Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

હાથીભાઈ ક્રિકેટના શોખીન

હાથીભાઈ ક્રિકેટના શોખીન

1 min
389


એક હતા હાથીભાઈ. એનું નામ રાજુ. એને ગમે ક્રિકેટ. આખો દિવસ બસ ક્રિકેટ ક્રિકેટ. જંગલમાં એની આખી ટોળકી બનાવી ભાઈ. પછી શું આખો દિવસ રમ્યા કરે. ઘરના બોલાવવા આવે ત્યારે ઘરે જાય.

એક દિવસ મમ્મી પાસેથી રૂપિયા લઈ ગયા બજારમાં. નવી બેટ અને બોલ ખરીદ્યા. સચિન જેવી બેટિંગ કરતાં શીખવું બસ. બેટિંગનો પેલા વારો એ જ રાખે. બાકી બધાએ બોલિંગ કરવાનું.

રોજ રોજ આવી દાદાગીરીથી બધાં પ્રાણીઓ કંટાળ્યા. હાથીભાઈ રમવા જેને બોલાવવા જાય તે તરત ના પાડી દે. હવે એકલા એકલાં કેમ રમવું ? હાથીભાઈ મૂંઝાયા.

તેણે શિયાળભાઈને વાત કરી. કેમ મારી સાથે કોઈ રમવા આવતાં નથી. તમે જાણો છો. સસલાભાઈ કહે," હા હું જાણું છું. જો તમે મને બેટિંગમા પે'લો વારો આપો તો હું બધાને બોલાવી આવું.

હાથીભાઈ કહે," હા, તમારો વારો પે'લા. તમે બધાને રમવા બોલાવી લાવો."

શિયાળાની બધાને બોલાવી આવ્યા. અને કહ્યું," ક્રિકેટ રમવા માટે ખાલી સારું બેટિંગ આવડવું જરૂરી નથી. બોલિંગ, વિકેટકીપર, ફિલ્ડિંગ વગેરે જરૂરી છે. " ત્યારથી બધાં પ્રાણીઓ સંપીને રમવા લાગ્યા.

"રમવું છે મારે રમવું છે

ક્રિકેટ મારે રમવું છે

બનવું છે મારે બનવું છે

સચિન જેવું મારે બનવું છે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational