Akbar Birbal

Classics

1.0  

Akbar Birbal

Classics

ઈનસાફની ખુબી

ઈનસાફની ખુબી

2 mins
250


એક સમે એક સ્ત્રીએ શાહ આગળ આવી ફરીયાદ કરી કે ' હજામ ગલીમાં રહેનાર મહમદખાન નામના એક પઠાણે બલાત્કાર કરી મારી આબરૂ લુટી. માટે આપ જેવા અદલ ઈનસાફી શાહના અદલ રાજમાં એવા જુલમગારોને બરાબર શિક્ષા થવી જોઇએ છે.' શાહે આ સ્ત્રીની જુબાની સાંભળી લ‌ઇને શાહે તરત સિપાઇને મોકલીને તે પઠાણને બોલાવી પુછ્યું કે, આ સ્ત્રીની તમોએ આબરૂ લુટી છે, એવી અરજ મારી સન્મુખ કરવામાં આવી છે. તે માટે તમે તમારો બચાવ શું રજુ કરો છો !' તે પઠાણે હાથ જોડીને કહ્યું કે, ' સરકાર ! હું તો એ વાતમાં કાંઇ પણ જાણતો નથી. તેમ આ સ્ત્રી કોણ છે ? અને તેણીએ શા માટે આવું ખોટું તોમત મુક્યું ? તે માટે પણ હું કાંઇ કહી શકતો નથી. પછી તો આપના લક્ષમાં આવે તે ખરૂં.' આ પ્રમાણે પઠાણનું બોલવું સાંભળી લ‌ઇને શાહે તેની મુખ ચેષ્ટા બરાબર નીહાળીને શાહે મનમાં ઠરાવ કરયો કે, આ અપરાધ તેણે કીધો નથી. પણ ઇનસાફમાં બારીકી તપાસવાની ઘણી જરૂર છે. આવો વિચાર કરીને શાહે તે પઠાણને કહ્યું કે તમો દોષિત છો. માટે ૧૫ રૂપીઆ આ સ્ત્રીને આપી આ ફરીયાદ બંધ પાડો એમાંજ લાભ છે, નહીં તો ફજેત થશો.

શાહનો હુકમ થતાજ પઠાણે તરત રૂપિયા તેણીને આપી દીધા. તે જોઇ શાહે તેણીને રજા આપી. પછી શાહે પઠાણને કહ્યું કે જાઓ તમે એ રૂપીઆ તે સ્ત્રી પાસેથી પાછા લ‌ઇ આવો. શાહનો હુકમ થતાજ તે પઠાણ તે સ્ત્રીની પાછળ દોડ્યો અને રસ્તામાં પકડી પાડી રૂપિયા પાછા છીનવી લેવા પઠાણે બહુ યુક્તિ વાપરી પણ તેની યુક્તિમાં તે સ્ત્રીએ પઠાણને ફાવવા દીધો નહિ.

પાછી તે શાહે પાસે ફરીયાદ કરી કે, ' સરકાર ! આ બદમાશ મારી પાછળ આવીને રૂપિયા છીનવી લેવા માટે જુલમ ગુજારે છે.' શાહે પુછ્યું કે, ' તે રૂપીઆ દીધા કે નહીં ?' તે સ્ત્રીએ કહ્યું કે, ' હજુર ! શી તાકાત છે કે એ ગુલામ મારી કનેથી રૂપિયા પાછા લ‌ઇ શકે ?' આ સાંભળી શાહે તરત કહ્યું કે, જેમ આ પઠાણ જબરીથી તારી પાસેથી રૂપિયા લ‌ઇ શક્યો નહી તેમ તેણે તારી ઉપર બલાત્કાર ગુજારી તારી આબરૂ લુટી શકયો નથી. કદાચ જે કાંઇ થયું હશે તે તારી મરજી વગર થયું નહીં હોય. પણ અરસપરસમાં કાંઇ ખટપટ થવાને લીધે તેં આવો રસ્તો લીધો છે. માટે એના રૂપિયા પાછા આપી દે. અને દરબારને નાહક તસ્દી આપી તે બદલ એકાવન રૂપીઆ આપ નહીં તો ત્રણ માસ કેદમાં જા.' આવો હુકમ થતાજ તે સ્ત્રી થરથર કંપવા લાગી અને પોતાના પાપનો પસ્તાવો કરી એકાવન ઉલટ દંડના આપી પછી પોતાના ઘરનો રસ્તો લીધો.


Rate this content
Log in

Similar gujarati story from Classics