Kalpesh Patel

Comedy Drama Children

4.9  

Kalpesh Patel

Comedy Drama Children

હસે તેનું ઘર વસે

હસે તેનું ઘર વસે

1 min
1.5K


આ સમરમાં મારા દાદી વલસાડથી ન્યુયોર્ક આવેલા, અને અમેરિકની ચકા-ચોન્ધથી વશીભૂત થઈ, સવારે ટિફિન લઈ મોટેભાગે બહાર રહેતા, અંગ્રેજી તો ખાસ જાણે નહીં પરંતુ રસ્તો યાદ રાખવામા હોંશિયાર અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી માહિતગાર હોવાથી કોઈ મોટી તકલીફ વગર તેમનો વ્યવહાર અગ્રેજી પ્રભૂત્વ વારા દેશમાં આરામથી ચાલતો. ક્યારેક દેશી ભાષાથી છબરડા સર્જાતા હોય છે . અને મારા દાદી, આમજ ગુજરાતી ભાષાના છબરડામાં સપડાયેલ.

દાદીનો અમેરિકામાં બનેલો આ રમુજી પ્રસંગ નીચે વાંચો.

મારા દાદી એક સવારે પબ્લિક ગાર્ડનમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ એમને ભારે હાર્ટ એટેક આવ્યો. કોઈએ ખબર આપી હશે એટલે એમને લઈ જવા માટે એમ્બ્યુલન્સ આવી. એમ્બ્યુલન્સમાં અર્ધ બેભાન અને ગંભીર અવસ્થા સપડાયેલ મારા દાદીને લાગ્યું કે તેઓનો અંત હવે નજીક છે. એટલે ભગવાનમાં અપાર શ્રદ્ધા ધરાવનાર મારા દાદીએ ભગવાનનો જાપ શરુ કરી દીધો:

”હરિ ઓમ ..હરિ ઓમ … હરિ ઓમ ……

દાદીને લઈને એમ્બ્યુલન્સ દવાખાનાને બદલે અમારા ઘર આગળ ઉભેલી જોઈને મારી પત્ની ઘરમાંથી બહાર દોડી આવી, આ નાજુક સ્થિતિમાં દાદીને હોસ્પિટલને બદલે ઘેર લઈ આવવા માટે 

એમ્બ્યુલન્સના મેડીકલ સ્ટાફ ને ઉદ્દેશીને ગુસ્સાથી અંગ્રજીમાં તતડાવતી હતી. "હાઉ સીલી .. .." (તમે લોકો કેવા છો. એમને અહીં લાવવાની શું જરૂર હતી. સીધા હોસ્પિટલ કેમ ના લઈ ગયા ?)

અમેરિકન મેડીકલ સ્ટાફના માણસોએ (અંગ્રેજીમાં) કહ્યું: ”અમે શું કરીએ, આ બુજર્ગ બાનુ, અમને વારંવાર કહી રહ્યા હતા કે ‘હરી હોમ, હરી હોમ, હરી હોમ !’ એટલે અમે તેમના પર્સમાંથી મહામુસીબતે એડ્રેસ શોધી અહીં આવ્યા છીએ.


Rate this content
Log in

Similar gujarati story from Comedy