કાગડાભાઈનું ગણિત
કાગડાભાઈનું ગણિત
એક હતા કાગડાભાઈ. ચાલ્યા જાય નિશાળે. સાવરણી લઈ સફાઈ રોજ કરે. પ્રાર્થનામાં સુવિચાર મસ્ત બોલે. વાર્તા એવી સરસ બોલે કે સાંભળનાર સાંભળ્યા જ કરે.
આવે જ્યારે ગણિત કાગડાભાઈ જાય મુંઝાય. ગણિતમાં ટપો પડે નહિ. સાહેબ એકડા બોલાવે ને કાગડાભાઈ ને ઊંઘ આવે. હવે આમાં કરવું શું.
એક, બે, ત્રણ પછી આગળ ન રહે કશું જ યાદ. સાહેબ રોજ માથાકૂટ કરે, પણ કાગડાભાઈ તો બસ બાઘાની જેમ જોયા કરે. કાગડાભાઈ અને ગણિત બંને જાણે દૂર દૂર ભાગે.
એક દિવસ કાગડાભાઈ ને આવ્યો વિચાર આજ તો ગણિત ગણવું જ છે. તેણે લીધા મારબલ અને કંચુકા ગણતરી ચાલુ કરી.
એકથી પચાસ સુધી અંક ગણ્યા. સરવાળા અને બાદબાકી કર્યા. નાની મોટી સંખ્યા. કાગડાભાઈ તો ખુશ ખુશ થઈ ગયા. મને ગણિત આવડી ગયું. હું હોશિંયાર થઈ ગયો.
