Amrut Patel 'svyambhu'

Inspirational Others

4  

Amrut Patel 'svyambhu'

Inspirational Others

હળવી વાત હળવેકથી - 4

હળવી વાત હળવેકથી - 4

3 mins
198


આજના ડિજિટલ યુગમાં છેતરનારાઓની ખોટ નથી. ઘણીવાર એવો વિચાર આવે છે કે માણસ ભોટ બને છે શા માટે ?

 એ સવાલનો જવાબ જો એક જ શબ્દમાં આપવાનો હોય તો તેનો જવાબ છે.."લાલચ".

 -પ્રફુલ્લ કાનાબાર.

 ફેસબુક પરની પોસ્ટ વાંચતા હું વિચારતો રહ્યો; 'માણસમાં જેટલી વધુ લાલચ તેટલો તે વધુ તે છેતરાય છે.'

લેખક શ્રીની આ પોસ્ટ વાચતા મારા માનસપટ પર આવોજ એક પ્રસંગ તરવરી ઊઠ્યો- મારો એક મિત્ર જે હાલમાં જ નિવૃત્ત થતા રોકાણ બાબતે મારી પાસે આવ્યા હતો. તે દિવસે અમારી વચ્ચે આ અંગે ખૂબ ચર્ચા થઈ હતી. તેના વિચારોમાં મને ભારોભાર લાલચ દેખાતી હતી. તેના ગયા પછી મેં મારી ડાયરીમાં કંઈક ટપકાવેલું હતું જે મને આ ક્ષણે ફરી થી સાંભરી રહ્યું. ડાયરીનાં પાનાં ઉથલાવું છું તો-

 " લાલચ "

'મગન, મને એક વિચાર આવ્યો છે. જો તને ખોટું ન લાગે તો જણાવું.

'શું છે દિપક ? જે હોય તે મૂંઝાયા વિના કહે.

'મગન મને લાગે છે ત્યાં સુધી નિવૃત્તિ બાદ બધું મળીને તારે પચ્ચીસેક લાખ રૂપિયા તો આવ્યા હશે ? અને તું કહેતો હતો તે મુજબ તારી પાસે દસેક લાખ રૂપિયાની બચત પણ છે. હાલ તને તો ખબર છે કે પ્રવર્તમાન વ્યાજનો દર આઠ ટકાની આસપાસ ચાલે છે. દિપક વ્યાજની ગણતરી કરતો હોય તેવી રીતે બોલ્યો.

'હા, પણ તેનું શું ? કાંઈ ફોડ પાડીને વાત કર તો સમજાય.' હવે મગન જાણે મૂંઝાયો હોય તે રીતે બોલ્યો.

દિપક અને મગન બંને બાળપણના મિત્રો. મગનને સરકારી નોકરી મળી તો દિપક ખાનગી કંપનીમાં ગોઠવાઈ ગયો. પણ મિત્રતા કાયમ રહી. મગન સરકારી નોકરીમાં સંતુષ્ટ હતો જ્યારે દિપક ધીરે ધીરે કામદાર મટી સાણંદમાં જ ફેકટરીનો માલિક બન્યો. દિપકની આ ફેકટરી બેન્કો પાસેથી આર્થિક સહાયરૂપે લાખો રૂપિયા મેળવતી હતી. બંને મિત્રો અવારનવાર મળતા રહેતા. મગન કે જે હાલમાં સરકારી નોકરી માંથી નિવૃત્ત થયો હતો. 

 'જો મગન તું મારો ખાસ દોસ્ત છે એટલે મને આ વિચાર આવ્યો છે, હું તને કોઈ દબાણ કરતો નથી. તારે વિચારીને નિર્ણય લેવાનો છે !' 

 'હવે વાતને ગોળ ગોળ ફેરવ્યા વિના જે કહેવું હોય તે કહી નાંખીને મારા ભાઈ' 

 દિપકે બરાબર લાગ જોઈને આખી સ્કીમ મગનને સમજાવી. મગન પણ દિપકની વાતથી વધારે વ્યાજની લાલચમાં અંજાઈ ગયો. અને બંને વચ્ચે કરાર થયો. કરાર મુજબ આ લોન ઉપર ફેક્ટરીનાં ધારાધોરણ મુજબ બેન્ક કે પોસ્ટ કરતા વધારે વ્યાજ ચૂકવાતું હતું એટલે મગનએ માન્યું કે તેના પૈસા દિપક પાસે સુરક્ષિત છે. અને બેન્કમાંથી પોતાને જે વ્યાજ મળી શકે એમ હતું એ કરતાં ઘણું વધારે વ્યાજ દિપકની ફેક્ટરીમાંથી મળી રહયું છે. થોડા સમય બધું બરાબર ચાલ્યું પણ પછી સંજોગો બદલાયા. એકાએક સરકારે નોટબંધીનો નિર્ણયો લીધો. બરાબર આજ દરમિયાનમાં દિપકે કેટલાક અણધાર્યા સોદાઓ કરતા ફેકટરી ફડચામાં ગઈ. પોતાનાં નાણાં વસૂલ કરવા માટે બેન્કોએ દિપકની ફેક્ટરીનો કબજો લીધો. તે સાથે જ મગનની આખી જિંદગીની બચત આમાં ફસાઈ ગઈ !

 હવે ધારાધોરણ મુજબ કાનૂની પ્રક્રિયાઓ વર્ષોથી ચાલે છે અને મગન કપાળે હાથ દઈને રડે છે. 

 * * *

આ આખી ઘટનામાં મગને વધુ વ્યાજ મેળવવાની 'લાલચ' ઉપરાંત પોતાનાં નાણાં મિત્ર પાસે સુરક્ષિત છે એવી વિશ્વાસની લાગણી પણ મહત્વની હતી. તે દિવસે મારા મિત્ર સાથે જે રોકાણ કરવા માટેની ચર્ચા થઈ તેમાં મારો તે મિત્ર પણ આજ પ્રકારે રોકાણ કરવાનું વિચારી રહ્યો હતો. હાલ તેના કોઈ સમાચાર નહતા. ડાયરી બંધ કરી હું ક્યાંય સુધી તે મિત્રના વિચારોમાં ખોવાયેલો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational