જાન
જાન
"તુમને કિસીકી જાન કો જાતે હુએ દેખા હૈ,વોહ દેખો મુજસે રૂઠકે મેરી જાન જા રહી હૈ."
હોસ્પિટલના ઓરડામાંથી ક્ષીણ થયેલો રવિ બારીમાંથી બહાર તાકી રહ્યો હતો.વરસો પહેલા બળીને મરી ગયેલી શમાની યાદ આવી ગઈ. શમા તો આ દુનિયા છોડી ચાલી ગઈ હતી. સમાજે એના પ્રેમને સ્વીકાર્યો નહિ. પણ પોતાના પ્રેમીએ પણ એની કદર ના કરી. પોતે જીવથી ગઈ.
રવિ જીવી ગયો. રોજ મરતો ગયો. અને રોજ જીવતો રહ્યો. પણ પોતાની જાન ના આપી શક્યો. જે કામ શમા એ કર્યું એ કામ પોતે ના કરી શક્યો. પ્રેમમાં કુરબાની ના આપી શક્યો. એ ચીલા ચાલુ જીવન જીવી ગયો. પત્ની બાળકો અને છેવટે આ હોસ્પિટલ.
હવે જ્યારે પોતે છેલ્લી ઘડી ગણી રહયો છે ત્યારે શમાની યાદ આવી કે એને શી રીતે જવાન જોધ શરીરને બાળીને આ જિંદગીનો અંત લાવ્યો. મારાથી આ સિતેર વરસનાં બુઢા શરીરનો મોહ છૂટતો નથી. પણ યમરાજે દ્વાર પર ટકોરા કર્યા અને રવિ પોતાના આત્માને જતા જોઈ રહયો. ધીરે ધીરે એણે આંખો બંધ કરી દીધી. રેડીઓમાં ગીત ગુંજી રહ્યું હતું. "તુમને કિસીકી જાન કો જાતે હુએ દેખા હૈ, વોહ દેખો મુજસે રૂઠકે મેરી જાન જા રહી હૈ."