જાદુઈ નગરી
જાદુઈ નગરી
એક શહેર હતું. જાદુઈ શહેર. કોઈપણ ગામમાંથી એ ગામમાં કોઈ આવે એટલે તેનાં મનનાં વિચારો આપોઆપ બદલી જાય. ગામનું પ્રાકૃતિક સૌંદર્ય એટલું નિરાળું હતું કે એનું મનમોહક સૌંદર્ય દરેકના મનમાં પ્રકૃતિને લગતા જ વિચારો અપાવી દે.
પ્રકૃતિને માણવા માટે લોકો આ ગામમાં આવે અને પ્રકૃતિના પ્રેમમાં પડી જાય. મારા ગામ કે શહેરને આવું હરિયાળું બનાવવા શું કરવું બસ એ જ વિચારવા લાગે. પરંતુ એની એક મર્યાદા હતી કે આ પ્રાકૃતિક સૌંદર્ય એટલે કે આ ગામથી બહાર નીકળતા ફરી પહેલા જેવા જ વિચારો સ્થાયી થઈ જાય.
દૂર દૂર ગામ અને શહેરમાંથી લોકો આ જાદુઈ નગરી વિશે સાંભળી તેની ખરાઈ કરવા આવતા. પરંતુ બનતું એ જ. જે કોઈ વ્યક્તિ આવે એટલે પ્રકૃતિના પ્રેમમાં પડી જાય. અને બહાર નીકળતા ફરી જુના વિચારો.
પ્રકૃતિ સૌંદર્ય માણવા જાદુઈ નગરીની મુલાકાત અવશ્ય લઈએ.
