STORYMIRROR

Asha bhatt

Drama

3  

Asha bhatt

Drama

ઝંખનાઓનું ઝૂંડ

ઝંખનાઓનું ઝૂંડ

1 min
184

ટ્રેનોની આવન-જાવન, વ્હિસલોનાં અવાજ અને મુસાફરોની ચહલપહલથી સ્ટેશન ધમધમી રહયું હતું. કોઈ ટ્રેન ઉત્તર તરફથી આવતી હતી, તો કોઈ દક્ષિણ તરફ પ્રયાણ કરી રહી હતી. આજે અનાયાસે જ તમારા કદમ તમને રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ પર દોરી લાવ્યાં.

આવન જાવન કરતી ટ્રેનોની જેમ જ તમારી ઝંખનાઓ તમારા જીવનમાં આવાગમન કરી રહી હતી. ઉચ્ચ અભ્યાસની જાગેલી ઝંખના, પિતાજીના ટૂંકા પગારથી કયાંક પગપેસારો કરી ગઈ. પતિના અઢળક પ્રેમ પામવાની ઝંખનાને પતિની બેવફાઈ કોળીયો કરી ગઈ. હરીનામ સાથે પ્રોઢાવસ્થા-વૃદ્ધાવસ્થા પાર કરવાની ઝંખના... અતિ આધુનિક પુત્રવધૂને તમે તમારા જ ઘરમાં કણાંની જેમ ખુચ્યાં. સાસુનો થોડો સધીયારો હતો, 15 દિવસ પહેલાં એ સધિયારો પણ સ્વર્ગ સિધાવી ગયો. આખરે હારેલી ઝંખનાઓ સાથે તમારા કદમ તમને અહીં ઢસડી લાવ્યાં.

ક્યાંય સુધી તમે શુન્યમસ્ક થઈ બેસી રહયાં. અચાનક તમારા કાને અવાજ અથડાયો... " યાત્રી કૃપયા ધ્યાન દે, પ્લેટફોર્મ નં 3 પર ખડી ગાડી ' બાંદ્રા - હરિદ્વાર' અપને ગંતવ્ય સ્થાન કી ઓર પ્રસ્થાન કરેગી । " એ સાથે જ તમે તમારા ઝંખનાના ઝૂંડનું પોટલું ગંગાનદીમાં વહેવડાવી, ઈશ્વરભક્તિમાં લીન થઈ સાધુતાને પામવા "બાંદ્રા - હરિદ્વાર" ને પકડી લીધી.


Rate this content
Log in

Similar gujarati story from Drama