ઈશ્કવાલા લવ - ભાગ ૧૧
ઈશ્કવાલા લવ - ભાગ ૧૧
કિતની કશિશ હૈ, મહોબત મેં.
લોગ રોતે હૈ, ફિર ભી કરતે હૈ.
કેયા હવે ઉદાસ રહેવા લાગી હતી. હંમેશા વિચારોમાં ખોવાયેલી રહેવા લાગી.
દહેજ્તે ભી હૈ, ઓર જલતે ભી હૈ,
મગર રોશન હૈ ઉન્હી સે દુનીય મેરી
તેરે જખ્મ જો ઇસ દિલમે રેહ્તે હૈ.
ગઈકાલની કેયા સાથેની છેલ્લી મુલાકાત વાગોળતો કે.ડી. બેઠો હતો. વારંવાર એની નજર મોબાઈલ પર જતી. કે.ડી.ને એ પળ યાદ આવી ગઈ. જ્યારે કેયાએ પહેલી વખત મેસેજ કર્યો હતો. કે.ડી.ને ડિસ્ટર્બ થવું નહોતું ગમતું છતાં પણ કેયા એને દરરોજ મેસેજ કરી ડિસ્ટર્બ કર્યા જ કરતી. આજે કેયાનો એક પણ મેસેજ ન આવ્યો અને કે.ડી. ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયો. Automatically KDની આંખમાંથી આંસુ પડવા લાગ્યા.
તારા ગયા પછી આમ તો, બીજુ કશું જ થયું નથી,
મારામાં મને મારાપણાનો,અભાવ વરતાય છે.
પંદર દિવસ થયા પણ કેયાનો એક મેસેજ કે એક ફોન પણ ન આવ્યો. કે.ડી.એ ફોન કર્યો પણ કેયા ફોન રિસીવ જ નહોતી કરતી. કે.ડી. ખૂબ બેચેન રહેવા લાગ્યો. કેયા સાથે વિતાવેલી પળોને યાદ કરતો ત્યારે એના દિલને થોડી રાહત મળી જતી.
તેરી ચાહત તો મુકદ્દર હૈ, મિલે ના મિલે,
રાહત જરૂર મિલ જતી હૈ તુજે અપના સોચકર.
રતિલાલભાઈ:- "એક જ મહિનામાં કેયાના લગ્ન કરાવી દઈએ. રાજ સુખ સમૃધ્ધિથી ભરપૂર એવા પરિવારનો છોકરો છે. અત્યારથી જ બધી તૈયારી કરવામાં લાગી જાવ."
રેખાબહેન:- "કેયાની હાલત તો જોવો. આખો દિવસ રૂમમાં ભરાઈ રહી છે. આજે પણ નીચે જમવા માટે ન આવી."
કેયાના પપ્પાએ વિચાર્યું કે કેયાનો મૂડ સારો કરવા પ્રયત્ન કરું. રતિલાલભાઈએ રાજને બોલાવ્યો,
અને કહ્યું "તું કેયાને બહાર ડીનર માટે લઈ જા." રાજ અને કેયા ડીનર માટે જાય છે.
રાજ:- "જો કેયા હું જાણુ છું કે તું કે.ડી.ને પ્રેમ કરે છે. અને હું વચ્ચે આવવા નથી માંગતો. તું કહે તો હું આ લગ્ન નહિ કરું. હું અંકલ સાથે વાત કરીશ."
કેયા:- "ના આની કોઈ જરૂર નથી. તું આ લગ્નથી ખુશ છે ને. આઈ મીન, કે તું જબરજસ્તીથી લગ્ન નથી કરતો ને ? તારી જીંદગીમાં બીજી કોઈ છોકરી હોય તો બોલ. હું તમને મળાવવામાં મદદ કરીશ."
રાજ:- "ના એવું કશું જ નથી અને હા આપણે હંમેશા ફ્રેન્ડ રહીશું. તો તું આ ફ્રેન્ડ સાથે કોઈપણ વાત Share કરી શકે છે ઓકે !"
કેયા:- "ઓકે"
લગ્નનો દિવસ આવી ગયો. લગ્નને દિવસે સમગ્ર મંડપને મોગરો, જૂઈ, ચંપો તથા પારિજાત જેવા સુગંધિત પુષ્પોની ફૂલમાળાઓ વડે આચ્છાદિત કર્યું હતું. વાતાવરણને ખુશનુમા બનાવવા થોડે દૂર બે સરસ મજાના કલાત્મક ફૂવારાઓની રચના કરવામાં આવી હતી. જેમાંથી સુગંધીત જળની સેરો ઉડીને એની ફરફર થકી વાતાવરણને અત્યંત મોહક અને માદક બનાવી દે તેવું આયોજ
ન કર્યું હતું.
કેયાને પ્રિયા અને બીજી કેટલીક બહેનપણીઓ તૈયાર કરી રહી હતી. લગ્નનો માહોલ હતો એટલે બહાર માપસરના અવાજે સ્પીકરોમાંથી ગીતો સંભળાઈ રહ્યા હતા. એક ગીત વાગ્યું અને કેયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
ના નથી હું જાણતી શું કામ શોધું છું,
હાથની મહેંદીમાં તારું નામ શોધું છું,
સાજ ને શણગારનો આ ભાર લાગે છે,
મન ભરેલા માંડવાથી દુર ભાગે છે,
તું મને લઇ જા આવી,
તું મને લઇ જા,
મન માંહી હું એજ માંગુ રે,
વ્હાલમ આવો ને આવો ને,
મન ભીંજાવો ને આવો ને.
આ ગીત સાંભળતા જ કેયાની આંખો ભરાઈ આવી. પ્રિયા પરિસ્થિતીથી વાકેફ થઈ ગઈ.
પ્રિયા:- "તમે બધા જાવ હું કેયા સાથે થોડીવાર રહું છું. જાવ તમે બધા નાસ્તો કરી આવો."
બધાના જતા જ પ્રિયા કેયાને સમજાવે છે "જો કેયા જે થવાનું હતું તે થઈ ગયું. હવે કે.ડી.ને ભૂલી જા અને મૂવ ઓન કર. રાજ સારો છોકરો છે. તને હંમેશા ખુશ રાખશે."
પ્રિયાના આ શબ્દોની કેયા પર કોઈ જ અસર ન થઈ, અને કેયાએ માત્ર "ઓકે" કહ્યું.
આજે કેયાના લગ્ન હોવાથી કે.ડી. ખૂબ બેચેન બની ગયો હતો. આખરે કે.ડી.થી રહેવાયું નહિ અને કેયાના ઘરે જવાનો નિર્ણય કર્યો. રૉય અને વીકી પણ કેયાના ઘરે પહોંચી ગયા હોય છે. વજનદાર આભુષણ, ગુલાબી પાનેતર, વાળમાં ગુંથેલા ગજરાની મહેક આખા રૂમમાં પ્રસરેલી હતી. ઉચાટથી ભરેલું હદય, આંસુઓના પુરને રોકી રાખેલી આંખો. ગમે તેમ ખુદને સંભાળીને તેણે રૂમની બહાર પગ મુક્યો.
કેયાને મંડપમાં લાવવામાં આવે છે. કેયા નીચી નજર કરી મંડપમાં આવે છે. કેયા અને રાજને સપ્તપદીના સાત ફેરા માટે ઉભા થવા પંડિતજી કહે છે. કેયા ઉભી થાય છે ને સામે જ કે.ડી. હોય છે. કે.ડી.ને જોઈ જ રહે છે.
પંડિતજી કહે છે કે 'બેટા આગળ વધો.' કેયા તો જાણે કઠપૂતળીની જેમ જ ઉભી હોય છે. મમ્મી પપ્પા બધા જ આગળ ફેરા ફરવા માટે કેયાને કહે છે પણ કેયાને કોઈ જ અસર થતી નથી.
રાજ:- "કેયા જા તને કે.ડી. બોલાવે છે."
કે.ડી.પોતાની બાહો ફેલાવી કેયાને બોલાવે છે. કેયા એના મમ્મી પપ્પા તરફ જોય છે. કેયાની હાલત જોઈ મમ્મી પપ્પાનું હદય પીગળી ગયું. કેયાના પપ્પાએ કે.ડી. પાસે જવા સંમંતિ આપી. કેયા કોઈની પણ પરવા કર્યા વિના દોડતી કે.ડી.ની બાહોમાં જતાં જ રડી પડે છે.
આ બંન્નેનું મિલન જોઈ વીકી અને રૉય કે.ડી.ના પરિવારને ફોન કરી બોલાવે છે. કેયા અને કે.ડી.ના પૂરા રીતિ-રિવાજોથી અને બધાના આશીર્વાદથી લગ્ન થયા.
બે મન જોડાય અને જે થાય એ પ્રેમ કહેવાય, પણ જ્યારે એ જ મનને તમે જીંદગીભર સાથે જોવા માંગતા હોવ અને જે મીઠો સંબંધ બંધાય એ અમુલ્ય સંબંધને લગ્ન કહેવાય !
સમાપ્ત.