STORYMIRROR

Bhavna Bhatt

Drama Tragedy

5.0  

Bhavna Bhatt

Drama Tragedy

જેકલ

જેકલ

1 min
14.9K


જેકલ ઊર્ફે જીતેશ. બધા જેકલ જ કહે. મા - બાપ ના સંતાનોમાં બીજા નંબરનો જેકલ જન્મ થી હસમુખ, દેખાવે સુંદર. પરાણે રમાડવો ગમે. બે વર્ષનો થયો ને ખેંચ આવી ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે પાણી ખેંચવુ પડશે કહી કમરમાં થી પાણી ખેંચ્યું. પછી જેકલ મોટો થયો પણ ભણવામાં મગજ ના ચાલ્યું. પાંચ ચોપડી માંડ ભણ્યો. પણ ખૂબ જ સેવાભાવી અને ભકિત કરવી ગમે. ગામમાં બધાને મદદ કરે. બધા અેને ગાંડો (પાગલ) કહે પણ મહેનત કરી પોતાની રોજી રોટી જેટલું રળી લેતો. બીજા ભાઈઓ જુદા બહારગામ રહેવા જતા રહ્યા. બાપની મિલકતમાંથી જેકલને ભાગમાં "મા" અાવી. જેકલ ને કંઈ સમજાયું નહીં. જેકલ ભણ્યો તો હતો નહીં એટલે કોઈ કામ ન મળતાં ચુનો (કલર) કરી રૂપિયા લાવી મા ને સાચવે. મા ની ખૂબ જ સેવા કરતો પણ જેકલને ગળામાં ગાંઠ થઇ ખાઈ શકતો નહીં.

ડોક્ટર ને બતાવ્યુ રીપોર્ટ કરાવ્યા. લાસ્ટ સ્ટેજ નું કેન્સર!!!

જેકલ આઘાતમાં સરી પડ્યો ત્રણ મહિનામાં તો જેકલ આ દુનિયા ને અલવિદા કરી ગયો..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama