STORYMIRROR

Narendra K Trivedi

Romance

3  

Narendra K Trivedi

Romance

જન્મદિવસની ભેટ

જન્મદિવસની ભેટ

4 mins
161

"આકાશ, ઊઠને હવે, સૂરજ દાદા પણ ધીમે ધીમે લાલચોળ થઈ રહ્યા છે. તારી આ મોડે સુધી સૂતા રહેવાની ટેવ ક્યારેક ગમે છે અને ક્યારેક"...

"તું મને નજીક આવીને જગાડે તો હું જાગુ."

"ના હો, મને તારી દાનતની ખબર છે."

"તો, આ સૂતો."

"તું નહીં માને, બોલ, આ આવી. બસ છોડ હવે, હું એટલા માટેજ નહોતી આવતી. પણ આજે તારો જન્મદિવસ છે. તને નારાજ ન કરાય એટલે આવી. પણ હવે તો જાગ હમણાં મિત્રો, સગા, સંબંધીઓ આવવા માંડશે."

ને આકાશ સફાળો જાગી ગયો....આ...સ્વપ્ન...સાચું હોત તો....ને...આકાશ બેડમાં જ અતીતમાં સારી પડ્યો...આજે આ પ્રથમ જન્મદિવસ હતો કે અલકા તેની પાસે નહોતી.

આકાશ, અને અલકાનાં પ્રેમ લગ્ન હતા. એવું નહોતું કે ટૂંકા ગાળાના પ્રેમી હતા. ઘણો સમય પ્રેમી પંખીડા બનીને વિતાવ્યો હતો. બંનેના મમ્મી, પપ્પાનાં વિરોધ વચ્ચે લગ્ન કર્યા હતા. એમ સમજાવીને કે અમને બંનેને એક, બીજા માટે જ નિયતીએ સર્જ્યા છે. અને એક બીજાને પુરેપુરા સમજીએ છીએ.

આકાશ અને અલકા બંને જુદી જુદી કોર્પોરેટ ઓફિસમાં જોબ કરતા હતા. અલકા સ્વભાવે જરા ફ્રી હતી. મિત્રો બનાવવા, પાર્ટીમાં જવું, પીકનીક કરવી બહુ ગમતું. આકાશ થોડો રિઝર્વ સ્વભાવનો હતો. આ બધી પ્રવૃત્તિ તેને પણ ગમતી પણ તે ફેમિલી લાઈફને પ્રાથમિકતા આપતો હતો. તેના માટે ફેમિલી ફસ્ટ હતું. આકાશ ઘણી વખત અલકાને સમજાવતો કે વસ્તુસ્થિતિને ધ્યાનમાં રાખી દરેક પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરી તેને પ્રાથમિકતા આપવી જોઈએ. પણ અલકાનાં મતે અલકા એમ માનતી કે જિંદગીતો બિન્દાસ જીવવી જોઈએ. આ બાબતે ક્યારેક બંને વચ્ચે ઉગ્ર મતભેદ પણ થતા, ક્યારેક અલકા તો ક્યારેક આકાશ નમતું જોખી પરિસ્થિતિ સંભાળી લેતા.

એક વખત મિત્રો ભેગા થઈ કોઈ પિકનીકનું આયોજન કરતા હતા. આકાશે, અલકાને કહ્યું, આપણે આ પીકનીક ડ્રોપ કરવી પડશે મારે કામનું ઘણું પ્રેશર છે. એક ચિબાવલી સખીએ કહ્યું, "તો અલકા તું એકલી આવ, તારે આવવું કે ન આવવું એ નિર્ણય તો તું કરી શકે એટલી સ્વતંત્ર છો ને ? તો કર નિર્ણય, અને તું એકલી આવ અમારી સાથે".આ પહેલા ઘણી વખત આવા સંજોગો ઊભા થયા હતા અને અલકાએ ના કહી હતી. પણ આજે હા, કહી અને પિકનીકમાં ગઈ. અલકા પિકનીકમાંથી પાછી આવી ત્યારથી આકાશને અલકાનું વર્તન બદલાયેલું લાગતું હતું.

આકાશે, પૂછ્યું, "શુ થયું ?"

"કઈ નહીં હવે હું મારા નિર્ણયો લઈશ."

"તું તારા નિર્ણયો લેવા સ્વતંત્ર ત્યારે પણ હતી ને આજે પણ છો. હું ક્યાં ક્યારેય તારા નિર્ણયમાં હસ્ત ક્ષેપ કરું છું".

આવી નાની નાની બાબતે મતભેદ વધતા ગયા અને પરિણામનો, સ્થિતિનો લાભ ઉઠાવતા તત્વોને કારણે એક દિવસ અલકા જુદા ફ્લેટમાં રહેવા ચાલી ગઈ. આકાશે ઘણા પ્રયત્ન કર્યા પણ અલકા ખોટા ભ્રમને કારણે કઈ સમજવા કે સાંભળવા તૈયાર નહોતી. તેના મન ઉપર સ્વતંત્રતાનું ભૂત સવાર થઈ ગયેલું હતું.

અલકાને આકાશથી અલગ ફ્લેટમાં રહેવા આવ્યા પછી શરૂઆતમાં ખૂબ મજા આવતી હતી. પોતાની સ્વતંત્ર જિંદગી પોતાની રીતે જીવતી અને મજા, આનંદ લૂંટતી હતી. પહેલા પણ આકાશની કોઈ રોકટોક નહોતી પણ આકાશ સાથે વાત કરવી પડતી હતી એ અલકાને ક્યારેક ક્યારેક ગમતું નહોતું. એમાંય પિકનીકમાં સહેલીએ જે વાત કરી એ પછી અલકાએ પોતાનો સ્વભાવ બદલી નાખ્યો હતો. ત્યારે અલકાને સહેલીની વાત સાચી લાગી હતી. જેનું આ પરિણામ હતું કે અલકા આકાશથી દૂર થઈ ગઈ હતી. આજે અલકાને એ દેખાતું કે સમજાતું નહોતું.

થોડા સમય પછી અલકાએ અનુભવ્યું કે જે સહેલીઓ પોતાની વગર પીકનીક નહોતી કરતી એ આજે તેને અવગણવા લાગી હતી. સહેલીઓ સાથેનાં સંબંધો પણ સામાન્ય થઈ ગયા હતા. અલકાને એક વખત સહેલીઓને આ બાબતે પૂછ્યું હતું પણ સંતોષકારક જવાબ નહોતો મળ્યો. અલકાને આકાશનાં શબ્દો યાદ આવ્યા કે મોજમઝાએ જિંદગીનો એક હિસ્સો છે. પણ ફેમિલી લાઈફને પ્રાથમિકતા આપવી જોઈએ. અલકાને આકાશ આજે પુરેપુરો સમજાઈ ગયો હતો. આકાશની બહુ યાદ આવતી હતી. અલકાએ આકાશનાં જન્મદિવસે આકાશને પ્રેમની ભેટ આપવાનું નક્કી કરી ગુલદસ્તો લઈને ફ્લેટ ઉપર પહોંચી ગઈ હતી.

આકાશ બેડમાંથી ઊભો થયો, આજે તેનો જન્મદિવસ હતો. પણ ઉજવવાની કોઈ ઈચ્છા કે તૈયારી નહોતી, કે કોઈ મિત્રોને આમંત્રણ પણ આપ્યું નહોતું.

ફ્લેટની ડોર બેલ વાગી. વિચાર્યું કોણ હશે. મેં તો કોઈને આમંત્રણ આપ્યું નથી. બારણું ખોલ્યું...સામે એક વ્યક્તિ હાથમાં બુકે લઈને ઊભો હતો..."તમેજ આકાશભાઈ છો ને ?" "હા, બોલો", "આ બુકે તમારા માટે છે", "કોણે મોકલ્યો છે ?" "મને નામ ખબર નથી પણ નીચે એક મેડમ ઊભા છે તેણે આ બુકે મોકલ્યો છે". આકાશ દોડીને બાલ્કનીમાં આવ્યો દૂર અલકા ઊભી હતી....અનિમિષ નયને બાલ્કનીને તાકતી.

"અલકા",બાલ્કનીમાંથી આકાશે હાથ ફેલાવી અવાજ કરી અલકાને બોલાવી ઉપર ફ્લેટમાં બોલાવી. "અલકા આ તારો ફ્લેટ પહેલા પણ હતો ને આજે પણ છે. આ તારું, મારુ સહિયારું ઘર છે".

અલકા દોડતી ઉપર આવી આકાશની ફેલાયેલી બાહોમાં સમાય ગઈ, "આકાશ મને માફ કરી દે હું ભ્રમિત થઈને જરાક તારાથી દૂર ચાલી ગઈ હતી. મારો ભ્રમ તૂટી ગયો છે. હું તારા વગર નહીં રહી શકું. આજે મને પ્રેમનું સત્ય સમજાઈ ગયું."

"તો, અલકા, હું પણ તારા વગર અધૂરો છું. આજે મને મારા જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ મળી ગઈ"...."આઈ લવ યુ ટુ મચ"...."આઈ ઓલ્સો લવ યુ ટુ મચ"...અને બહાર રેડિયામાં ગીત વાગતું હતું.

બાર ..બાર..દિન...યે... આયે... બાર...બાર...દિલ...યે... ગાયે...તુમ જીયો..હજારો....સાલ... .હેપી...બર્થ...ડે...ટુ... યુ.


Rate this content
Log in

Similar gujarati story from Romance