ઝાઝાં હાથ રળિયામણા
ઝાઝાં હાથ રળિયામણા
એક નાનકડું ગામ. ગામમાં ઘણાં લોકો રહે. બધાનો વ્યવસાય ખેતી. કોઈ મોટા જમીનદાર તો કોઈ પાસે માંડ બે વિઘા જમીન. તેમાં એક રમણિકભાઈ નામે ખેડુત રહે. તે ગામમાં સૌથી ઓછી જમીન ધરાવનાર. ખેતીને લગતાં કોઈ ઓજાર પણ તેમની પાસે ન મળે. એ પોતે કોઈ પાસે મદદ લેવા જાય તો ગામના મોટા જમીનદાર નાના માણસને મદદ ન કરે.
એક વખત ચોમાસાનો સમય હતો. વરસાદ સારો પડ્યો. બધાએ વાવણી ચાલુ કરી દીધી. રમણિકભાઈ પાસે ન મળે બળદ કે ન મળે કોઈ વાવણી કરનાર વ્યક્તિ.
તેમ છતાં જેમ તેમ કરી મગફળીનું વાવેતર કર્યું. વરસાદ સારો થયો. પાક પણ સારો પાક્યો. બધાને હાશ થઈ. લણણીનો સમય થયો. બધા જમીનદારોએ તો પોતાની પાસે સારામાં સારા ઓજાર હોવાથી મગફળી કાઢીને ઘરે પહોંચાડી દીધી.
રમણિકભાઈએ માંડ કરીને મગફળી ઉપાડી તો ખરી. વરસાદી વાતાવરણ જામ્યું. હવે તેને કાઢવી કેમ ? તેણે ગામમાં બે ચાર જગ્યાએ મજૂરો પાસે મદદ માંગી. મારી પાસે તમને જેના પૂરતા પૈસા નથી. જો તમે મને થોડી મદદ કરી શકો.
પછી પાંચથી છ મજૂરો અને રમણિકભાઈ એક જ દિવસમાં મગફળી કાઢી અને તેને ઘેર પહોંચાડી. ત્યાં તો ધોધમાર વરસાદ તૂટી પડયો.
રમણિકભાઈએ બધાનો ખૂબ ખૂબ આભાર માન્યો. એક કહેવત છે ને કે ઝાઝા હાથ રળિયામણા. એ આજે સાચી લાગી.
