STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

હાજર જવાબ

હાજર જવાબ

1 min
538


એક દીવસે બાદશાહે ભર કચેરીમાં બીરબલને પુછ્યું કે, દરેક પ્રાણીમાત્રની નજરે સુરજ અને ચાંદો જણાય છે, તે સુરજ ચાંદાના પ્રકાશથી સઘળી વસ્તુઓ નિહાળી શકાય છે. પણ કોઇ એવી વસ્તુ હશે કે સુરજ અને ચાંદાના પ્રકાશમાં પણ ન દેખાય ?

બીરબલ: નામદાર ! તેમના પ્રકાશ પાડવા છતાં પણ અંધારૂં નજરે જોઇ શકાતું નથી.

બાદશાહ: આ જગતમાં કોનો વિશ્વાસ નહીં કરવો ?

બીરબલ: આંખે કાણો, હાથે ઠુઠો, પગે લુલો, અને ટુંક ગરદનીઓ એ ચાર નીશાનીવાળાઓથી હંમેશાં અલગ રહેવું.

બાદશાહ: નીમકહરામ કોણ ?

બીરબલ: આપણું ખાઇ આપણું બુરૂં કરે તે.

બાદશાહ: નીચમાં નીચ કોણ ?

બીરબલ: દેશનો દુશ્મન.

બીરબલના આ હાજર જવાબો સાંભળી રાજા અને કચેરી બીરબલને ઘણો ધન્યવાદ આપી પ્રસન્ન થયા.

સારઃ બુદ્ધિશાળીની ખુબી એજ છે કે હજારો માણસોની વચમાં હાજર જવાબ આપી પારકાઓને પોતાના કરી શકે છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics