Manishaben Jadav

Inspirational Children

4.6  

Manishaben Jadav

Inspirational Children

ઈચ્છાઓનું બલિદાન

ઈચ્છાઓનું બલિદાન

1 min
122


નિમિષાની સગાઈને બે વર્ષ પૂર્ણ થયા હતા. તેના લગ્નની તારીખ નક્કી થઈ. નિમિષાના મનમાં ઘણી બધી ઈચ્છાઓ હતી. લગ્ન પછીના જીવન માટે કેટલાક સ્વપ્ન જોયા હતા.

પોતે સારૂ લેખન કરી શકતી હતી. કવિતા, વાર્તા નવલકથા વાંચન અને લેખનનો એને ખૂબ શોખ. એ માટે પોતે સ્વપ્ન જોયેલા કે લગ્ન પછી હું ઋત્વિકને કહીશ મને લેપટોપ લાવી આપશે. એનાથી હું લેખન કરીશ અને બધે પ્રસિદ્ધ કરીશ. આખી દુનિયામાં પ્રચલિત થઈશ.

સૌ મને લેખક કહીને બોલાવશે. મારા જીવનનો આનંદનો દિવસ હશે. ઋત્વિક પણ મને મદદ કરશે. એ આશામાં ખૂબ ખુશ હતી.

"બનીશ હું લેખિકા

કરીશ હું સ્વપ્ન સાકાર

મળશે સાથ સૌનો

જીવન ધન્ય થશે."

નિમિષા અને ઋત્વિકના ધામધૂમથી લગ્ન થયાં. બંને ખુશ હતા. નિમિષાએ સસરાને ઘેર પોતાની બધી જવાબદારી ઉપાડી લીધી. બપોરના સમયે થોડો સમય મળતો. તેણે ઋત્વિકને પોતાના સ્વપ્ન વિશે વાત કરી. ઋ્ત્વિકે તરત જ ના પાડી દીધી. આ બધું કંઈ કરવાની જરૂર નથી.

હું પૈસા કમાઈ શકું એમ છે. ઘરના કામ કરો અને શાંતિથી રહો. એ બધા નકામા ખર્ચા મને ઘરમાં ન જોઈએ.

નિમિષા ઉદાસ થઈ ગઈ. સ્ત્રીનું પોતાની કોઈ ઈચ્છા જ નહિ. એની કોઈ જિંદગી જ નહિ. પોતાની બધી ઈચ્છાઓ મનમાં દબાવી દિધી. આને બીજાની ખુશીને પોતાની ખુશી માનીને જીવવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational