જવાબદાર કોણ
જવાબદાર કોણ
"સર..! તમે મારી વાત સમજતા નથી આ કોઈ નાની રમત નથી, આખી દુનિયા પર ખતરાની ઘંટી વાગી રહી છે. મેં જે સંશોધન કર્યું છે તે આ ફાઈલમાં બધી જ વિગતો સાથે છે તમે એકવાર ચેક કરી તેના પર જલ્દી કંઈક કાર્યવાહી કરી." જોનાથન પોતાના દેશના વડાપ્રધાનને સમજાવી રહ્યો હતો.
"જો જોનાથન હાલ દુનિયામાં અત્યારે યુદ્ધની શરૂઆત થયેલી જ છે અને અત્યારે એ સૌથી મહત્વનો મુદ્દો અમારા માટે છે. તારી વાત મેં સાંભળી લીધી તેના પર પછી વાત કરીશું." આટલું કહી ફાઈલને ટેબલ પર મૂકી દીધી.
બે દેશનું યુદ્ધ ચાલુ જ હતું એ દરમિયાન દુનિયાના બીજા ઘણા દેશોમાં પણ મિસાઈલ જેવા અટેક થવા લાગ્યા. દરેક દેશના નેતા વિચારમાં પડી ગયા કે શું આ હવે પછીનું વિશ્વયુદ્ધ છે ? સર્વત્ર નાશનો આરંભ છે ?
એટલામાં જ એ દેશના વડાપ્રધાનની નજર જોનાથનની ફાઈલ પર પડી અને તેને વાંચવા લાગ્યાં. જેમ જેમ આગળ વાંચતા ગયા તેમ તેમ તેના કપાળ પર પરસેવો સ્પષ્ટ દેખાવા લાગ્યો. ફાઈલ ફરી ટેબલ પર મૂકી પોતાની ઓફિસની બારીમાંથી બસ આકાશ તરફ એક મીટ માંડી ઊભા રહ્યા. ટીવીના સમાચાર અને ફોટાઓ વધારે જોનાથનની વાતની તરફેણ કરતાં હતા.
