Manishaben Jadav

Inspirational Children

4.9  

Manishaben Jadav

Inspirational Children

હરણભાઈની દિવાળી

હરણભાઈની દિવાળી

1 min
452


નાનાં નાનાં હરણભાઈ

ગમે એને દિવાળીની રજા

ફટાકડા સાથે કરે મજા

દિવાળી લાગે મજા મજા,

એક હરણભાઈ હતાં. તે રોજ શાળાએ જતાં. ભણવામાં એને થોડો કંટાળો આવે. એને તો ગમે દિવાળી વેકેશન. કયારે દિવાળી આવે અને ક્યારે ફટાકડા ફોડુ બસ. દિવાળીમાં એ કોઈનું સાંભળે જ નહિ.

એક વખત દિવાળીનો તહેવાર આવ્યો. હરણભાઈ તો બજારમાં ગયા અને મોટા મોટા ફટાકડાની ખરીદી કરી લાવ્યા. સવારે રંગોળી બનાવી. નવાં નવાં કપડાં પહેરીને એ તો મિત્રો સાથે રમવા ગયાં. સાંજ થવાની રાહ જોવા લાગ્યા. સાંજ પડે એટલે ફટાકડા ફોડુ.

સાંજ પડી. જેની હરણભાઈ આતુરતાપૂર્વક રાહ જોતાં હતાં. એ ઘડી આવી ગઈ. હરણભાઈ ફટાકડા લઈને નીકળી ગયા બહાર. એણે તો ફટાકડા ફોડવાનું ચાલું કર્યું. જ્યાં ફટાકડા ફોડતા હતાં ત્યાં જ બાજુમાં ફટાકડા રાખેલ. ફટાકડા ફોડી વખતે એક સળગતો ટુકડો ઊડીને ફટાકડા પર પડ્યો. આને બધા ફટાકડા ફૂટવા લાગ્યા.

 અચાનક જ ત્યાં આગ લાગી. હરિભાઈ બૂમાબૂમ કરવા લાગ્યા. બચાવો બચાવો. ત્યાં તો બધાં પ્રાણીઓ આવી ગયા. અને પાણી વડે આગ ઓલવી.અને હરણભાઈને શીખ આપી કે,

"મોટા ફટાકડા ફોડાય નહિ

જાનનું જોખમ લેવાય નહિ

અવાજ પ્રદૂષણ કરાય નહિ

દિવાળીની મજા બગાડાય નહિ."

પછી હરણભાઈ હંમેશા નાનાં ફટાકડા ખરીદે. તેમજ સૌ વડીલોની હાજરીમાં જ ફોડે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational