Nirali Shah

Comedy Others

4.1  

Nirali Shah

Comedy Others

જીગરભાઈની સહેલી

જીગરભાઈની સહેલી

2 mins
271


વાહ ! આજે તો જીગરભાઈની સોસાયટીમાં સોનાલી રહેવા આવી. અને જીગરભાઈ માટે તો સોનાનો સૂરજ ઊગ્યો. સોનાલી દેખાવડી હતી,વળી કુંવારી હતી. પણ હા, જીગરભાઈ તો પરણેલા હતાં. પણ આપણા સમાજમાં પુરુષને તો લગ્ન પછી પણ ગમે તેટલા લફરા કરવાની છૂટ વગર માંગ્યે આપેલી જ છે ને. જીગરભાઈની પત્ની કૃપા બિચારી સીધી, સાદી, ઘરરખું ગૃહિણી હતી. તે પણ કદરૂપી તો નહોતી જ પણ હા, તે સોનાલી જેટલી અતિ આધુનિક પણ નહોતી. કહેવાય છે ને કે મોટાભાગના પુરુષોને પોતાની પત્ની કરતાં પડોશણ જ વધારે રૂપાળી લાગે છે. બસ કંઇક એવું જ જીગરભાઈ નું પણ હતું. રોજ દિવસમાં બે થી ત્રણ વાર સોનાલીનાં દર્શનનાં કરી લે ત્યાં સુધી જીગરભાઈને ચેન નહોતું પડતું.

સોનાલી આધુનિક જમાનાની અતિ આધુુનિક યુવતી હતી. તેે તેનાંં પહેરવેશ અને વર્તન પરથી દેખાઈ આવતું હતું. તેના ઘણાભાઈબંધો પણ હતાં. આ બાજુ જીગરભાઈ એ સોનાલી સાથે વાતચીત શરૂ કરી. શરૂ શરૂમાં તો ખાલી હાય- હેલો થતું, પણ પછીથી તો "ઓહો ! આજે તો એકદમ ખતરનાક લાગો છો ને કંઈ ! કોનુંં કતલ કરવાંનો ઈરાદો છે ?" જેવા વિશેષણો જીગરભાઈ એ વાપરવા માંડ્યા. આ બાજુ સોનાલી ને પણ ખબર હતી કે જીગરભાઈ તેની પાછળ લટ્ટટુ છે. આથી તે પણ તેમનો ઉપયોગ કરવા લાગી. સમયાંતરે ક્યારેક ૫૦૦ તો ક્યારેક ૧૦૦૦₹ કે ક્યારેક ૫૦૦૦₹. જીગરભાઈ પાસે ઉધાર માંગી લેેતી.,અને મીઠડુ હસીને, જીગરભાઈનો હાથ પકડી ને કહેતી,"હું તમને એક-બે દિવસમાંં જ પાછા આપી દઈશ. અને જીગરભાઈ કહેતા," અરે! એ શું બોલ્યા ! એમ તે કઈ હોય ? હું ક્યાં તમારા માટેે પારકો છું. મારા રૂપિયા એ તમારા જ છે ને !"કહીને હસી ને આપી દેતા.

એકવાર સોનાલી એ એક લાખ રૂપિયા જીગરભાઈ પાસે માંગ્યા એવું કહી ને કે એને અર્જેન્ટ જરૂર છે. અને જીગરભાઈ એ પોતાની ફિક્સ ડિપોઝિટ તોડાવીને સોનાલી ને તાત્કાલિક એક લાખ રૂપિયા આપી દીધા. બીજા જ દિવસે સોનાલી તેનાંંભાઈબંધ સાથે રફુચક્કર થઈ ગઈ. આમ પણ તે ભાડે રહેવા આવી હતી, આથી મકાનમાલિક પાસેે તેનું કોઈ પાકું એડ્રેસ નહોતુંં અને જે કોન્ટેક્ટનંબર સગાવહાલાનાં તેણે આપ્યા હતા તે બધાંં જ ફેક નીકળ્યા. હવે જીગરભાઈ ને કોઠીમાંં મોં નાંખીને રોવાનો વારો આવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Comedy