STORYMIRROR

Vibhuti Mehta

Classics Children

3  

Vibhuti Mehta

Classics Children

જાદુઇ રાજકુંવરી

જાદુઇ રાજકુંવરી

2 mins
146

રાજાની દિકરીને રાજકુંવરી કહેવાય છે. ગામનો એક રાજા હતો એને એકને એક દિકરી મીનાકુમારી બહુ હોશિયાર અને ચંચળ સ્વભાવની હતી. ગામનો દરેક બાળક આ રાજકુંવરીનો ચાહક હતો. મીનાકુમારી ભણવામાં પણ બહુ હોશિયાર એટલે ગામના બાળકો પણ એની પાસે ભણવા આવતા હતા. 

એક દિવસ રાજકુંવરી એ ગામના બધા બાળકોને ભેગા કર્યા અને એક મેજીક શોનું આયોજન કર્યું. પછી રાજા પણ ખુદ આ મેજીક શોમાં હાજર રહ્યાં રાજા તો વિચારતા હતા કે રાજકુંવરી શું જાણતા હશે આ મેજીક વિશે એ શું જાદુ કરશે ? એમને તો એમ કે હવે રાજકુંવરીની ઈચ્છા છે તો ભલે આયોજન કર્યું થોડી જ વારમાં મીનાકુમારી એ મેજીક શોના એક પછી એક પ્રદર્શન બતાવવાનું શરૂ કર્યું.

અલગ અલગ જાદુ જોઈને બાળકો તો બહુ ખુશ થયા પણ રાજા વિચારોમાં ખોવાઈ ગયાં કે આ મારી રાજકુંવરી જ છેને! આ એટલા સરસ મેજીક કરે છે આ કયાથી શીખી હશે મેં તો કયારેય એને રાજમહેલની બહાર જવા નથી દીધી ! રાજા કયાં સુધી વિચારોમાં જ રહ્યાં. 

બાળકોને તો બહુ જ મજા પડી ગઈ અને આખું રાજમહેલ માથે લીધું હોય એમ ધમાચકડી મચાવી દીધી. અલગ અલગ જાદુઈ ડેમા આપણા દેશમાં માત્ર સિરીયલમાં અને સિનેમા ઘરોમાં જ બતાવાય છે આ તો એક રાજકુંવરી એ લાઈવ ડેમો આપી બધાના દિલ જીતી લીધા 

રાજકુંવરી જાદુ બતાવે છે ત્યારે દરેક વ્યક્તિ એનાં જાદુને નિહાળવા એટલા બધા ઓતપ્રોત હોય છે કે ઈન્ટરવલ પડે તો પણ ફટાફટ આવી જાય કે કયાંક એકાદ સીન મીસ ન થઈ જાય. રાજકુંવરી રીયલ લાઈફમાં બહુ મોટી હસ્તી છે પણ એના જાદુ અને એના સ્વભાવે ગામના લોકોના અને બાળકોના દિલ જીતી લીધા હતા. 

રાજા એક દિવસ રાજકુંવરીને બોલાવીને પુછ્યું, 'બેટા,તમે આ જાદુ ક્યાં થી શીખ્યા એ તો મને કહો ત્યારે રાજકુંવરી એક જવાબ આપ્યો કે પિતા 'મને સ્વપ્નમાં એક સુંદર મજાની પરી આવે છે એ મને બધા મેજીક શીખવે છે રાજા આશ્વર્ય પામી જાય છે અને રાજકુંવરીને આશ્વાસન આપી જતાં રહે છે.' 

ત્યારે બાદ રાજમહેલમાં અઠવાડિયામાં બે વખત મીનાકુમારીનો મેજીક શો રાખવાનું આયોજન રાજા એ કરી દીધું . આજે રાજકુંવરીના મેજીક શો આખું ગામ નીહાળે છે અને આનંદ લે છે આ ગામના લોકો રાજા અને રાજકુંવરીથી બહુ ખુશ છે. 


Rate this content
Log in

Similar gujarati story from Classics