જય-વિરુ
જય-વિરુ

1 min

485
નાત બહાર કરેલાં જયને ખબર હતી કે તેની પત્નીના અંતિમસંસ્કારમાં કોઈ આવે કે ના આવે તેના પ્રેમલગ્નનો એકમાત્ર સાક્ષી વિરુ આવશે. બંને ગળે મળીને ખૂબ રડ્યા. વિરુ જયને આંખોથી સમજતો. જય વિરુને મૂકીને જમી લઈ પછી પૂછતો, "તું કેમ ના જમ્યો ?" વિરુનો એક જ જવાબ-" તે જમી લીધુને એટલે."
દશા,પાણીઢોળ પત્યા બાદ જતાં વિરુને જય પૂછી બેઠો, "તું હવે લગ્ન કેમ નથી કરી લેતો ?"
"કેમકે તે કરી લીધાને.... આંખ મેળવ્યા વગર વિરુ જતો રહ્યો.