જાદુઈ વૃક્ષ
જાદુઈ વૃક્ષ
રાકેશભાઈ એક મોટા ઉધોગપતિ હતા. તેમણે ઘણી મોટી મોટી કંપનીની સ્થાપના કરી. આ માટે તે જંગલમાં ઊભેલાં લીલાછમ અને મોટા મોટા વૃક્ષો કાપી નાખે. વૃક્ષોની હરીભરી દુનિયાને વેરાન બનાવી દે છે.
આમ ને આમ તેઓ ઘણાં બધાં વૃક્ષો કાપી નાખે છે. એક વખત તેઓ જ્યાં કંપનીની સ્થાપના કરવાના હોય ત્યાં એક મોટું વૃક્ષ હોય છે. રાકેશભાઈના માણસો આ વૃક્ષને કાપવા જાય છે ત્યાં વૃક્ષ આગળ ચાલવા માંડે છે.
ફરી બીજો માણસ તે કાપવા જાય છે, તો ફરી એ વૃક્ષ આગળ ચાલવા લાગે. બધા કામ કરતાં મજૂરોને નવાઈ લાગી. તેને કાપવા જાય તો એ ઝાડ ખસવા લાગે ફરી પાછું ત્યાં સ્થિર થઈ જાય.
આ કામ કરતાં મજુરોને રાકેશભાઈ ને બોલાવ્યા. તેમને પણ નવાઈ લાગી. આવું કેમ થતું હશે. તેમણે ઝાડને કહ્યું," હે વૃક્ષ તમે આવું કેમ કરો છો ? મારે એક મોટી કંપનીની સ્થાપના કરવી છે. તમે અમને મદદ કરો ?
ત્યારે ઝાડ, " બોલ્યું, તમે કેટલાં બધાં ઝાડ કાપી નાખ્યાં ખબર છે. એના લીધે કેટકેટલા પશુઓ અને પક્ષીઓ આશ્રયસ્થાન વિનાના થઈ ગયા. અને અનેક તો નાશપ્રાય થયાં છે. તમે વૃક્ષો કાપવાનું બંધ કરો અને નવા વૃક્ષોને ઉછેરો. "
"વૃક્ષો ઉછેરો, જિંદગી બચાવો. "
