હું સુપરમેન
હું સુપરમેન
"બેટા..! શું સુપરમેન...સુપરમેન બનવું બોલ્યા કરે છે આખો દિવસ.એ બધું ફિલ્મોમાં સારું લાગે અને માત્ર એ ફિલ્મ સુધી જ હોય પછી એ બધા પણ આપણી જેમ સામાન્ય માણસો જ હોય. હકીકતમાં એવું કશું બને નહીં." મમ્મી એ થોડા ગુસ્સા સાથે આયુષને કહ્યું.
આયુષને તો મનમાં બસ એક જ વાત કે હું સુપરમેન જેવો બનીશ અને દુનિયાના લોકો મને પણ સુપરમેન કહેશે.
આયુષ 15 વર્ષનો થવા આવ્યો છતાં હજુ તેના મનમાંથી સુપરમેન બનવાનું ભૂત ઉતર્યું નહોતું. પાછલા કેટલા વર્ષોથી તે સુપરમેન જેવા કામ કરવામાં પોતાના શરીરને નુકશાન પહોંચાડી બેઠો હતો.
ત્રણ વર્ષ પછી આયુષ આજે પોતાના રૂમમાં સૂતા સુતા એજ વિચારી રહ્યો હતો કે મમ્મી કહેતા હતાં એ સાચું હતું પણ હવે શું થાય ?
એટલામાં જ નીચેથી મમ્મીનો અવાજ આવ્યો, "બેટા તારે બાથરૂમ નથી જવુંને ? તો હું આવું."
મનના વિચારોની હારમાળ તૂટી અને આયુષના આંખમાં આંસુએ જગ્યા લીધી.
