ગુરુ
ગુરુ
એક સમયની વાત છે. એ વ્યક્તિ મોહનભાઈ અને ચંપકભાઈ મંદિરના ઓટલે બેઠા હતા. ઘણી બધી ગપસપ કરતાં હતાં. ત્યાં અચાનક વાત આવી પહોંચી ગુરુ શબ્દ પર. મોહનભાઈએ ચંપકભાઈને પૂછ્યું," હે ચંપકભાઈ પહેલાના જમાનામાં તો શિષ્ય ઋષિના આશ્રમમાં ભણવા જતા. એને આપણે કહેતા તે ગુરુ અને આ તેનો શિષ્ય."
અને તે સમયના તો ઘણા દાખલા પણ આપણી પાસે છે. ભગવાન શ્રીકૃષ્ણ સાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા તેથી તેના ગુરુ સાંદિપની, અર્જુન દ્રોણાચાર્યના શિષ્ય, લવ અને કુશ વાલ્મિકી ઋષિના આશ્રમમાં ભણતા.એ તો આપણે ઓળખી શકીએ."
પણ આજના સમયમાં આપણને કઇ રીતે ખબર પડે કે કોણ ગુરુ અને કોણ શિષ્ય. મોહનભાઈ કહે," વાત તો તમારી સાચી જ છે. આ જમાનામાં ગુરુને ઓળખવા કઈ રીતે. પણ મારી પાસે સાવ સાદું ઉદાહરણ છે."
ગુરુ એટલે શું ? તો કે જે આપણને કોઈ જ્ઞાન આપે. એટલે આપણને જીવનમાં નાની મોટી કોઈ પણ બાબત પર આપને જે વ્યક્તિ માર્ગદર્શન આપે. આપણી ભૂલ સુધારે છે ગુરુ. અજ્ઞાન દૂર કરી જ્ઞાન આપે.
આ ઉપરાંત શાળામાં જેમણે આપને આપણા વ્યક્તિત્વને ઓળખાણ આપી તે ગુરુ. આવી દરેક વ્યકિતને આપણે ગુરુપૂર્ણિમાના દિવસે વંદન કરવા જોઈએ.
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે.
