જ્વાળામુખી
જ્વાળામુખી
"આ તસવીરો જોઈ. આજના યુવાનો બહારથી જેટલા આમ સ્ટાઈલિશ દેખાય ને અંદરથી એટલાજ ખોખલા. આમ નાની નાની વાતોમાં મરવા ઉપડે. આ બધું જોઈને આવનારી પેઢી ઉપર કેવી અસર થાય ? વિચાર્યું છે કદી ? અક્કલ વગરનાઓ ...એ મારા શીરાનું શું થયું ?"
"લાવું છું ..." રસોડામાંથી અવાજ ગુંજ્યો .
"હા બોલ , તું શું કહેતો હતો ?" મોબાઇલમાંથી આખરે નજર ઉપર ઉઠી .
"કાઈ નહીં ...." પિતાના જ્વાળામુખી જેવા લાલચોળ શબ્દોથી ડરી વિસ વર્ષના યુવાન દીકરાએ મહિનાઓથી મનને પજવી રહેલ જ્વાળામુખીને આજે ફરીથી થોડા સમય માટે મનમાંજ શાંત કરી નાખ્યો.