Sanjaykumar B Dohat

Abstract Inspirational Children

4.8  

Sanjaykumar B Dohat

Abstract Inspirational Children

હું શિક્ષક અને મારી શાળા

હું શિક્ષક અને મારી શાળા

4 mins
742


હું શિક્ષક:-

હે પ્રભુ ! 

મારી શાળા તરફની મારી

અનન્ય ભક્તિભાવ હંમેશને માટે

મારા હૈયામાં વસતી રહે.... 

માતા કરતાંય અધિક માતૃત્વ

મારામાં જાગતું રહે. 

મારી પાસે ભણતા

પ્રત્યેક બાળકમાં મારા જીવનનો સંવાદ પૂરવાની, 

એને જીવત કાવ્ય બનાવવાની કળા

મારામાં પ્રગટે. 

જે કંઈ મારી શાળામાં હો

તે જનહિતાય, જનસંખ્યા હો

અને અલ્પને પણ ઉન્નત કરનારૂ હો.

     મને શાળામાં શિક્ષક તરીકેની નોકરી મળી અને અંગ્રેજી વિષયમાં શિક્ષણ આપવાની  શરૂઆત કરી. શરૂઆતમા, મારી શાળામાં વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં ખૂબ નબળા હતા. મેં તેમનું અંગ્રેજી સુધારવાનો દ્રઢ સંકલ્પ કર્યો. હું તેમને અંગ્રેજી રસપૂર્વક ભણાવતો. રજાના દિવસે પણ અંગ્રેજીના વર્ગ લેતો. મેં શાળામાં અંગ્રેજી પુસ્તકાલય શરૂ કરાવ્યું હતું. મારા વિદ્યાર્થીઓને અંગ્રેજી પુસ્તકો વાંચી સંભળાવતો અને પછી તેમની પાસે વાંચન કરાવતો. વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં હું નાટક, સંવાદ, વકતવ્ય વગેરે તૈયાર કરાવતો. પરિણામે તે વર્ષે એસ.એસ.સી.ના બધા જ વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં સારા ગુણ મેળવીને ઉત્તીર્ણ થયા. હું વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ પણ કરાવતો. દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમનું અને મારા વિદ્યાર્થીઓને ઘણી વાર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે લઈ જતા. આમ કરીને વિદ્યાર્થીઓને અમે સમાજોપયોગી કેળવણી પણ આપતા. વળી તેમને અમે ભણતાંભણતાં કમાવીના પાઠ પણ શીખવતા. 

સાચો શિક્ષક પ્રેમલતા અને કઠોરતાનું અનુપમ સંયોજન હોય છે, સામાન્યત : અમુક શિક્ષકો માત્ર પ્રેમાળ હોય છે જયારે અમુક શિક્ષકો માત્ર કઠોર ! પરંતુ અહી દ્રઢતા અને પ્રેમનું નાજુક સંતુલન હોવું આવશ્યક છે, કેટલાંક બાળકો વિદ્રોહી સ્વભાવ ધરાવતાં હોય છે, તેમને વધુ પ્રેમ, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર હોય છે, જયારે કેટલાંક બાળકો શરમાળ હોય છે, તેમની સાથે થોડો કઠોર વ્યવહાર કરીને તેમને બહિર્મુખ કરવાની જરૂર રહે છે, પરંતુ શાળાઓમાં આનાથી બિલકુલ ઉલટું થતું હોય છે, વિદ્રોહી બાળકોની સાથે કઠોર વ્યવહાર અને શરમાળ પ્રકૃતિના બાળકો સાથે મૃદુ વ્યવહાર થતો હોય છે, અને એટલે જ તેમની વર્તણુંકમાં સકારાત્મક પરિવર્તન આવતું નથી, એક કુશળ શિક્ષક ઋજુતા અને કઠોરતાનાં સુંદર મિશ્રણ દ્વારા વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે,

 વિદ્યાર્થીનાં મસ્તિષ્કમાં માહિતીઓ આપવી તે શિક્ષણ નથી, શિક્ષણ બહુઆયામી, સંપૂર્ણ પ્રક્રિયા છે, વર્ગમાં આવીને માત્ર થોડા પાઠ શીખવા તે શિક્ષણ નથી, શરીર તથા મનનો સંપૂર્ણ અને સ્વસ્થ વિકાસ થાય તે પ્રકારનું શિક્ષણ હિતાવહ છે, અને તેના માટે પરસ્પર આત્મીયતા, પ્રેમ, સંભાળ, અહિંસા જેવા ગુણોની ખીલવણી થાય તે અનિવાર્ય છે, આ એવા સદગુણો- સિદ્ધાંતો છે જેના પાયા પર માનવીય મૂલ્યોની ઊંચી ઈમારતનું નિર્માણ થતું હોય. 

દરેક વ્યક્તિના જીવનમાં શાળાનાં સંભારણાં યાદગાર બની રહે છે. આપણે જો યાદ કરીએ તો આપણા જીવનમાં કેટલાક શિક્ષક આપણને આદર્શરૂપ બને છે તેવા શિક્ષકો પોતાનામાં રહેલા ગુણોને કારણે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરે છે. શિક્ષકે કાઉન્સેલર તરીકે વિદ્યાર્થીઓના શિક્ષણ, શાળા પર્યાવરણ, મિત્રો અને કુટુંબને લગતા પ્રશ્નો જાણી તેને દૂર કરવા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવું. સલાહકાર તરીકે શિક્ષકે લાગણીશીલ, પ્રેમાળ બનવું અને વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવી તેમના મિત્ર બનવું.

જો શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત ગુણો અને સ્વભાવથી પરિચિત બને તો કોઈપણ વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત ફેરફાર લાવી શકાય છે. ઉદાહરણ તરીકે તોફાની બાળકો તેમનાં તોફાનો માટે શાળામાં જાણીતાં હોય છે. એક વાર એક તોફાની વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ સાથે શાળાએથી ભાગી જઈ ફિલ્મ જોવા ગયો. બીજા દિવસે શાળામાં પ્રાર્થના સમય દરમિયાન તે વિદ્યાર્થીને શાળામાંથી નાસી જવાનું કારણ પૂછવામાં આવ્યું. તે વિદ્યાર્થીએ સાચું જ કારણ આપ્યું. આવા સંજોગોમાં સામાન્ય રીતે શિક્ષકો વિદ્યાર્થીને સજા ફટકારતા હોય છે, પરંતુ અહીં શિક્ષકે વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની સજા કર્યા વિના તેની સાચું બોલવાની બાબતને જાહેરમાં બિરદાવી અને ત્યારબાદ વિદ્યાર્થીને અંગત રીતે બોલાવી શાળાએથી ભાગી ન જવા માટે પ્રેમથી સમજાવ્યું. પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીએ આજીવન સત્યનો રસ્તો અપનાવ્યો. શિક્ષકે હંમેશાં વિદ્યાર્થીઓની ભૂલ બદલ સજા ન કરતાં તેમને એક વાર સુધરવાની તક આપવી જોઈએ.

 મારી શાળા:-

શાળા એ શિક્ષણના દ્વાર છે, જે આપણને સફળતા તરફ દોરી જાય છે. તેઓ ભવિષ્ય માટે દરેક યુવાનના તેજસ્વી મનને તાલીમ, માર્ગદર્શન અને તૈયાર કરવામાં મદદ કરે છે. શ્રેષ્ઠ શાળા હંમેશા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું નિર્માણ કરે છે. મારી શાળા પણ પ્રતિષ્ઠિત શાળા માની એક શાળા છે. મારી શાળા અમારા વિસ્તારની સૌથી જૂની શાળાઓમાંની એક શાળા છે.

શિક્ષણમાં મારી શાળાનો ખૂબ જ સારો અને સફળ ઇતિહાસ છે. મારી શાળા મારા ઘરની ખૂબ નજીક છે. હું રોજ પગપાળા મારી શાળાએ જાઉં છું, મારી શાળામાં એક વિશાળ ખુલ્લું રમતનું મેદાન છે. હું રોજ સમયસર મારી શાળાએ પહોંચું છું. જ્યાં વિવિધ કાર્યક્રમો જેમ કે ક્વિઝ, સ્પર્ધાઓ, ભાષણો વગેરે યોજવામાં આવે છે. તે સિવાય, મારી શાળાના વિદ્યાર્થીઓ અન્ય શાળાઓ સામે અન્ય શૈક્ષણિક અને રમતગમતની સ્પર્ધાઓમાં પણ નિયમિત ભાગ લે છે.

મારી શાળા પ્રામાણિકતા, સમર્પણ અને સારી રીતભાતની કદર કરે છે. તે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. શિક્ષકો અને અન્ય મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા બધા વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ માયાળુ વર્તન કરવામાં આવે છે. હકીકતમાં વાત કરીએ તો, આપણે બધા પોતાની શાળાને બીજા ઘર તરીકે અનુભવીએ છીએ. અમારી શાળા માં 10 ધોરણ સુધી અભ્યાસ ઉપલબ્ધ છે, જેમાં વિવિધ વિષયો અને જુદી જુદી ઉંમરના વિદ્યાર્થીઓ અહીં પરસ્પર સહકાર સાથે અભ્યાસ કરે છે.

મારી શાળા દરેક વિદ્યાર્થીઓને સારી રીતભાતથી શિક્ષિત અને તાલીમ આપવાની દ્રષ્ટિએ અમારા ગામની શ્રેષ્ઠ શાળાઓમાંની એક છે. દેશ માટે સારા વર્તન અને કાયદાનું પાલન કરનારા નાગરિકો બનાવવામાં શાળાઓની ખરેખર મોટી ભૂમિકા છે. શાળા એ રાષ્ટ્રો માટે વાસ્તવિક તાલીમનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મને મારી શાળા પર ખૂબ ગર્વ છે. મારી શાળાના આંગણામાં ઘણાં વૃક્ષો અને છોડ છે. કતારોમાં ઉગાવામાં આવેલા ઝાડ અને ફૂલોના છોડ એક સુંદર કુદરતી દ્રશ્યો બનાવે છે.

અભ્યાસ અને રમતો ઉપરાંત, અમને શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક પણ બધા વિદ્યાર્થીઓ ને મળે છે. રિપબ્લિક ડે, સ્વતંત્રતા દિવસ, શિક્ષક દિન, ગાંધી જયંતિ ના દિવસે વિદ્યાલયના વાર્ષિક મહોત્સવ જેવા વિવિધ પ્રસંગો પર વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે. તે આપણામાં પ્રામાણિકતા, હિંમત અને પરસ્પર ભાઈચારો જેવા ગુણોનો વિકાસ કરે છે.

મારી શાળામાં, બધું વ્યવસ્થિત, શિસ્તબદ્ધ, સહકારી અને આનંદકારક છે. હું મારી શાળા પર ગર્વ અનુભવું છું. અને પોતાને બહુ સૌભાગ્યશાળી માંનુ છું કે મને આવી સુંદર શાળામાં શિક્ષક તરીકે મોકો મળ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract