જય હો.... જગન્નાથજી
જય હો.... જગન્નાથજી
જય હો.... જગન્નાથનો..
આષાઢી બીજનાં પવિત્ર દિવસે ભારતભરમાં ભગવાન શ્રી જગન્નાથજીની મુખ્ય બે રથયાત્રા નીકળે છે. તેમાથી એક છે પુરીની અને બીજી અમદાવાદનાં જગન્નાથજીનાં મંદિરની, આ બંને રથયાત્રાનું વિશેષ મહત્વ છે. આ રથયાત્રા થકી ભગવાન જગન્નાથ જી ભાઈ બહેન સાથે શહેરમાં નીકળે છે.
આ રથયાત્રામાં જગતનો નાથ સામે ચાલીને ઉમળકાભેર મળવા નગરનાં રસ્તે નીકળી પડે છે. આ રથયાત્રા ૧૪૩ વર્ષ જૂની પરંપરા છે. લોકો શ્રદ્ધાથી તેમાં જોડાય છે. રથયાત્રામાં મગ, જાંબુ, કાકડી અને ચોકલેટ વહેંચવામાં આવે છે. ગુલાલની ઊડતી છોળો વચ્ચે લોકો માથે મટકી મૂકી નાચગાન કરે છે.
રથયાત્રા વહેલી સવારે " જય રણછોડ........ માખણચોર" નાં નાદ સાથે આરતીથી પ્રારંભ થાય છે. ભગવાનને ભોગ ધરી જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજીનાં રથને દોરડાની મદદથી ખેંચીને બહાર લાવે છે. લોકો ભકિતરસમા ગુલતાન થઈને " જય જગન્નાથ" નાં જયઘોશથી રથને ખેંચે છે.
આ વખતે કોરોનાને કારણે નિયમોને આધિન પરવાનગી આપી છે. હવે જગન્નાથજી જ આપણા તારણહાર બનશે !
