Kaushik Dave

Comedy Drama Others

3  

Kaushik Dave

Comedy Drama Others

હસે તેનું ઘર વસે

હસે તેનું ઘર વસે

2 mins
266


'હસો તેનું ઘર વસે'

હસો અને હસાવો..

હસે તેનું ઘર વસે..

હસતા રહો આનંદમાં રહો..

આવા કેટલાય સુવિચારો છે.

જીવનમાં હાસ્ય વ્યંગ્ય હોય તો જીવવાનો આનંદ જ જુદો હોય છે.

ચાલો આજે હસો અને હસાવો માટેની એક વાત કહું.

એક ઓફિસમાં એક ભાઈ હતા.

બહુ મજાકીયા..

એક વખત ચાલુ ઓફિસે પાસેની હેર કટીંગ સલુનમાં વાળ કપાવવા ગયા.

સાહેબને એ ભાઈનું કામ પડ્યું.

એમને બોલાવવા પ્યુનને કહ્યું.

જવાબ આપ્યો કે એ ભાઈ વાળ કપાવવા ગયા છે.

સાહેબ હસી પડ્યા..

ઘરે ટાઈમ જ મળતો નહીં હોય.

એ ભાઈ વાળ કપાવીને આવ્યા.

સાહેબે બોલાવીને પુછ્યુ...

ચાલુ ઓફિસે વાળ કપાવવા કેમ ગયા ? 

તરત જ હાજર જવાબી .. જવાબ આપ્યો..

સાહેબ ઓફિસમાં આઠ કલાક જોબ કરું છું. ઘણી વખત એકાદ કલાક વધુ..

ઘરેથી એક કલાક પહેલા નીકળું..

ઘરે એક કલાક પછી પહોંચું..

સમય જ નથી મળતો.

સાહેબે કહ્યું કે તો રવિવારે કપાવવા જવાનું હોય.અમે પણ એમ જ કરીએ છીએ..

ભાઈ બોલ્યા..

સાહેબ, રવિવારે કેટલી બધી લાઈન હોય છે.. પછી મને સમય પણ નથી મળતો..

પણ સાહેબ એક વાત કહું ઓફિસમાં આઠ કલાક કામ કરું અને આવવા જવાના બે કલાક એમ કુલ દસ કલાક તો ઓફિસના નામે હું લખાયેલો છું. એ ગાળા દરમિયાન જ મારા વાળ વધુ વધે છે.. એ ઓફિસમાં વધેલા વાળ તો ઓફિસ ગાળા દરમિયાન જ કપાવવા પડે.

સાહેબ હસી પડ્યા.. બોલ્યા..

હા, પણ કામ પુરુ કરીને જજો.

પણ ઓફિસ સમય દરમિયાન માથાના વાળ વધે એટલાજ કપાવીને આવવાનું.

એ ભાઈ અને સાહેબ હસી પડ્યા.


• હસતો નર સદા સુખી.

ઓફિસના બે મિત્રો પાસેની લારીએ પફ ખાતા હતા.

એટલામાં ઓફિસના ત્રીજા ભાઈ આવ્યા..

બોલ્યા...

વાહ.. વાહ..પફની ઉજાણી થાય છે. આજે તો તમારો જ નાસ્તો કરવો છે..દાબેલી, વડાપાઉં ખાવાની ઈચ્છા છે.

 પફ ખાતા ખાતા એક મિત્ર બોલ્યો..

 તેં કોઈ દિવસ અમને નાસ્તો કરાવ્યો છે ? પફ, પિત્ઝા, દાબેલી કે વડાપાઉં !

 નવા આવેલા ભાઈ બોલ્યા..

 ભૂલી ગયા તમે.. હજુ એક મહિના પહેલા તો કરાવ્યો હતો..

 એ બે મિત્રો નવાઈ પામ્યા.

 ક્યારે કરાવ્યો..અમને યાદ નથી.

લો.. તમે ભૂલી જાવ એમાં મારો શું વાંક.. પહેલા મારા માટે એક વડાપાઉંનો ઓર્ડર આપો.

એક મિત્ર એ વડાપાઉંનો ઓર્ડર આપ્યો.

વડાપાઉં ખાતા ત્રીજા ભાઈ બોલ્યા...

કેમ તમે ભૂલી ગયા ? એક મહિના પહેલા હું ડબ્બો ભરીને સેવ મમરા લાવ્યો હતો એ તમે બે જણાએ જ પુરા કર્યા હતા. ડબ્બો સાફ કરી દીધો હતો.

એક મિત્રને યાદ આવ્યું.

હા.. પણ ડબ્બાના બધા સેવ મમરા તેં જ ખાધા હતા. પુરા થવા આવ્યા ત્યારે તે અમને નાસ્તો કરવા કહ્યું. તને ખોટું ના લાગે એટલે એક જ વાર ચાખ્યા જ હતા.ને તું બોલ્યો હતો કે તારે હજુ ખાવાના બાકી છે. ડબ્બાના બાકીના સેવમમરા તો તેં પુરા કર્યા હતા...

વડાપાઉં ખાતા મિત્ર બોલ્યો...

હશે ..પણ મેં નાસ્તો તો કરાવ્યો હતો. કાલે તમને શીંગ ચણાના જલસા કરાવીશ.


Rate this content
Log in

Similar gujarati story from Comedy