જવાબ
જવાબ


" આ વર્ષોના મૌનનું જ પરિણામ છે. "
"નિર્દોષ માનવહત્યા સામે મૂંગા મોઢે ન જ બેસાય."
"હવે જવાબ આપવોજ રહ્યો. "
"બળવો કરવોજ રહ્યો."
ટીવી ઉપર પ્રસારિત સમાચારના પ્રત્યાઘાતમાં આખું પરિવાર એકસૂર પુરાવી રહ્યું.
ખૂણામાં બેઠી વંદના દરેક શબ્દ વિસ્મયથી સાંભળી રહી.
બીજે દિવસે એ પરિવારમાં એક બળવો થયો, જયારે વંદનાએ આખરે નિડર હૈયા જોડે જવાબ આપ્યો :
"કંઈ પણ થઇ જાય હું મારા ગર્ભમાં વિકસી રહેલ નિર્દોષ બાળકીની હત્યા નહીં જ થવા દઉં..."