STORYMIRROR

Sandhya Chaudhari

Romance Others

3  

Sandhya Chaudhari

Romance Others

ઈશ્કવાલા લવ - ભાગ ૮

ઈશ્કવાલા લવ - ભાગ ૮

4 mins
583


કોલેજની લોબીમાં ઉભી ઉભી કેયા બહાર વરસતા વરસાદને જોઈ રહી અને વિચારી રહી હતી કે કે.ડી. કેમ સમજતો નથી કે હું એને મનોમન ચાહુ છું. થોડીવાર રહી રૉય અને વિકી નીકળી ગયા.

"ઑ હેલો ડ્રામેબાઝ, શું વિચારી રહી છે ?" કે.ડી.એ કેયાની સામે ચપટી વગાડતા કહ્યું.

કેયા: "કંઈ નહિ. બસ એમજ અને મારું નામ ડ્રામેબાઝ નથી કેયા છે."

કે.ડી.: "ડ્રામેબાઝ નહિ તો શું કહું ? તે દિવસે "બચાવો બચાવો" એમ શું કરવા કહેતી હતી ? તમે બધાએ મળીને જે ડ્રામા કર્યો હતો તે મને ખબર પડી ગઈ હતી. રૉય અને વીકીને મેં સંતાતા જોઈ લીધા હતા."

કેયા: "તો મિ. કે.ડી. શું કરવા ડ્રામા કર્યો હતો તેનું કારણ પણ ખબર પડી ગઈ હશે."

કે.ડી.: "હા તારી આંખો બધું જ કહી દે છે. પરંતુ કેયા આ શક્ય નથી. આપણે બંન્ને અલગ છે. અને હું કોઈની ફીલીંગ્સ સાથે રમવા નથી માંગતો. હું એક પુત્ર અને ભાઈના સંબંધમાં પણ જોડાયેલો છું. એટલે મને પણ અમુક મર્યાદાઓમાં બંધાવું પડ્યું છે. બની શકે કે એ કારણે જ મારે તારાથી દૂર જવું પડ્યું તો ? પણ મને તારામાં વિશ્વાસ છે કે તું મને સમજે છે. બસ અમુક કર્તવ્યોને પૂર્ણ કરું ત્યાં સુધી ધીરજ રાખીશ. જેમ આટલો સમય રાખી. હું પણ તારી પાસે જ રહેવા માંગુ છું. હંમેશને માટે, બસ સમયને વહેવા દે એની ગતિમાં. આપણે આપણા કર્તવ્યોની ગતિમાં જેમ અત્યાર સુધી વહ્યા છીએ મેળાપની આશામાં."

કેયા કે.ડી.ને જોઈ જ રહી. કેયા ખુશ થઈ કે કે.ડી. પણ મને ચાહે છે.

કેયા: "તે શું કહ્યું ? મને કંઈ સમજ ન પડી. બધું જ મારા માથા ઉપરથી જતું રહ્યું."

કે.ડી.: "સમજ નથી પડી કે ન સમજવાનું નાટક કરે છે. એટલે જ તને હું નૌટંકીબાઝ કહું છું."

કેયા: "ઓકે ઓકે, મને તારી બધી વાત સમજમાં આવી પરંતુ કે.ડી. આપણને અત્યારે પ્રેમ કરવાનો જે સમય મળ્યો છે, જે ક્ષણો મળી છે એ ક્ષણો...એ પળોને ન માણવી એ તો બેઉં બાજુનું નુકસાન કહેવાય ને !"

કે.ડી. થોડીવાર કેયાને જોઈ રહ્યો.

કેયા: "શું વિચારે છે ?"

કે.ડી.: "તે તો મારી બોલતી બંધ કરી દીધી."

કેયા કે.ડી.ને વળગી પડી. કે.ડી.એ કેયાને માથે હાથ ફેરવતા કહ્યું " સારું ચાલ આપણે પણ નીકળીએ. વરસાદ તો વધી જ રહ્યો છે."

કેયા:- "ઓકે, પણ વરસાદના થોભવાની રાહ જોઈએ."

કે.ડી.: "વરસાદ તો થોભવાનો જ નથી."

કેયા: "થોડોક ધીમો પડે પછી જઈએ."


વરસાદ ધીમો પડે છે એટલે કેયા અને કે.ડી. નીકળે છે. કેયા કે.ડી.ની પાછળ બાઈક પર બેસી જાય છે. ધીમો વરસાદ આવતો જ હોય છે એટલે થોડીવારમાં જ બંન્ને ભીના થઈ જાય છે. એટલામાં જ વરસાદ વધવા લાગ્યો. કે.ડી.એ એક ઘર જોઈને બાઈક ઉભી રાખી. કેયા અને કે.ડી. બંન્ને ઘરના ઓટલા પર ઉભા રહ્યા. ઘરમાં કોઈ રહેતું નહોતું અને તાળું મારેલું હતું. ઓટલો પણ સાંકળો હતો. વરસાદની વાંછટ વારંવાર કેયાના ચહેરા પર પડતી હતી. એ વાંછટ કેયાને થોડી પરેશાન કરતી હતી એટલે કે.ડી.

કેયાની સામે ઉભો રહી જાય છે જેથી કેયાના ચહેરા પર વાંછટ ન પડે અને કેયા પરેશાન ન થાય. બંને એકબીજાને જોઈ રહ્યા. વરસાદી પાણી જેમ ધરતી સોંસરવું નીચે ઉતરે તેમ લાગણી રૂપી પાણી મનમાં ઊંડે ઉતરી બંન્ના હ્દયને, દિલને ભીંજવતું હતું. આજુબાજુમાં રહેતા બાળકો પાણીમાં છબછબિયા કરી વરસાદની મોજ માણી રહ્યા હતા. એ બાળકો પોતાની દુનિયામાં મગ્ન હતા.

ચોમાસાનું એક આગવું સૌંદર્ય હોય છે. સમગ્ર અસ્તિત્ત્વને એક નવી તાજગી આપે છે. વરસાદનું વળગણ એવું છે કે માનવીના મનને ટાઢક કરી દે. પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદે રોમેરોમને પુલકિત કરી દે છે. ઘનઘોર વાદળો છવાયેલા છે. ભીંજાયેલી ધરતીના માટીની સુગંધ મન મહેકાવી દે છે. ધરતીની એક તરસ હોય છે તો આકાશની પણ એક તરસ હોય છે. કોઈ વરસાદ ધરતીને ભીંજવીને મહેકાવી દે એ ધરતીની તરસ છે તો ધરતીને ભીંજવી દેવાની આસમાનની તરસ છે. એ બંન્ને તરસની વચ્ચે એક અદમ્ય ઝંખના છે, અરમાન છે. એ અરમાન છે ભીંજાવાના, એ અરમાન છે વરસાદી બુંદોને શ્વાસમાં ભરી લેવાના. એ અરમાન છે મનને મહેકાવવાના. મોસમની મદહોશી એવી છે કે મન ઉછળી ઉછળીને કહે છે કે બધું ભીંજાય જાય. લાગણી રૂપી પાણીમાં મન તરબોળ થઈ જાય. આજે તો ધરતી અને કેયા બંન્ને પ્રેમમાં ભીંજાઈ રહ્યા હતા.

ના કર આંખોની લેવડદેવડ વરસતા વરસાદમાં,

એક તો ભીંજાયેલ છું ને તું વધારે ભીંજવે છે.

કે.ડી. અને કેયા બંન્નેનું હ્દય જોરજોરથી ધડકવા લાગે છે. બંન્ને ખાસ્સા ભીના થઈ ગયા હતા.

કેયાના ચહેરા પરનું એક ટીપું એના ગાલ પર પડ્યું, ને સરકીને નાકની કોતરમાં થઈ હોઠની ખાઈમાં લટકી રહ્યું. કે.ડી.એ વિચાર્યું આ ટીપું નીચે પડશે તો તૂટી જશે બિચારું. કે.ડી.એ એ ટીપાને બચાવવા પોતાના હોઠે કેયાના હોઠનો સ્પર્શ કર્યો. કેયાની આંખો આપોઆપ જ બંધ થઈ ગઈ. કે.ડી. થોડી પળો કેયાનેકિસ કરતો જ રહ્યો. એટલામાં જ વીજળીનો કડાકો થયો. કેયા થોડી ચમકીને કે.ડી.ને વળગી પડી. કેયા ઠંડીને લીધે ધ્રૂજતી હતી એટલે કે.ડી.નો એક હાથ કેયાના હાથના બાવડા પર ફરી રહ્યો હતો. જેથી એને ઠંડી ન લાગે.

તે જ સમયે રતિલાલભાઈની કાર એ રસ્તેથી પસાર થઈ અને કેયા કે.ડી.ને વળગી પડી હતી તે જોઈ ગયા અને ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા.

કેયા:- "કે.ડી. આઈ લવ યુ"

જો મેહસુસ કિયા હમને વો બયાં કર દી,

લફ્જો કી દગાબાજી હમસે નહિ હોતી.

કે.ડી.: "આઈ લવ યૂ ટૂ"

વરસાદ રોકાતા જ બંન્ને જણ બાઈક પર બેસી ગયા. થોડે દૂર જઈ લારી પર બંન્ને જણે વડાપાઉં અને ચાની લિજ્જત માણી. બાઈક પર વાતો કરતા કરતા ક્યારે કેયાનું ઘર આવી ગયું તેનો બંન્નેને ખ્યાલ જ ન રહ્યો. કેયા આજનો દિવસ કે.ડી. સાથે વિતાવેલી આજની સાંજને યાદ કરતા કરતા ક્યારે ઊંઘી ગઈ તેનો એને ખ્યાલ જ ન રહ્યો.  

એક સાંજ ઢળતી હતી,

હું એમાં ઓગળતી હતી,

તું અને તારી વાતો,

તાર તાર થતી હતી.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance