કાગડાભાઈ બન્યા મહેમાન
કાગડાભાઈ બન્યા મહેમાન
કાગડાભાઈ તો સવારે વહેલા ઊઠી નાહી ધોઈને તૈયાર થયા. નવા કપડાં પહેર્યા. ટીશર્ટ અને જીન્સ. ખિસ્સામાં પાકીટ ને માથે ટોપી. મસ્ત તૈયાર થયા ઊડતા ઊડતા જતાં હતાં.
સામે મળ્યા કોયલ બેન. કોયલબેન કહે," આરે આરે કાગડાભાઈ આટલા બધાં તૈયાર થઈ આજે ક્યાં ચાલ્યાં. અમને પણ કહો, સાથે આવીએ."
કાગડાભાઈ કહે," આજે તો હું મહેમાન બનીને જાવ છું. તમને સાથે કેમ લઈ જવા ?"
કોયલબેન કહે, "મહેમાન. ક્યાં મહેમાન ? જરા કહો તો ખરાં?"
કાગડાભાઈ કહે," તમને ખબર નથી. ભાદરવો મહિનો આવી ગયો. ભાદરવા વદ એકમથી અમાસ સુધી રોજ આમને નવા નવા પકવાન ધરાવવામાં આવે. અમને કાગ કાગ કરી બોલાવશે. પ્રેમથી જમાડશે. એટલે હવે પંદર દિવસ સુધી રોજ હું તો મહેમાન બનીને જઈશ. "
કાગડાભાઈ કહે," ચાલો ત્યારે કોયલબેન હું તો મહેમાન બનીને જાવ છું. બાય બાય, આવજો. "
