Valibhai Musa

Classics Romance

3  

Valibhai Musa

Classics Romance

હું મરવા કરતાં(ઉત્તરાર્ધ)

હું મરવા કરતાં(ઉત્તરાર્ધ)

12 mins
725


I DON’T WANNA DIE, I’D RATHER KISS!

હું મરવા કરતાં, બેશક, ચૂમી ભરવાનું વધારે પસંદ કરીશ!

લૉર્ડ ઈબે : મૂળ લેખક

– વલીભાઈ મુસા : (ભાવાનુવાદક)


આ તે કેવું દોજખ! છેવટે મજહબે મારા પહેલા જ પ્રણયને શું આમ જ લૂંટી લીધો? કે પછી એવું જ કંઈ? આ ત્રીજું વિશ્વયુદ્ધ જ હોવું જોઈએ.

હું પ્રશ્નસૂચક નજરે મારા મિત્રોને જોઈ રહ્યો કે જે હજુ સુધી મને જોઈ રહેતા સાવ ચૂપચાપ ત્યાં જ ઊભેલા હતા. હું હંમેશાં અન્યોને માર્ગદર્શન અને પ્રેરણા આપવા માટે સમર્થ એવો એક વક્તા રહ્યો છું, અને તેથી જ હું ધારું છું કે એ લોકો એવી અવઢવમાં હતા કે મને શું કહેવું. હું ધીમેથી ઊભો થયો અને દરવાજાનો નકુચો ફેરવીને રૂમની બહાર નીકળી પડ્યો. મારા દોસ્તો મારી પાછળ પાછળ આવવા માંડ્યા. મેં જોયું કે હૉસ્પિટલની સામેના પાર્કીંગ લૉટમાં અન્ય કારોની વચ્ચે તેમની કારો પણ પાર્ક થયેલી હતી. હું આગળ વધતો જતો હતો અને થોડીવાર પછી પાછળ ફરીને જોયું તો તેઓ અમુક અંતર જાળવી રાખીને મારી પાછળ પાછળ આવી રહ્યા હતા. મેં એમને એક શબ્દ પણ કહ્યો નહિ. એ લોકો એવું ધારતા હતા કે મને ખરેખર ખૂબ આઘાત તો લાગ્યો જ છે, પણ સમય જતાં હું સ્વસ્થ થઈ જઈશ. એમને ખબર હતી કે મને કોઈ દિલાસો આપે તે મને ગમતું નથી અને તેથી જ તેમણે એ મારા ઉપર છોડી દીધું હતું કે હું પોતે જ મારો હૈયાધારક બનું. અમે બસ એ જ રીતે આગળ વધતા રહ્યા. મારા શરીરના સાંધેસાંધા મને એવી ઈજા આપી રહ્યા હતા, જાણે કે એમાં આગ ન સળગતી હોય! એક જગ્યાએ મેં જમણી તરફ જોયું અને મને એક મસ્જિદ દેખાઈ. મેં વળાંક લીધો અને તેઓ પણ મારી પાછળ આવવા માંડ્યા. મેં વજૂ પણ કર્યું નહિ અને મસ્જિદમાં દાખલ થઈ ગયો. હું મસ્જિદની અધવચ્ચે જઈને ઘૂંટણિયે પડ્યો. મને એ જ ખબર ન હતી કે હું શું કરી રહ્યો છું અને વળી એ શા માટે કરી રહ્યો છું. હું મારી જાતને સંબોધતો આ પ્રમાણે સાંભળી રહ્યો :

“યા અલ્લાહ, શા માટે આ દુનિયામાં માત્ર કોઈ એકના બદલે અનેક ધર્મો હશે? દરેક ધર્મ માને છે કે સર્વોપરી ઈશ્વર, અલ્લાહ કે God એ માત્ર તું જ છે. વળી એ બધાય ધર્મો મંદિરો, દેવળો કે મસ્જિદોમાં ઉમદા ચારિત્ર્યના જ ઉપદેશ આપતા હોય છે. શા માટે સૈકાઓથી એ લોકો આપસમાં લોહિયાળ લડાઈઓ લડતા આવ્યા છે? બીજા ધર્મોના સમૂહની નજરમાં શા માટે કોઈ એક ધર્મનો વ્યક્તિગત અનુયાયી નાસ્તિક, કોઈ પ્રતિકનો ઉપાસક કે આસ્તિક ગણાતો હશે? મારે શું ધર્મને ખાતર જ પરણવાનું હોય કે પ્રેમને ખાતર? શું મારા ધર્મમાં ન હોય તેવો કોઈપણ માણસ ખરાબ જ હોય અને તે જહન્ન્મવાસી જ હોય? જો એમ જ હોય, તો એ કેમ? મારા સમજવામાં કશું જ આવતું નથી. હું તારા ઉપર કોઈ દોષારોપણ કરી શકું પણ નહિ, કેમ કે તું કોઈપણ શાણી વ્યક્તિ કે હકીકત કરતાં પણ સૌથી વધારે શાણો છે. પરંતુ હું તો પ્રેમને ખાતર જ પરણવા માગું છું અને પરણ્યા પછી મારી પ્રિયતમા સ્વેચ્છાએ ધર્મપરિવર્તન કરવા માગે છે. અને, હે અલ્લાહ, તું જો તો ખરો કે અમે હાલ કેવી સ્થિતિમાં છીએ, સુખોથી વંચિત અને એ પણ ધર્મના કારણે જ! મારે ફરી ક્યાંથી શરૂ કરવું? આમાં ન્યાય ક્યાં છે?

મેં જવાબ સાંભળવા માટે મસ્જિદમાં થોડીકવાર રાહ જોઈ, પણ સાંભળી શકાય તેવો કોઈ અવાજ ન આવ્યો. પછી તો હું ઊભો થઈ ગયો અને મારા દોસ્તો પાસે ગયો. મેં એમને કહ્યું, “ખરેખર, નિર્જીવ કઠપૂતળી જેવા એવા મારી પાછળ પાછળ હું જ્યાં જ્યાં જાઉં ત્યાં આવ્યે જવું તમારા માટે જરૂરી છે ખરું?”

“જો તેં એક છોકરીને ખાતર તારી જાતને મારી નાખવાની કોશિશ ન કરી હોત તો આમ અમે તારી પાછળ પાછળ આવ્યે જતા ન હોત. આજે તો તારે જ્યાં જવું હોય ત્યાં જા, અમે બધા બરાબર તારી પાછળ પાછળ જ આવીશું. જો તું એક છોકરીના કારણે મરવા માગતો જ હોય, તો તારે અમારા બધાની હાજરીમાં જ એમ કરવું પડશે; કેમ કે એ છોકરી કરતાં વધારે અમે તારી દરકાર કરીએ છીએ.”

મારી કહાનીને ટૂંકાવીને કહું તો એ દિવસની સાંજે હું મારા ઘરમાં આસપાસ છોકરીઓ વચ્ચે ઘેરાયેલો મેક ડફેસ (Mc Daface) દ્વારા હંકારાતી મારી વ્હીલચેરમાં હતો. બધા શરાબ સાથેની મિજબાની (Party) માણી રહ્યા હતા, કે જેનો મેં કદીય આસ્વાદ કર્યો ન હતો. થોડીક વાર પછી હું એક ઓરડામાં જતો રહ્યો. મેં મારા મિત્રોને બહાર રાખીને દરવાજો અંદરથી બંધ કરી દીધો અને ઝેર પી લીધું હતું. હું જિંદગીને ગુડબાય કહીને મારી આખરી મંઝિલે જવા ઊપડી ગયો હતો. હું ત્યાં જન્નતમાં જઈને અલ્લાહને મારો સવાલ પૂછવાનો હતો.

“હું ડાન્સ કરવા માગું છું; અરે ઓ બાનુઓ, બિન્ધાસ્ત!” (I want to dance, oh ye ladies who care,)” હું ગાવા માંડ્યો, “મારી પાસે મારા દિલની રડી લેવાની વાતને સાંભળવાનો સમય નથી. મારી પાસે મૃત્યુ આવી જવા પહેલાંનો બહુ જ ઓછો સમય છે. કાશ! એકાદ વાર પણ મારા ચહેરા ઉપર સ્મિત ફરક્યું હોત તો કેવું સારું થાત! મારા દોસ્તો પૉર્ચ આગળ આવી પહોંચ્યા છે અને મારું દ્વાર ખટખટાવે છે. તેઓ આર્જવભરી વિનંતી કરી રહ્યા છે કે હું મૃત્યુ પામવાનું મુલતવી રાખું. પરંતુ એ દોસ્તો, તમે મોડા પડ્યા! આજે હું મરી જ જઈશ. ભલે ને તેઓ ગમે તેટલી મથામણ કરે, ભલે ને તેઓ પરસેવાથી રેબઝેબ થાય! ભલા, તેઓ કેવી રીતે કોઈને બચાવી શકે, જ્યારે કે તે જણ જીવવા માટેની કોઈ તમન્ના જ ન રાખતો હોય!”

હું ધરતી ઉપર ઢળી પડ્યો અને તત્ક્ષણ મૃત્યુ પામ્યો. પછી તો હું મારી જાતને એક મહાસાગર ઉપર જોઈ રહ્યો. હું તેની સપાટી ઉપર ઊભેલો હતો, પણ ડૂબતો ન હતો. ત્યાં નીરવ શાંતિ હતી, પણ ત્યાં સફેદ કફનીઓ પહેરેલા કેટલાક લોકો હતા. એ લોકો કોઈક દિશા તરફ ચાલી રહ્યા હતા, પણ હું નક્કી કરી શકતો ન હતો કે એ દિશા ઉત્તર છે કે દક્ષિણ. હું મારા કાનોમાં કંઈક હળવો અવાજ સાંભળી રહ્યો હતો અને અચાનક ભરપૂર દાઢીવાળો એક માણસ મારી ખૂબ જ નજીક-સામે દેખાયો.

“તું ભલો માણસ છે.” તેણે કહ્યું. “પણ હંમેશાં ભલા માણસો થોડીઘણી પણ નિરાશાનો અનુભવ કર્યા વગર તેમના જીવનનો સુખમય સમય માણી શકતા નથી હોતા, એટલા માટે કે તો જ તેઓ સારા સમયનું મૂલ્ય આંકી શકે ને! ધર્મમાં એ એક જ વાત સમાયેલી છે કે જે માનવીના અજ્ઞાત મનમાંથી પાપ અને નકારાત્મક વિચારોને હડસેલી દે છે. એ તો દેખીતું જ છે કે આત્માથી ભિન્ન એવો આ સ્થુળ દેહ એ ધર્મની એ સઘળી આજ્ઞાઓનો વિરોધ કરશે અને તેમને ઢીલી પાડવાનો પ્રયત્ન કરશે. તેને તો એ આજ્ઞાઓ ન માનવામાં અને સ્વચ્છંદ રીતે વર્તવામાં જ પોતાનું સુખ સમાયેલું છે એવું લાગશે. જીવન એ માનવીને મળેલી એક એવી તક છે કે જેના થકી તે પોતાની પારલૌકિક જિંદગીને ઉજ્જવળ બનાવી શકે, પણ દુર્ભાગ્યે તે એ તક ગુમાવી બેસતો હોય છે. પ્રેમનું મહત્ત્વ છે, મજહબ કરતાં એનું વધારે મહત્ત્વ છે. જ્યાં પ્રેમ નથી, ત્યાં મજહબનું અસ્તિત્વ સંભવી શકે જ નહિ. હકીકતમાં તો મજહબ જે કોઈ એક જ વાત શીખવે છે; તે છે પ્રેમ, મહોબ્બત. પ્રેમ એક ઉમદા એવું માધ્યમ છે કે જે માનવીને જીવિત રહેવા માટે જોઈએ જ, પણ એ પ્રેમ વિષયાસક્તિભાવે પ્રાપ્ત થવો એ સંપૂર્ણપણે સાવ જુદી જ બાબત છે. પ્રેમ એ તો એવો આસ્વાદ છે કે જે જીવનને અર્થ આપે છે. જો એ પ્રેમને તમે ગુમાવી બેસો, તો તમારે એને મેળવી લેવા પ્રયત્ન કરવો જોઈએ; અને જો એ પ્રેમ પ્રાપ્ત ન કરી શક્યા તો જીવનનો કોઈ અર્થ કે હેતુ બાકી રહેતો નથી. આમ છતાંય આનો મતલબ એવો તો નથી જ થતો કે પ્રેમભંગ થયા તો મરી જ જવું. જો તમારે પ્રેમ મેળવવો હશે તો જરૂર જણાયે મજહબ સામે ટક્કર લેવી પડશે. આ ટક્કરનો મતલબ એ તો નથી જ કે સાપ જેમ પોતાની પૂંછડી આરોગી જાય તેમ તમારા મજહબને સાવ અવગણવો. છેવટે તો તમારો પોતાનો જે ધર્મ હોય તે તમારા કરતાં તો વધારે શાણો છે જ. ભાઈ, તું તારા મૂળ મુકામે પાછો ફર; અહીં આવવા માટેનો તારો સમય પાક્યો નથી. બસ, પ્રેમ કર; અને સામે પ્રેમનો જવાબ પ્રેમથી ન મળે તો પણ તું મરીશ તો નહિ જ. દરેક જણ કે જે કોઈને સાચો પ્રેમ કરે છે, તેને સામા પક્ષેથી તેનો વહેલો કે મોડો પ્રતિસાદ તો મળતો જ હોય છે. એ જ વ્યક્તિ કે જે અમુક સમય પૂરતી તમારા પ્રેમનું મૂલ્ય આંકી શકી નથી; તે જ વ્યક્તિ તમારા પ્રેમને સમજશે, તેની પ્રશંસા કરશે અને વળતો પોતાનો પ્રેમ પણ જરૂર આપશે જ.”

એક જ દિવસમાં વળી પાછો હું બીજીવાર એ જ હૉસ્પિટલમાં દાખલ થયો. હું અણીદાર નાક, પહોળા ખભા, એકદમ ચમકતા હોઠ અને ભરાવદાર છાતી ધરાવતી એ પરિચારિકા સામે જોઈ રહ્યો. એ બીજીઓ કરતાં યુવાન હતી અને મને માપતી નજરે મારા સામે જોઈ રહી.

“હવે કેમ લાગે છે?”

“મને ખબર નથી.” મેં નિખાલસ જવાબ આપી દીધો.

“માથું દુ:ખે છે?”

“એવું જ કંઈક.” મેં ખભા ઉલાળતાં કહ્યું. “હું મરી ગયો તો નથી ને?”

“ના, મિ. ટ્યુન્ડે (Mr. Tunde); લગભગ નહિ જ! તમારા મિત્રોએ આ કેસમાં પોલીસને સામેલ ન કરવાની વિનંતી કરી. જો એમ ન થયું હોત, તો હાલ તમે પાગલખાનામાં હોત! વળી આભારવશ થાઓ કે ફરજ ઉપર તમારી પરિચારિકા તરીકે હું છું અને એ લોકો તમારા મિત્રો છે. વારંવાર આત્મહત્યા માટે ઉત્તેજિત થનારનું સ્થાન પાગલખાનામાં જ હોય કે જેમાંથી બહાર નીકળવાનો કોઈ દરવાજો નથી હોતો.”

“પણ હું ગાંડો નથી. અને જિંદગી એ મારી પોતાની છે. જો હું ઇચ્છું તો તેનો અંત લાવવાનો મને સંપૂર્ણ અધિકાર છે.”

“તો પછી તમે એક નંબરના મૂર્ખ અને સ્વાર્થી પણ ખરા! તમને ખબર છે કે તમને ચાહનારા લોકો અહીં છે? કારણ કે એક છોકરીએ તમને છોડી દીધા અને મરી જવું એ જ તમારા માટે છેલ્લો ઉપાય છે એમ જ ને? તમે નમાલા છો. તમે માણસ નથી.”

“વાહ! જો હું માણસ નથી, તો પછી કૂકડો છું? મને બરાબર જોઈ લો અને તમને લાગશે જ કે હું માણસ જ છું.”

“છેલ્લી કક્ષાના મૂર્ખ, જો મોટા કૂકડા માણસની વ્યાખ્યા કરવા અને તેને ઓળખવા બેસે તો તેમની નજરે માઈક ટાયસન (Mike Tyson) અમેરિકાના પ્રમુખ લાગે અને બરાક ઓબામા (Barrack Obama) ઘણું કરીને સુથાર જ લાગે. જો આ વાત મારા ઉપર છોડવામાં આવે તો હું ગંભીરતાથી કહું છું કે જો તમે મરવા માગતા જ હો તો હું તમને રોકીશ નહિ. હકીકતમાં તો હું ખાત્રીબંધ કહું કે મને હૉસ્પિટલે બોલાવવામાં આવી તે પહેલાં તમે ખરેખર મરી ગયેલા જ હતા!”

“એમ બોલો નહિ, તો પછી તમે ક્રૂર છો. મને એમ કેમ લાગે છે કે પરિચારિકાઓ હંમેશાં ક્રૂર જ હોય છે.”

“એ શ્રીમાન, કોઈ પરિચારિકા કદીય ક્રૂર નથી હોતી; અમે માત્ર પરિચારિકાઓ જ હોઈએ છીએ. અહીં તો તમે જ તમારી જાત માટે ક્રૂર છો. તમે જુવાન, રૂપાળા અને આવા સારા મિત્રો ધરાવતા માણસ છો અને આ પૃથ્વી ઉપરની એવી કઈ બાબત છે કે જે તમારી જાતને મારી નાખવા માટે તમને પ્રેરે છે?

“મારી પ્રેમિકાનાં માબાપ એને મને પરણવાની ના પાડે છે, કારણ કે હું મુસ્લીમ છું.”

“જો એ સાચું હોય તો નવાઈભર્યું કહેવાય, તેમ છતાંય એ લોકો સાવ મૂર્ખ તો ન જ ગણાય; કેમ કે આવા કિસ્સાઓ સર્વસામાન્ય અને ન્યાયી ઠેરવી શકાય તેવા હોય છે. પરંતુ જો એ વાત મને લાગુ પડતી હોય તો હું તેની જરાય દરકાર ન કરું. આખરે કોઈ માણસ પોતાના જ ધર્મવાળી કોઈ વ્યક્તિને પરણે તો સુખી થવાની કોઈ ખાત્રી થોડી મળી જતી હોય છે? દર વર્ષે મોટા ભાગના છૂટાછેડાઓ સમાનધર્મી યુગલોના થતા હોવાનું નોંધાયું છે. મેં મિસ ફૂન્મીને જોઈ છે, તેનું નામ એ જ નથી, વારુ? એ અહીં જ બહાર તમારા મિત્રોની સાથે છે. તે રડી રહી છે અને ખિજાયેલી પણ છે. હું ખાત્રી આપું છું કે એ તમને ચાહે છે. તે હાલમાં તમારા જ કારણે ખૂબ જ માનસિક તનાવમાં હોઈ શકે. તમારે તેની સાથે રહીને પડકારને ઝીલી લેવો જોઈએ, નહિ કે તેના કમજોર નિર્ણયના કારણે તેને ભૂતિયા જેવી છોડી દઈને એક મૂગા કાયરની જેમ ભાગી જવું જોઈએ. જો હું ન્યાય તોળું તો આ સઘળી કહાનીમાં હવે તમે, આમ કહેતાં માફી ચાહું છું, કૂતરીના પેટના સાબિત થાઓ છો. જ્યારે તમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવે, ત્યારે તમારે તેની સાથે વાત કરવી જોઈશે. જ્યારે ધર્મો તમારા સંબંધોને પડકારે, ત્યારે તમારે લડી લેવું જોઈએ. કોઈ મૂર્ખની જેમ આમ સાવ સહેલાઈથી શરણાગતિ ન સ્વીકારાય. પ્રેમ હંમેશાં જીતે જ છે. પ્રેમને જો કોઈ હરાવી શકતું હોય તો તે માત્ર મોત જ છે અને ઈશ્વરનો આભાર માનો કે તમે હજુ જીવિત છો.”

બરાબર એ જ સમયે બારણું ખૂલ્યું અને એ વખતે તેની માતા, સગાંવહાલાં અને મારા મિત્રોની સાથે અંદર કોણ દાખલ થયું, ખબર છે? મારી પ્રેમિકા જ તો, વળી!

જેવાં સૌ પાછાં હઠ્યાં કે તરત જ તે મારા ઉપર ઝૂકી અને તેણે મને તેની માતાની હાજરીમાં જ અવિસ્મરણીય એક એવું દીર્ધ ચુંબન જડી દીધું. તેની આંખમાંથી વહેતાં અશ્રુ મારાં અશ્રુ સાથે એકાકાર થઈ ગયાં.

“મરીશ નહિ,” તે બોલી ઊઠી. “જ્યારે તારા મરી ગયા હોવાનો મને વિચાર આવ્યો, ત્યારે હું મારા માટે કલ્પના જ નહોતી કરી શકતી કે હું જીવિત રહી શકું. છટ્, તારી મરજી હોય તો તું ભલે નાસ્તિક થઈ જાય; તોય હું તને જ પરણવાની છું. ગમે તેમ તોયે, તું ઈશ્વરનો આભાર માન કે તું મુસ્લીમ તો છે. હું એવા કેટલાય મુસ્લીમોને જાણું છું કે એ ભલા લોકો છે; દાખલા તરીકે મિ. રફીયુ સાન્ની વિનયી, પ્રમાણિક અને આદરણીય માણસ છે. આવનારા દિવસોમાં હું હિજાબ ધારણ કરીશ, તારી સાથે મક્કા જઈશ અને હાજિયાણી થઈને પાછી ફરીશ. પણ એ બધું ત્યારે જ બની શકશે; જ્યારે કે, અબી, તું જીવતો હોઈશ. મારી છોકરમત બદલ મને માફ કર. આ બધું મારા કારણે જ થયું છે. પરંતુ સાથે સાથે એ પણ છે કે જો આ બધું થયું ન હોત તો મને પોતાને ખબર ન પડી શકી હોત કે હું ખરેખર તને કેટલો ચાહું છું. મારાં મમ્મી અહીં હાજર છે. એમણે આ બધું ત્યારે સાંભળ્યું જ્યારે કે તારા મિત્રોએ મને ફોન કર્યો અને મારા ફોનનું સ્પીકર ચાલુ હતું. હું તેમની હાજરીમાં કહું છું કે જો તેઓ મને તને પરણવા નહિ દે, તો તેમણે જ મને તારી સાથે પરણાવવી પડશે; કારણ કે એમ હું મારા ટ્યુન્ડેને મરવા તો નહિ જ દઉં. બોલ, તું હજુય મરવાનું વિચારે છે?”

મારું મોં અટ્ટહાસ્ય સાથે પહોળું થઈ ગયું અને જોયું કે મારા મિત્રો બિનજરૂરી ભાવોત્તેજક બની રહ્યા હતા. એ લોકો બધા અહીં શા માટે ભેગા થયા હશે, અલ્લાહ એમ ન કરે, એમ સમજીને કે જાણે મારી અંતિમ દફનક્રિયા તો ન હોય!

“બેબી” છેવટે હું ગણગણ્યો.” તું શા માટે એમ પૂછે છે? મોત! ના,રે,ના; હું મરવા કરતાં, બેશક, ચૂમી ભરવાનું વધારે પસંદ કરીશ!

તે ઉલ્લાસભેર બોલી ઊઠી, “હું..ત…ને…ચા…હું…છું…ઉં…ઉં…ઉં!” (I loooove yuuuuu)

“બેબી, હું પણ તને ચાહું છું. ( Love you too babe.)”

અને એમના હોઠ ચુંબનોમાં ચોંટી ગયા (Loro badi muah muah muah). હાજર બધાંએ હળવેથી તેમનાં મોં આડાં ફેરવી લીધાં.

સમાપ્ત

-લૉર્ડ ઈબે (Lord eBay) (મૂળ લેખક)

( ઈ મેઈલ – “Prince M. B. A. Atingisi”< fansebay@yahoo.com> )

-વલીભાઈ મુસા (Valibhai Musa) (ભાવાનુવાદક)

* * * * *

Disclaimer:

(All credit goes to DragoArt.com for image used here. This Blog does not have any commercial purpose; even though image will be removed immediately if objection is intimated to my contact appearing at Home Page.)

* * *

ટિપ્પણી :

લેખકે નીચેના શબ્દોમાં આ વાર્તાના ભાવાનુવાદ માટે મને ઉદાર સંમતિ આપી છે અને યોરુબા ભાષામાંના કેટલાક સંવાદોની સમજૂતિ માટે તેમણે આખીય વાર્તાને ફરી લખીને મોકલી આપી છે. વળી લેખકની મૂળ વાર્તામાંના શયનખંડમાંના પૌર્વાત્ય સંસ્કૃતિ પ્રમાણે ઔચિત્યભંગ કરતા ચિત્ર (Image)ના બદલે મેં મધ્યમ માર્ગે એ મતલબના મારી પસંદ પ્રમાણેના રેખાચિત્ર (Sketch)ને સ્થાન આપ્યું છે, જે અંગેની તેમની સહમતી તેમના ઔદાર્યને અને આપણી સંસ્કૃતિ પ્રત્યેની તેમની માનસન્માનની લાગણીને દર્શાવે છે. આ સઘળા બદલ તેમનો હું આભાર વ્યક્ત કરું છું અને ધન્યવાદ પાઠવું છું.

Dear Mr. Musa,

About ‘I DON’T WANNA DIE’ being translated, why not? I’d gladly assist you through the process as you may require, for after all, messages are meant to be heard, not fenced.

You have my consent. Thank you.

-Lord eBay (M. B. Adebayo)

= = = = =

Valibhai Musa, that sounds great to me. You have my consent. The “dialogues other than English” are in Yoruba language, a popular language in West Africa spoken by Yorubas. I’m willing to guide you through if you’ll go for the translation. Thanks.

-Lord eBay (M. B. Adebayo)

(‘કલાવિમર્શ’ – જાન્યુઆરી, ૨૦૧૯માં પ્રકાશિત)


Rate this content
Log in

Similar gujarati story from Classics