ઝાડ ઝાડ ઝાડ
ઝાડ ઝાડ ઝાડ
"સાહેબ..! સીત્તેર કિલોમીટરમાં અંદાજિત એક લાખ ચાલીસ હજાર ઝાડ કાપવાં પડશે." સેક્રેટરીએ મંત્રી સાહેબને કહ્યું.
"હા તો ભલે કાપવાં પડે, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે; સુવિધા જોઈએ છે તો એ કરવું પડે કપાવી નાખો." મંત્રી સાહેબે જવાબ આપ્યો.
"પણ ત્યાં વચ્ચેના ગામડાના લોકો વિરોધ કરે છે ઝાડ કાપવાનો કેમકે કેટલાય ઝાડ વર્ષો પુરાણા છે જેમની સાથે એમની આસ્થા જોડાયેલી છે."
"અરે..! આટલા મોટા પ્રોજેક્ટમાં આવી અડચણો આવ્યાં જ કરે એમને કહી દો સરકાર સામે સાડા ત્રણ લાખ વૃક્ષો વાવી ઉછેર કરશે."
આટલા મોટા પ્રમાણમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું; પોતાના સ્વાર્થ ખાતર અને કામ ચાલુ કર્યું. થોડા દિવસો બાદ મંત્રીજીને એક ફોન આવ્યો, "તમારા દીકરાનો અકસ્માત થયો છે અને ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યો છે."
એકનો એક દીકરાના આવા સમાચાર સાંભળી મંત્રીજીને બહુ મોટો ધ્રાસ્કો લાગ્યો છતાં પૂછ્યું કે "કેવી રીતે અકસ્માત થયો ?" જયારે સામેવાળા એ જવાબ આપ્યો તો એ સાંભળી મંત્રીજીને ચક્કર આવી પડી ગયાં અને એક જ વસ્તુ બબડવાં લાગ્યાં, "ઝાડ...ઝાડ...ઝાડ..!"
