STORYMIRROR

Rekha Shukla

Abstract Drama Tragedy

1  

Rekha Shukla

Abstract Drama Tragedy

ઝમકુંડોશી

ઝમકુંડોશી

2 mins
169

    “વટ વચન વેર “

ઝમકુડોશીમાંને ત્યાં મોહન દીકરો ને જમના દીકરી હતા રોજ

દાડીએ્ જવાનું વટથી ઉછેરે બેઉ સંતાન ને. વિલાસના દીકરા

ની સાથે લગ્ન કરવાનું વચન આપેલ તેથી દીકરી થાળે પડી

ને પરણાવ્યા નો સંતોષ માની હરદ્વાર ગયા. 

પાછા ફર્યા ત્યારે ખબર પડી કે જમના એ કૂવો પૂર્યો ને વિલાસના દીકરાને જેલમાં પૂર્યો છે. પત્ની ના મોતથી બાવરો બનેલો છાતીફાટ રોતા ડોશી આગળ સાચી વાત કરી બોલ્યો 

ઘરનો વડીલ મારો બાપ... વહુ પર બળાત્કાર કર્યો ને તમારી દીકરી હું ખોઇ બેઠો ને મારો બાપ તો રાતોરાત ગામ છોડી ગયો. બા મારી બધા આઘાત જીરવી ના શકી. ઘર આખું

ખાલી થઇ ગયું મારે રોજ મરવું જેલમાં માડી મને સજા મળી હું નથી મરી શકતો નથી જીવી શકતો. 

આ વાત જતા દાડે ભૂલાઇ ગઇ હશે માની રાજભા વર્ષે પાછો આવ્યો ત્યારે ખબર પડી બધી વહુ કૂવામાં પડી મરી ગઇ ને 

દીકરા પર આળ ચડ્યું ને જેલ ભેગો થયો. ને પોતે ગામ છોડી

 ભાગી ગયો હતો આ બધી ઘટના જીરવી ના શકી તે પણ મૃત્યુ પામી. હે ભગવાન મારી ભૂલ ની સજા બધાને મળી આ

પાઠ તે મને ભણાવ્યો. રોતા રોતા બાવરો તે ડોશી આગળ માફી માટે પગે પડ્યો .. બજર ના બંધાણી ડોશી “હા વિલાસને

ખોઇ બેઠા આપણે. “ કહી છીંકણી સુંઘી બોલ્યા ચા ટાણું છે

ઘૂંટડો તમે પીજો..!! 

ચકિત થયેલો રાજભા બેઠો કે ડોશી ભૂલી લઇ લાગે છે તે ચા

 ને ઉકળતી જોઇ રહ્યો. ડોશી પૂછ્યું “ ઇલાયચી ફાવશેને ?” કહી ચમચી ભરી ને ચા માં નાંખી. ગાળી ને આપતા ડોશી જરા

મારકણું હસી બોલી “ વાળુ કરશું ને !!” પૂરો કપ ચા પી મિનિટોમાં ઠપ થઇ ઢળી પડેલો. પાછળ પરસાળમાં ખોદી રાખેલી કબર માં દાટી દીધો. ઉપર પટારો મૂક્યો ને હાશકારો કર્યો. ડોશી ગણગણે:: 

માણસ પાણી પર પાણી ની વાર્તા લખ પાણી થી તો હું તારો પ્રભુ 

બંધન ના ત્રૃણ કહો કે ત્રૃણ નું બંધન કહો કર્મ નો સિધધાંત

સમજ માણસ તો હું તારો પ્રભુ !


Rate this content
Log in

Similar gujarati story from Abstract