Akbar Birbal

Classics Children

0  

Akbar Birbal

Classics Children

હસાવતો ઈનામ લે

હસાવતો ઈનામ લે

1 min
308


એક સમયે બાદશાહે બીરબલને કહ્યું કે, 'બીરબલ ! જો તું મને હસાવીશ તો હું તને મહોટું ઇનામ આપીશ.' આ સાંભળી બીરબલે અનેક યુક્તીઓ લડાવી, અનેક પ્રકારની હાસ્યજનક વીનોદી વારતાઓ કહી સંભળાવી છતાં શાહ હસ્યો નહીં.

છેવટે બીરબલે બાદશાહના કાનમાં કહ્યું કે, 'સરકાર ! જો આપ હવે નહીં હસશો તો હું મોટેથી બુમો મારી ધમશાણ મચાવી મુકીશ.' છતાં શાહ જરા પણ ન હસતાં મૌન ધારણ કરી બેઠો. તે જોઇ બીરબલ ખૂબ ચેષ્ટા કરવા લાગ્યો. આ ચેષ્ટાના ચેન ચાલા જોતાજ શાહ ખડખડ હસી પડ્યો. તે જોઇ બીરબલે કહ્યું કે, 'નામદાર ! હવે આપની સરત મુજબ ઈનામ આપો." શાહે ઈનામ આપી બીરબલની તર્ક શક્તિ જોઇ ખુશી થયો અને પુનઃ જ્ઞાન ગોષ્ટી આગળ ચલાવી.


Rate this content
Log in

Similar gujarati story from Classics