હાઇડ્રોફોબિયા
હાઇડ્રોફોબિયા
"જલ્દી દોડો. મારો લાલો પાણીમાં પડી ગયો." ભાનુબેન ફુવારા તરફ દોડ્યાં. રાજુલા પિયરમાં બે દિવસ મળવા આવ્યા અને ત્યાં તો આવું બન્યું. ફટાફટ દીકરાને બહાર તો કાઢ્યો પણ તેના મનમાં ઊંચાઈ અને પાણી બંનેની બીક ઘરી ગઈ.
તેના મિત્રોને ધર્મેન્દ્રની આ નાનપણની ઘટનાની ખબર નહોતી એટલે ક્યારેક તેને "ડરપોક" કહીને તેની ખીલ્લી ઉડાવતાં. નદી-નાળે બધાં નહાવા જાય ત્યારે ધર્મેન્દ્ર ભેગોજ ના આવે અને આવે તો કાંઠે બેસીને બધાનાં કપડાં સાચવે. એક દિવસ તેના ભાઈબંધે તેને ધરાર પાણીમાં ખેંચ્યો. તે ફટાફટ બહાર નીકળી ગયો. મિત્રો દ્વારાધીરે-ધીરે તેનો ડર ધીરે-ધીરે દૂર થવા લાગ્યો હતો.
એક દિવસ એ અને એનો ખાસ મિત્ર મુકેશ તથા બીજા કેટલાંક મિત્રો ફરવા ગયા. મુકેશ ધરાર તેને પાણીમાં ખેંચીને લઈ ગયો. પહેલીવાર તે પાણીમાં નહાતી વખતે હસી રહ્યો હતો. બહારથી બધા મિત્રો એને બકઅપ કરી રહ્યાં હતા. અચાનક પાણીના એક વહેણે બંનેનાં અંકોડા છોડાવી નાખ્યાં. એ એકલો બહાર આવ્યો. હવે એને હાઇડ્રોફોબિયા નહોતો.