જલાલ
જલાલ
રાત્રિના સાડા નવ વાગ્યા હતા. સિવિલ હોસ્પિટલના આઇસીયુ વોર્ડનાં બેડ પાસે, સ્ટૂલ પર ડોક્ટર તન્મય શાંત બેઠો હતો. એના પડછાયામાં બેડ પર અર્ધ બેભાન તેની દીકરી ઋદ્ધિની પ્લસ અનિયમિત હતી .પાંચ વર્ષની રૂધ્ધિ પર Potentially post-Traumatic Stress Disorder (PTSD). માનસિક તાણનો હુમલો આવેલ. પોતે મગજનો ડોક્ટર પણ લાછર હોઇ ,તેની આંખોમાં અનત થાકેલી છાયા ડોકાતી.
"પપ્પા, શું મમ્મી હવે, કદી નહીં આવે?" એ આજે સવારે તેણે પૂછેલું. દીકરી ઋદ્ધિને શું જવાબ આપવો, એ તન્મય માટે જીવનનું સૌથી અઘરૂ ઓપરેશન હતું .
શિખા રાજપૂત , ભારતીય વાયુસેનામાં સ્ક્વાડ્રન લીડર. તાજેતરનાં ઓપરેશન બ્લેકમૂનના અંતિમ ચરણમાંમાં દુશ્મન દેશના કબ્જા કેદ પકડાઈ ગઈ . ભારતીય સેના નું બાહોશ તંત્ર તે હોનહાર સાથીના સગડ માટે ,રાત દિવસ એક કરી પ્રયાસ આદરેલ . તેનું સ્થાન, સ્થિતિ, અવાજ મેળવવા ,સેનાનાં બધા કદમ અંધારમાં તીર જેવા પુરવાર થતાં હતા. સરકાઋ ચોપડે તે ફક્ત એક લાપતા અધિકારી હતી.પરંતુ શિખા , પતિ માટે અધૂરો શ્વાસ, અને દીકરી માટે પકડાય નહી એવી ચાંદની હતી .
દિવસે દર્દીઓની સારવારમાં વ્યસ્ત ડોક્ટર, અને રાત્રે શિખાની યાદમાં તૂટેલો પતિ.તન્મય માટે હવે શ્વાસ લેવાનું પણ ફરજ બની ગયું હતું. અચાનક તેના હર્યાભર્યા સંસારના સૂરજને ગ્રહણ લાગી ગયેલું હતું . તો બીજી બાજુ ઋદ્ધિ , દરેક રાતે બેડ ઉપર, ઓઢણીની નીચે મમ્મીની છબી લઈને રડી થાકી જતાં વારે વારે ઊંઘમાં ઝબકીને જાગી જતી .છેલ્લા પાંચ દિવસના આ ક્રમથી આખી હોસ્પિટલનો સ્ટાફ ગમગીન હતો. નાની બાળકીના મગજ ઉપર લાગેલા આઘાતનો કોઈ ઈલાજ હાથ હતો નહીં.
આજે ઋદ્ધિ ઢસઢસ હીબકાં ભરતી રડી. એનો વિલાપ શબ્દથી આલેખાય એવો ન હતો. હોસ્પિટલની એક નર્સે તેનો વિડિયો ઉતાર્યો. બીજા દિવસે એ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. એની નીચે એક જ લાઇનલખી હતી:
"આ આંસુ રાષ્ટ્રના સૂતેલા જલાલને ક્યારે જગાવશે ?"
રાષ્ટ્રપતિ ભવન સુધી એ વીડીયો પહોંચ્યો. ઘાટક યુદ્ધ પરિષદ બોલાવાઈ. રાત્રે ૨ વાગે નિર્ણય થયો:
"કોડ નામ: સંજીવની – સીમા પારથી શિખાને પરત લાવવી છે. જીવતી. અવલોકન કરતી."
સતત છ દિવસ. પાંચ દેશની ગુપ્તચર એજન્સીઓ. એક અદૃશ્ય ઓપરેશન. કોઈ સમાચાર નથી, કોઈ હેડલાઈન નથી. પણ દેશની સેના બેસી નહતી રહી . એક દીકરીના એ આંસુની સામે મૌન પ્રતિજ્ઞા લઈને એક મૂંગી જંગ ખેલતી હતી .
સાતમાં દિવસે રાત્રે એક વાગે હોસ્પિટલના પેડિયાટ્રિક વોર્ડના આઇસીયુનો દરવાજો ખૂલ્યો .
તન્મય જબકી ઊભો થયો.જોયું સામે એક ઓછાયો ઊભો હતો , ધૂળ કાદવથી રગદોળાયેલ ,થાકેલી આંખો , પણ જુસ્સો બરકરાર , જે ભારતીય વાયુસેનાની શાન, તે ઓછાયો નહતો , તે ખુદ શિખા હતી !
ધસમસ વહેતા લાગણીના પૂરના મોજામાં તન્મય કશું બોલી પણ શક્યો નહિ. બેડ પર બેભાન ઋદ્ધિમાં ચેતન આવ્યું , એક પળમાં તે બેડમાંથી ઉઠી બોલી "મમ્મી!", આવી ગઈ .
અને એ પળે ઋદ્ધિ સિવાય આખા વોર્ડ માં બધાની આંખોમાં આસું વહેતા હતા. હૃદયમાંથી, દેશની સેના ના શૌર્ય માટે .
એટલે જ તો કહે છે...
ક્યારેક એક બાળકીના આંસુ, આખી દેશની સૂતેલી ખુમારીને ચેતનામાં બદલી શકે છે.
શબ્દ પરિચય :- જલાલ ,( સંજ્ઞા વાચક ,પુલિંગ.) શ્રેષ્ઠતા,મહત્તા,બુજુર્ગી,એશ્વર્ય,વૈભવ,શાન,ગૌરવ,મર્યાદા,મહિમા,શોભા ,તેજ,પ્રતાપ,શક્તિ,શ્રધ્ધાયુક્ત ભય, ગુસ્સો,ક્રોધ,દબદબ , રુઆબ ...
