STORYMIRROR

Mohammed Talha sidat

Drama

3  

Mohammed Talha sidat

Drama

જીવનની સાહસ યાત્રા

જીવનની સાહસ યાત્રા

2 mins
210

એક માલિક પાસે બે ઘોડા હતાં બંને રૂપ અને રંગમાં એક સરખા હતાં, એક વાર એક અકસ્માતમાં એક ઘોડાની આંખોને થોડીક ઈજા થઈ. માલિકે એમની સારવાર શરૂ કરી પંરતુ ઘોડો એક મહિના સુધી જોઈ શકવાનો ન હતો. આથી ઘોડો બીજા અકસ્માતનો ભોગ ન બને તે માટે એમણે એમના ગળામાં ત્રાંબાની ઘંટડીઓ બાંધી હતી પરિણામે ગમે તેટલા અંતરથી પણ પેલો અંધ અશ્વ પાછો આવી જતો હતો. અને પેલા દેખાતા અશ્વને અનુસરતો. અને હા પેલો દેખાતો અશ્વ પણ સતત અંધ અશ્વની ગતિવિધી પર પ્રેમાળ નજર રાખતો. આ કાન અને આંખની અદભૂત દોસ્તી હતી.જે સાંજ પડે બંને સલામત ઘરે પાછા આવી જતા હતા ં એક ધ્વનિ અનુસરતો તો બીજો દ્વશ્યને....આ રીતે બંને એકમેકને તપાસતા અને ટપારતા, સમજતા અને સમજાવતા‌.

 અસ્તિત્વ આપણને પણ આવી જ રીતે સાચવે છે. તે કયારેય આપણને ખોડંગાવા અને ખોવાઈ જવા, અથડાવા અને કૂટાવા દેતી નથી..આપણી ભૂમિકા અલગ અલગ હોય છે.તે અચૂક રીતે મનની પડખે હૃદય, સમુદ્ર પડખે ગરીબ, ભીરુ પડખે આક્રમક, સૌમ્યની પડખે રોદ્વ,સામાન્યની પડખે સત્તાધીશ ગોઠવી દે છે. જીવનભર આપણે કોઈને સંભાળી લેવાના હોય છે. ચામડી‌ બાળી નાખે તેવા જીવનતાપની પળે કોઈની છત્રીમાં ઊભા રહી જવાનું હોય છે કે આપણી છત્રીમાં કોઈને સમાવી લેવાનો હોય છે. કયારેક મારગમાં ભૂલા પડેલનો હાથ પકડીને સાથે ચાલવાનું હોય છે તો કયારેક કોઈ ભૂખ્યા સાથે ભાથું વહેચીને ખાવાનું હોય છે. જીવન તો જાણે એક નાવ સાથેની યાત્રા છે. કયારેક ઊંડી નદીમાં તો કયારેક તોફાની દરિયામાં, કયારેક વમળોમાં તો કયારેક મોજાંઓમાં આની વચ્ચેનો અતુટ આધાર છે. એકાદ લંગર, એકાદ હોકાયંત્ર તેના થકી જ કિનારો જડશે. અને લાંગરી પણ શકાશે આ માટે જરૂર છે એકાદ નામ કે કામની.

 આત્મવાન જેના પર આખુ જીવન દાવ પર લગાવી શકાય. જેના થકી દરેક શ્વાસ સાર્થક બને 

વો બુલંદિયા ભી કિસ કામ કી

 ઈન્સાન ચઢે ઔર ઈનસાનિત ઊતરે

આદર્શો અને મૂલ્યો ગ્રંથોમાં ફસાઈ રહેવા અને મનમાં સચવાઈ રહેવા માટે નથી બન્યા. તે આચરણ આપણા સૌના જીવતરનો આધાર અને સધીઆરો બનવા જોઈએ. 


Rate this content
Log in

Similar gujarati story from Drama