજીબ ,તે કેનવાસનું જીવંત ચિત્ર આંખો વિનાનું, ચિત્ર હતું ...
દિવસો વિત્યા , આ વાત ણે , ઈવાને હવે આ આંખ વગર નો ચહેરો સપનામાં ધણી વાર આવતો હતો. જાણે ટેચિત્ર પોકારી રહ્યો હોય મને મારી આંખ આપ. સાથે ખંડ ની દીવાલો હળવા અવાજે પોકાર કરી રહી હતી ..
મુખડું
છું રંગિલો મુસાફિર ,તું છે મારી મંજિલ .
દેખું નહીં એ જ મુશ્કિલ, તું છે મારૂ દિલ
દીવાલે જજળે ને , બોલે ઘેરું ઘણું ,
કેન્સાસે છૂપાયેલ,કાળ ભૂત સમ દોડે.
આંખ વગરનો આ ચહેરો રોજ પોકારે?
બે રંગોમાં ,સખી નૈન કેમ મિલવવે?
ઇરાએ એ ચિત્ર પૂરુ કરવાનું નક્કી કર્યું... અને એ ક્ષણથી બધું બદલાઈ ગયું.
કોરસ / ટુકડો:
રંગ છે હાથ તો ,રડશે કેમ હવે છાંય,
આંખો છે હવે સાથ, તો કહે બાકી વાત ?
પ્રશ્નો લખ્યા હતા , પીંછીના જોરે ,
શબ્દો ઠપ્પ હતા , આ વેળા એ હોઠે ..._
ઇરાના દરેક બ્રશ સ્ટ્રોક સાથે, તે અનુભવતી કે કોઈ બીજું વ્યક્તિ તેના શરીરમાં આવી તેના હાથ ચલાવે છે ... નિંદ્રામાં પણ ઇરાઉજળા રંગોથી અંધારું ભેદી ચિત્ર દોરતી, હોય તેવું લાગતું હતું . આખરે ઘણા દિવસ ની જહેમત અને પોતાની તમામ કળા નિચોવી , તે કેનવાસ ના છત્ર ને અનુરૂપ આંખ અને તેના ખૂણાં ટકોરી , આખરે આંખો તે કેનવાસ માં જડી. ચિત્ર પુરૂ કર્યું ત્યારે...
ઇરાના બ્રશ થી અંકએ આંખો હવે જીવંત બની ચિત્રની બંને આંખો , હવે લોહીથી રડતી આંખો દેખાઈ — એક આત હાસ્ય , હ હા હા અને “હું પાછો આવ્યો છું...” એવી તેના સૌમ્ય હાસ્ય રેલવતાં હોઠ થી અવાજ આખા ખંડમાં ગુંજ્યો.
અંતરો ૨ – (જ્યારે શ્રાપ જીવંત બને):
આંખોથી લોહી વહે , હાસ્ય હોઠનું ભયભીત,
સૂરજ ડૂબે એ ક્ષણે, સૌમ્ય છાયા બને દૂષિત.
ભીંજાઈ ગઈ છે દીવાલોની આજે સ્મૃતિ,
ચિત્ર નથી ,છે શ્રાપે લખેલી ભવસૃષ્ટિ._
આ ચિત્ર છે ચિત્રકારના શ્રાપનું , નાદાન , તને ખબર નથી તે શું કર્યું , હવે આ આખું ઘર એક લાઈવ કેન્વાસ જશે . જે ચિત્ર કદી અધૂરૂ રાખેલું હતું, એનો શ્રાપ હવેદરેક નવા ચિત્રકારને સતાવતો રહેશે ...! આમાં ચિત્ર થી ઊભી થતી વિટંબણા ઘેરી બનતી , એમત સૂરજ ડૂબે અને ચિત્રનો દિવસ ઊગતો એ હતો નિત્ય ક્રમ .
સાત સમંદર ઠેકી આવેલી ઈવા , એટલી નાદાન નહતી ,તેને મનમાં નક્કી કર્યું કે શું કરવું .એક ...સાંજે અંધારામાં ચિત્રમાંથી ફરીઅવાજ ફરી ગુંજ્યો:"હું પાછો આવ્યો છું... હવે આજે તો હવેલીના ચિત્રો ચિતારનારાને હું જમીને ઓહિયા કરી લઇશ !"
ઈવા ગબરાઈ ગઈ હતી – પરંતુ એક કલાકાર તરીકે એ ડરીને નાસીપાસ નહતી. તેણે એ ચિત્ર સામે ઊભી રહી ને કહ્યું:
નાદાન , તું મને પૂરી રીતે ઓળખતો નથી "તે આંખ માગી...એ મેં તને આપી... પણ હવે હું તારી આંખોનું અજવાળું પાછું લઈ લઉં છું !"
કોરસ (જોરદાર સંગીત સાથે):
બેરહમ રંગ રૂંધાયા છે, ચિત્ત બળે છે,
તનડુ આખું જીવંત શ્રાપથી બોલે છે,
તે જે પાટો ચીતર્યો એ પાટો નહિ,
એ મારી કદ્રતનું તારું બેરંગ ભવિષ્ય છે..._
એજ ક્ષણે ઈવાએ તેના બ્રશમાં સફેદ રંગ ભરીને ચિત્રની બંને આંખો પર એક ઘાટદાર પટ્ટો દોર્યો — આ એક પાટો જે ચિત્રકારના શ્રાપના તાપને તોડી શકે એવું અમોઘ તીર હતું. પેટલાંની જેમ નઝરાતી એ આંખો આખરે ચીસો પાડી લુપ્ત થઈ ગઈ... પાંજરે પુરાએલ સિંહની જેમ બંધ.
હવેલીમાં બધું થંભી ગયું — પવન, પડછાયાઓ, અને તાસીર.
લાગણી સભર હૃદય અને કરુણા કોઈ પણ કલાકાર બનનાર ની પહેલી વન લેખી શરત છે . ઇરા ચિત્રની આંખોનો બંધ કર્યા પછી એ હતી એવી નહિ રહી... હવે ઈવા હતી તો જીવતી, પણ તેનું અંતર ફક્ત કાળા રંગોમાં કેદ થઇ રહી ગયું હતું...
પાછળથી શોધનારોએ શોધ્યું કે એ કેન્વાસ આજે પણ અધૂરો છે — માત્ર ચહેરો, આંખે પાટા સાથે ,મોહક પણ હવે એમાંથી કોઈ અવાજ આવતો નહોતો.
કોઈ વિજિટર બુકમાં આજે પણ લખે છે ,હવેલી સેફ છે , "શ્રાપ તૂટ્યો છે , પણ પૂરાં પાટા સાથે. હવે જો કોઈ આંખોનો પાટો ફરી ખોલે, તો ત્યારની વાત ......તે વખતે ..."
પૂર્ણ ગીત
મુખડું
છું રંગિલો મુસાફિર ,તું છે મારી મંજિલ .
દેખું નહીં એ જ મુશ્કિલ, તું છે મારૂ દિલ
દીવાલે જજળે ને , બોલે ઘેરું ઘણું ,
કેન્સાસે છૂપાયેલ,કાળ ભૂત સમ દોડે.
આંખ વગરનો આ ચહેરો રોજ પોકારે?
બે રંગોમાં ,સખી નૈન કેમ મિલવવે?
કોરસ / ટુકડો:
રંગ છે હાથ તો ,રડશે કેમ હવે છાંય,
આંખો છે હવે સાથ, તો કહે બાકી વાત ?
પ્રશ્નો લખ્યા હતા , પીંછીના જોરે ,
શબ્દો ઠપ્પ હતા , આ વેળા એ હોઠે ..._
અંતરો ૨ – (જ્યારે શ્રાપ જીવંત બને):
આંખોથી લોહી વહે , હાસ્ય હોઠનું ભયભીત,
સૂરજ ડૂબે એ ક્ષણે, સૌમ્ય છાયા બને દૂષિત.
ભીંજાઈ ગઈ છે દીવાલોની આજે સ્મૃતિ,
ચિત્ર નથી ,છે શ્રાપે લખેલી ભવસૃષ્ટિ._
કોરસ (જોરદાર સંગીત સાથે):
બેરહમ રંગ રૂંધાયા છે, ચિત્ત બળે છે,
તનડુ આખું જીવંત શ્રાપથી બોલે છે,
તે જે પાટો ચીતર્યો એ પાટો નહિ,
એ મારી કદ્રતનું તારું બેરંગ ભવિષ્ય છે..._
---
શબ્દ પરિચય :-
(કદ્રત) ~"કદરત" નો અર્થ
🔹 પ્રકૃતિ (Nature)
🔹 સૃષ્ટિશક્તિ, અથવા
🔹 દિવ્ય શક્તિ / ઓલૌકિક શક્તિ, જે દુનિયાને ચલાવે છે.
અહીં “કદ્રત" કદરત નો સંદર્ભ —ઈવા ની અંદર રહેલી કળાને “કદ્રત થી નવાજેલ છે , જે કળાએ શ્રાપિત ચિત્રને જીવંત કર્યું, અને તેજ કળા તેના જીવનની એક ક્ષણે ખતરનાક બની ચૂક્યું હતું.
પેટલાંની જેમ" :- એ ઉપમાં છે , જેનો અર્થ થાય:
🔹 ફૂલની પાંદડી જેવી નાજુકતા, કોમળતા અને ભવ્યતા.
🔹 આમ બોલવામાં આ ઉપમા નો અર્થ હોય:
– નાજુક રીતે,
– સાવધાનીથી,

